Amdavad Post
કૃષિગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ખેડૂતોની ઉત્પાદકતા વધારવા માટે પાકના સંરક્ષણ અને પોષણ સંબંધિત અદ્યતન ઉત્પાદનો રજૂ કર્યા

રાષ્ટ્રીય | ૧૫મી જૂન ૨૦૨૬ | ડીસીએમ શ્રીરામ લિમિટેડના એક વિભાગ એવા શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે પાકના સંરક્ષણ અને છોડના પોષણનીવિશેષ જરૂરિયાતોને પૂરી કરવા માટે તેના અદ્યતન ઉત્પાદનો લૉન્ચ કર્યા છે.આ કાર્યક્રમનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જ્યાં આ પ્રદેશના અગ્રણી ચેનલ પાર્ટનર્સ આ નવીન સોલ્યુશન્સના લૉન્ચના સાક્ષી બનવા માટે એકઠાં થયા હતાં.

પાક સંરક્ષણના તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ ‘શ્રીરામ સેનકુશા’ની જાહેરાત કરી હતી, જે ભારતીય ખેડૂતો સુધી વિશ્વમાં ઉભરી રહેલી અદ્યતન ટેક્નોલોજી પહોંચાડવાની શ્રીરામની કટિબદ્ધતાને દર્શાવે છે.આ શક્તિશાળી સોલ્યુશનને વૈશ્વિક ઇનોવેટર્સની પેટન્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખૂબ જ કાળજીપૂર્વક વિકસાવવામાં આવ્યું છે, જેથી ભારતીય ખેડૂતોને આર્થિક રીતે મહત્વના વિવિધ પાકોમાં નુકસાન પહોંચાડનારી જીવાતો સામે વધુ અસરકારક પાક સંરક્ષણ મળી શકે.‘શ્રીરામ સેનકુશા’ એ એક જાપાનીઝ નવીનીકરણ છે, જે ઊંચું મૂલ્ય ધરાવતા પાકો અને બાગાયતી પાકોમાં લેપિડોપ્ટેરન જીવાતો તથા થ્રિપ્સ જેવી મુખ્ય જીવાતો સામે રક્ષણ પૂરું પાડે છે.1-દિવસના પ્રી-હાર્વેસ્ટ ઇન્ટરવલ (પીએચઆઈ)ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ ‘શ્રીરામ સેનકુશા’ જીવાતોમાં પ્રતિરોધ ક્ષમતા વિકસવાની સંભાવનાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેની ટ્રાન્સલેમિનર કાર્યવાહી અને 30 મિનિટની રેઇન-ફાસ્ટનેસ પાકને શ્રેષ્ઠ સંરક્ષણ મળી રહે તેની ખાતરી કરે છે, જે તંદુરસ્ત પાક અને વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.

સ્પેશિયાલિટી પ્લાન્ટ ન્યુટ્રિશન (એસપીએન) સેગમેન્ટમાં શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ‘શ્રીરામ ફર્મપ્લસ’ અને ‘શ્રીરામ સિમ્બિયો રજૂ કર્યા છે.‘શ્રીરામ ફર્મપ્લસ’ એ એક ક્રાંતિકારી ઉત્પાદન છે, જેમાં સિલિસિયમ-ફોર્ટિફાઇડ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કૃષિ પેદાશોની ગુણવત્તા જાળવી રાખે છે અને તેની શેલ્ફ લાઇફ વધારે છે.‘શ્રીરામ સિમ્બિયો’ એ એક અદ્યતન જૈવિક સોલ્યુશન છે, જેને માટીના સ્વાસ્થ્યને 360° સુધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં નવીન ઓર્ગેનિક કાર્બન કૅરિયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉત્પાદન માટીમાં રહેલાં ફોસ્ફરસ, આયર્ન અને ઝિંક જેવા આવશ્યક પોષકતત્વોને ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થાય છે.તેમના અદભૂત પ્રદર્શનના કારણે આ ઉત્પાદનો ઝડપથી અને વધુ કાર્યક્ષમતાની સાથે અસર કરે છે, જે આખરે ખેડૂતોને ઉત્પાદકતા વધારવામાં અને વધુ સારોનફો રળવામાં મદદરૂપ થાય છે.

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બિઝનેસ હેડ શ્રી સંજય છાબરાએ જણાવ્યું હતું કે, ‘શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સમાં નવીનીકરણ એ ફક્ત અમારું લક્ષ્ય નથીપરંતુ અમે જે દરેક ખેડૂતને સેવા પૂરી પાડીએ છીએ, તેમનેઆપેલું એક વચન છે.આ નવા ઉત્પાદનોનું લૉન્ચિંગ આધુનિક કૃષિ શું હાંસલ કરી શકે છે,તેને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનીપ્રક્રિયામાં એક નિર્ણાયક પગલું છે.અમે સૌથી અદ્યતન બિયારણ, પાક સંરક્ષણ અને પોષણ સંબંધિત સોલ્યુશન્સને સીધા ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છીએ, જેથી તેઓ સારા પાકની સાથે-સાથે ઉજ્જવળ ભવિષ્ય પણ લણી શકે.’

== સમાપ્ત ==

Related posts

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે ‘રેલી ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું.

amdavadpost_editor

આબરા કા ડબરા કિડ્સ કાર્નિવલના પ્રથમ દિવસે 5,000 થી વધુ મુલાકાતીઓ આકર્ષાયા હતા

amdavadpost_editor

રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે. શાહ દ્વારા ગૌરવપૂર્વક આયોજિત મિસ અને મિસિસ કોસમોસ ગુજરાતના ઓડિશનમાં આપનું સ્વાગત છે.

amdavadpost_editor

Leave a Comment