Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ: નવસારીના મેયર અને ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને મહિલા ટેક્નિશિયનો દ્વારા સ્માર્ટ મીટર સ્થાપન

નવસારી, ગુજરાત | ૦૪ જૂન, ૨૦૨૬ | દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સ્માર્ટ મીટર સ્થાપન અભિયાનને વેગ મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આજે નવસારીના મેયર અશોકભાઈ ધોરજિયા તથા ડેપ્યુટી મેયર કીયુરીબેન દેસાઈના નિવાસસ્થાને સફળતાપૂર્વક સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા.

આ પ્રસંગની વિશેષતા એ રહી કે સ્માર્ટ મીટર સ્થાપનનું કાર્ય મહિલા ટેક્નિશિયન ધ્રુવી પટેલ અને રોશની પટેલ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. બંને મહિલા ટેક્નિશિયનોએ પોતાની તકનીકી કુશળતા અને કાર્યદક્ષતાનો ઉત્તમ પરિચય આપતાં કામગીરીને સુચારુ રીતે સંપન્ન કરી, જે મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

મેયર અશોકભાઈ ધોરજિયાએ બંને મહિલા ટેક્નિશિયનના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કરી રહી છે. ટેક્નિકલ ક્ષેત્રમાં તેમની વધતી ભાગીદારી સમાજ માટે સકારાત્મક સંદેશ આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આવી પહેલો સમયની જરૂરિયાત છે.

ડેપ્યુટી મેયર કીયુરીબેન દેસાઈએ પણ બંને મહિલા ટેક્નિશિયનના કાર્યને બિરદાવતાં સ્માર્ટ મીટરના ફાયદાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને પોતાના વીજ વપરાશ અંગે વધુ પારદર્શક અને રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થાય છે. સ્માર્ટ મીટર એપ્લિકેશન મારફતે દૈનિક વીજ વપરાશની દેખરેખ, રિયલ-ટાઈમ ઉપયોગની માહિતી સહિત અનેક ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રાહકો પોતાના વીજ વપરાશને વધુ સારી રીતે સમજી અને નિયંત્રિત કરી શકે છે.

સ્માર્ટ મીટર પ્રોજેક્ટ વીજ સેવાઓને વધુ આધુનિક, પારદર્શક અને ગ્રાહકમૈત્રી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સાથે જ મહિલા ટેક્નિશિયનોની સક્રિય ભાગીદારી આ અભિયાનને નવી ઓળખ અને પ્રેરણાદાયી દિશા આપી રહી છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું

amdavadpost_editor

રક્ષાબંધન 2026 પહેલાં ઇન્સ્ટામાર્ટ પર પ્રીમિયમ રાખડીની માંગમાં 20 ગણો ઉછાળો

amdavadpost_editor

લાગણીસભર ગુજરાતી ફિલ્મ ‘ચૌરંગી’ – જીવનના ચાર રંગોની સંવેદનશીલ રજૂઆત

amdavadpost_editor

Leave a Comment