Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટેક્નો સ્પાર્ક ગો 3 રોજિંદા વપરાશ માટે સેગમેન્ટમાં શ્રેષ્ઠ ડ્યુરેબિલિટી સાથે લાઇવ થાય છે

નવી દિલ્હી | ૧૬મી જાન્યુઆરી ૨૦૨૬ — કેટલાક દિવસો અનુમાનિત હોય છે, તો ઘણા નથી હોતા. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને, ટેક્નો એ આજે ​​ સ્પાર્ક ગો 3 ના લોન્ચની જાહેરાત કરી, જે ભારતના રોજિંદા આગળ વધતા યુવાનો, વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે બનાવવામાં આવેલ સ્માર્ટફોન છે, જે એક એવું ડિવાઇસ ઇચ્છે છે જે વિશ્વસનીય લાગે અને સમાધાન વિના શ્રેષ્ઠ કક્ષાની કનેક્ટિવિટી પ્રદાન કરે.

‘દેશ જૈસા દમદાર’ની ફિલસૂફીમાં આધારિત ટેક્નો સ્પાર્ક ગો 3 વપરાશકર્તાઓને થોડું વધુ ચમકવા માટે પ્રેરણા આપતી એક નવી ચમક લઈને આવે છે. આ સ્માર્ટફોન એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે આકર્ષક અને મહત્ત્વાકાંક્ષી દેખાવ ધરાવતો ફોન ઈચ્છે છે અને જે રોજિંદા વાસ્તવિક જીવનના અણધાર્યા ઉપયોગને આત્મવિશ્વાસ સાથે સંભાળી શકે.

લોન્ચ અંગે વાત કરતાં, ટેક્નો મોબાઇલ ઇન્ડિયાના ના CEO શ્રી અરીજીત તલપાત્રાએ જણાવ્યું હતું, “ભારતના યુવા ગ્રાહકોને એવા સ્માર્ટફોનની જરૂર છે જે તેમની રોજિંદી ગતિ સાથે કદમ મિલાવી શકે. ટેક્નો સ્પાર્ક ગો 3 સાથે અમે એવું ડિવાઇસ રજૂ કરી રહ્યા છીએ, જે મજબૂતી, બુદ્ધિમત્તા અને વિશ્વસનીય કનેક્ટિવિટીનું સંયોજન છે, અને જે તેમની જીવનશૈલીને અનુરૂપ ડિઝાઇનમાં રજૂ થાય છે. અમારી ‘દેશ જૈસા દમદાર’ ફિલસૂફીને વફાદાર રહીને, સ્પાર્ક ગો 3 પહેલા દિવસથી જ સ્થિરતા અને આત્મવિશ્વાસ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો છે.”

ટેક્નો સ્પાર્ક ગો 3 રોજિંદા પડકારોનો સરળતાથી સામનો કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ સાથે ડ્રોપ-રેડી ડ્યુરેબિલિટી સાથે આવે છે, જે રોજિંદા ઉપયોગ દરમિયાન વપરાશકર્તાઓને વધારાનો આત્મવિશ્વાસ આપે છે — પછી ભલે તે ક્લાસરૂમ હોય, કાર્યસ્થળો પર, ડિલિવરી રૂટ્સ પર કે શહેરની વ્યસ્ત શેરીઓમાં હોય. આ સ્માર્ટફોનમાં ફ્લેગશિપ લેવલ 120Hz સુપર સ્મૂથ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, જે ફ્લુઇડ સ્ક્રોલિંગ, રિસ્પોન્સિવ ટચ અને વધુ પ્રીમિયમ વ્યુઇંગ અનુભવ પ્રદાન કરે છે.

રોજિંદા ઉપયોગિતામાં વધારો કરવા માટે, ટેક્નો નું વોઇસ આસિસ્ટન્ટ એલા AI છે જે વપરાશકર્તાઓને તેમની મૂળ ભાષાઓમાં સમજે છે. વપરાશકર્તાઓ હિન્દી, તમિલ, બંગાળી, ગુજરાતી અને મરાઠી સહિત અનેક પ્રાદેશિક ભાષાઓમાં એલા AI સાથે વાતચીત કરી શકે છે, જે દૈનિક કાર્યોને વધુ સહજ અને સુલભ બનાવે છે. નો નેટવર્ક કોમ્યુનિકેશન 2.0 સાથે, સ્પાર્ક ગો3 ફેક્ટરીઓ, વેરહાઉસ, બેઝમેન્ટ, બાંધકામ ઝોન અને ગ્રામીણ વિસ્તારો જેવા ઓછા અથવા નો-નેટવર્ક વાતાવરણમાં પણ વાતચીતને સક્ષમ કરે છે.

4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ₹8,999 માં ઉપલબ્ધ, ટેક્નો સ્પાર્ક ગો 3 ભારતભરના અગ્રણી રિટેલ સ્ટોર્સ અને એમેઝોન પર 23 જાન્યુઆરીથી ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. માત્ર એક સ્માર્ટફોન કરતાં વધુ, સ્પાર્ક ગો 3 એ ‘દમદાર’, વિશ્વસનીય અને વાસ્તવિક જીવન માટે બનાવાયેલ છે – રોજિંદા ક્ષણોને આત્મવિશ્વાસ અને સરળતા અનુભવવામાં મદદ કરે છે. આ સ્માર્ટફોન ચાર રંગોમાં ઉપલબ્ધ થશે: ટાઇટેનિયમ ગ્રે, ઇન્ક બ્લેક, ગેલેક્સી બ્લુ અને ઔરોરા પર્પલ.

વધુ માહિતી માટે, કૃપા કરીને TECNO ની સત્તાવાર સાઇટની મુલાકાત લો. www.tecno-mobile.com.

==∅∅∅∅∅∅∅∅==

Related posts

ટોયોટા કિર્લોસ્કર મોટરે અર્બન ક્રુઝર હાઇરાઇડરની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ રજૂ કરી

amdavadpost_editor

ચાર્જઝોને ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ, ટ્રક અને ફ્લીટ્સ માટે ઈવી ચાર્જિંગના એક અબજ અમેરિકી ડોલરના એનર્જી કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા, જે ઉદ્યોગમાં પ્રથમ વખત બન્યું

amdavadpost_editor

WAPTAG વોટર એક્સ્પો 2025: સાઉથ એશિયાનો સૌથી મોટો વોટર એક્સ્પો તેની 9મી આવૃત્તિ સાથે ફરી આવ્યો

amdavadpost_editor

Leave a Comment