મુંબઈ | ૧૯ ઓક્ટોબર | ૨૦૨૬ | આ તહેવારોની મૌસમમાં, જાવા યેઝદી મોટરસાયકલ્સ લઈને આવ્યું છે તેની 2026 યેઝદી રેન્જને Amazon.in અને ફ્લિપકાર્ટ પર, જેનાથી દેશભરના રાઇડર્સ માટે યેલો ફાલ્કન એડવેન્ચર, ગ્રીન મામ્બા રોડસ્ટર અને ગ્રે પેન્થર સ્ક્રેમ્બલર ખરીદવાનું વધુ સરળ બનશે. નવા રંગો, સવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાયેલા સુધારાઓ અને અલગ-અલગ દેખાવ સાથે, આ રેન્જ યેઝદીનું, બાઈક ચલાવવાની વિવિધ પ્રકારની રીતો અનુરૂપ ખાસ હેતુ માટે તૈયાર કરવામાં આવેલ મોટરસાયકલો પર ધ્યાન આપવાનું ચાલુ રાખે છે.
આ ટ્રિનિટી રેન્જ ત્રણ એવા મોટરસાયકલોને એકસાથે લાવે છે, જે ખાસ કરીને બાઈક ચલાવવાની વિવિધ પદ્ધતિઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ભલે તે સાહસ સાથે લાંબી મુસાફરી પર જવાનું હોય, રોજિંદા ઉપયોગ માટે દરરોજ રોડસ્ટર ચલાવવી કે પછી ડામરના રસ્તાઓ પર સ્ક્રેમ્બલર ચલાવવી હોય, દરેક મોટરસાઇકલ યેઝદીની ભાવનાને જાળવી રાખે છે, અને સાથે જ બાઈક ચલાવવાનો એક વિશિષ્ટ અનુભવ પ્રદાન કરે છે.
યેલો ફાલ્કન યેઝદી એડવેન્ચર ધરાવે છે રાઇડર્સ દ્વારા સૌથી વધુ માંગવામાં આવેલા અપગ્રેડ્સમાંનું એક, એટલે કે ટ્યુબલેસ ક્રોસ-સ્પોક વ્હીલ્સ અને આ સાથે જ તે તેની તમામ મોટરસાઇકલોની જેમ 334cc લિક્વિડ-કૂલ્ડ Alpha2 એન્જિન ધરાવે છે, જે 29.6 PS પાવર અને 29.8 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ગ્રીન મામ્બા રોડસ્ટર ધરાવે છે એક વિશિષ્ટ મેટ ગ્રીન ફિનિશ અને અરેબિકા-બ્રાઉન સીટ્સ અને સિગ્નેચર કોપર ડેકલ્સ અને તે સાથે જ તમામ મોટરસાઇકલોની જેમ સિક્સ-સ્પીડ ગિયરબોક્સ અને આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચવાળું 334cc નું Alpha2 એન્જિન. ગ્રે પેન્થર સ્ક્રેમ્બલર મેટાલિક ગ્રે ફિનિશ, અરેબિકા-બ્રાઉન સીટ અને મેચિંગ ટેન્ક પેડ્સ ધરાવવાની સાથે તે 334ccનું KATAR એન્જિન ધરાવે છે, જે યેઝદીના વિશિષ્ટ ’30-30-30′ ફોર્મ્યુલા પર કામ કરે છે – એટલે કે 30 PS પાવર, 30 Nm ટોર્ક અને 30 km/lની માઈલેજ.
ક્લાસિક લેજન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ કહ્યું, “યેઝદીએ હંમેશા એવા રાઇડર્સને આકર્ષ્યા છે જેઓ પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે. 2026 ની આ રેન્જ તે જ ભાવના સાથે બનાવવામાં આવી છે, જેમાં ત્રણ ખાસ બાઇક્સ છે અને દરેકની પોતાની એક અલગ ખાસિયત અને ઉપયોગ છે. યેલો ફાલ્કન એડવેન્ચર, ગ્રીન મામ્બા રોડસ્ટર અને ગ્રે પેન્થર સ્ક્રેમ્બલર રાઇડર્સને મોટરસાઇકલ પસંદ કરવાની વધુ રીતો આપે છે જે દર્શાવે છે કે તેઓ કેવી રીતે અને ક્યાં સવારી કરે છે. યેઝદીની રેન્જને Amazon.in અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવી એ બ્રાન્ડને વધુ સુલભ બનાવવા તરફનું એક બીજું પગલું છે, જેનાથી રાઇડર્સને આ તહેવારોની મોસમમાં તેમની પસંદગીની મોટરસાઇકલ શોધવા અને બુક કરવા માટે એક નવો વિકલ્પ મળશે.”
Amazon.in અને ફ્લિપકાર્ટ પર હવે 2026ની નવી રેન્જ ઉપલબ્ધ હોવાથી, રાઇડર્સ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટરસાયકલો જોઈ શકે છે અને તેને ખરીદવાની દિશામાં આગળનું પગલું ભરી શકે છે. આ પગલું જાવા યેઝદી મોટરસાયકલ્સના 450 થી વધુ ડીલરશિપ નેટવર્કને વધુ મજબૂત બનાવે છે, જેનાથી સંભવિત ગ્રાહકોને આ બાઇક રેન્જ વિશે જાણવાનો અને ખરીદી પ્રક્રિયા ઓનલાઇન પૂરી કરવાનો વધુ એક નવો વિકલ્પ મળશે.
ઓનલાઇન ખરીદી કેવી રીતે કરી શકાય છે:
- તમારી મનપસંદ યેઝદી મોટરસાઇકલ પસંદ કરો અને in અથવા ફ્લિપકાર્ટ પર તેની લાગુ પડતી એક્સ-શોરૂમ કિંમત ચૂકવો.
- એક અધિકૃત સ્થાનિક ડીલર તમારું ઓર્ડર કન્ફર્મ કરશે અને બાકીની ચુકવણી તથા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે જણાવશે.
- એકવાર રજિસ્ટ્રેશન અને વીમાની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તમે તમારી નજીકની જાવા-યેઝદી ડીલરશિપ પરથી તમારી મોટરસાઇકલ લઇ જઈ શકો છો.
ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામઃ
જાવા યેઝદી મોટરસાયકલ્સ દ્વારા તેનો માલિકી એશ્યોરન્સ કાર્યક્રમ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, જે ગ્રાહકોને તેમની માલિકીની સફર દરમિયાન સપોર્ટ કરવા માટે બનાવેલો કાર્યક્રમ છે. તેમાં સામેલ છે:
- 4-વર્ષ/50,000-કિમી સ્ટાન્ડર્ડ વોરંટી*
- 6 વર્ષ સુધી વિસ્તૃત વોરંટી વિકલ્પો*
- 8 વર્ષ સુધી રોડસાઇડ આસિસ્ટન્સ*
- દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધી AMC*
- સમગ્ર દેશમાં 450+ સેલ્સ એન્ડ સર્વિસ ટચપોઇન્ટ્સ પર વ્યાપક માલિકી સપોર્ટ.
== સમાપ્ત ==
