Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

CLAPS ઇન્ડસ્ટ્રીઝે મહિલાઓને માસિક ધર્મમાં સ્વાસ્થ્યને ટેકો આપવા ક્લિનિકલી મૂલ્યાંકન થયેલું CLAPSFEMINA™️ લોન્ચ કર્યું

અમદાવાદ, ગુજરાત | ૧૪મી જુલાઈ ૨૦૨૬ | હેલ્થકેર કંપની CLAPS ઇન્ડસ્ટ્રીઝે CLAPSFEMINA™️ પ્રસ્તુત કર્યું છે. આ એક ક્લિનિકલી (નૈદાનિક રીતે) મૂલ્યાંકન કરેલું ન્યૂટ્રાસ્યુટિકલ છે, જે મહિલાઓના માસિક ધર્મના ગાળામાં જરૂરી પોષણ આપવા અને આયર્નની ઊણપથી થતી બીમારી એનીમિયા (IDA), માસિક ધર્મમાં વધારે રક્તસ્રાવ, દુઃખાવો અને પ્રીમેન્સ્ટ્રુઅલ સીન્ડ્રોમ (PMS) સાથે સંબંધિત ચિહ્નોને ઘટાડવા મદદ કરવા બનાવવામાં આવ્યું છે.

CLAPS ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર બૃહસ્પતિ ત્રિપાઠીની લીડરશિપ હેઠળ વિકસાવવામાં આવેલું CLAPSFEMINA™️ અનેક વર્ષોના સંશોધન અને ઇનોવેશનનું પરિણામ છે. આ ફૉર્મ્યુલેશનનું ક્લિનિકલ મૂલ્યાંકન થયું છે અને તેને પ્રકાશિત ભારતીય પેટન્ટ અરજીનું પીઠબળ પ્રાપ્ત છે.

જ્યારે મહિલાઓમાં માસિક ધર્મ સાથે સંબંધિત સ્વાસ્થ્યના પડકારો અને આયર્નની ઊણપને દૂર કરવામાં પોષણની ભૂમિકા પર વધારે ધ્યાન આપવામાં આવે છે, ત્યારે આ ઉત્પાદન પ્રસ્તુત થયું છે. CLAPSFEMINA™️ને આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B6, B12, D3 અને Eનાં મિશ્રણથી બનાવવામાં આવ્યું છે. આ હીમોગ્લોબિનના સ્વસ્થ સ્તરને જાળવી રાખવા, શરીરમાં આયર્નની ઊણપને દૂર કરવા, માસિક ધર્મમાં પરેશાનીઓને ઓછી કરવા, ઊર્જાનું સ્તર જાળવવા અને સ્વાસ્થ્યને સંપૂર્ણપણે સારું રાખવામાં મદદ કરે છે.

આ ફૉર્મ્યુલેશનનું મૂલ્યાંકન ક્લિઆન્થા રિસર્ચે કરેલા એક બહુ-કેન્દ્રીય, રેન્ડમાઇઝ, ડબલ-બ્લાઇન્ડ, પ્લેસબો-કન્ટ્રોલ ક્લિનિકલ સ્ટડીમાં થયું હતું. આ અભ્યાસમાં 11થી 45 વર્ષની 128 મહિલાઓ શામેલ હતી, જેમને વધારે રક્તસ્રાવ અને/અથવા PMS સાથે સંબંધિત આયર્નની ઊણપથી થતી એનીમિયાની સમસ્યા હતી. તમામ મહિલાઓએ 105 દિવસનો આ અભ્યાસ પૂરો કર્યો હતો.

ક્લિનિકલ મૂલ્યાંકનમાં જાણકારી મળી હતી કે, હીમોગ્લોબિનનાં સ્તરમાં 33.31 ટકાનો વધારો થયો હતો અને સીરમ ફેરિટિન (જે શરીરમાં આયર્નના સંગ્રહનો એક મુખ્ય સંકેત છે)માં 115.32 ટકાનો વધારો થયો હતો. અભ્યાસમાં એ જાણકારી પણ મળી હતી કે, માસિક ધર્મ દરમિયાન વધારે રક્તસ્રાવમાં 41 ટકાનો, પેટના દુઃખાવામાં 51.5 ટકાનો અને થાકમાં લગભગ 67 ટકાનો ઘટાડો થયો હતો. સાથે સાથે, મૂડ અને જીવનની સંપૂર્ણ ગુણવત્તામાં પણ સુધારો થયો હતો.

અભ્યાસમાં રેડ બ્લડ સેલ અને પ્લેટલેટ કાઉન્ટમાં પણ સુધારો જોવા મળ્યો હતો, તો સંપૂર્ણ અભ્યાસમાં વ્હાઇટ બ્લડ સેલ સ્થિર રહ્યા હતા, જે આ ફૉર્મ્યુલેશનની સંપૂર્ણ સુરક્ષાને સાબિત કરે છે. અભ્યાસમાં ઉત્પાદન સાથે સંબંધિત કોઈ આડઅસર કે પ્રતિકૂળતા સામે આવી નથી.

આ લૉંચ પર બૃહસ્પતિ ત્રિપાઠીએ કહ્યું હતું, “મહિલાઓનાં સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને જ્યારે પોષણની ઊણપની વાત હોય ત્યારે. મહિલાઓમાં પોષણની ઊણપ માટે વિવિધ કારણો જવાબદાર છે, ખાસ કરીને માસિક ધર્મમાં. માનસિક પરેશાની, થાક અને ખરાબ જીવનશૈલી વધારે જવાબદાર પરિબળો છે. CLAPSFEMINA™️ને મહિલાઓના પ્રજનનના વર્ષોમાં તેમને સંપૂર્ણ પોષણ આપવા સંશોધનને આધારે વિકસાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક પુરાવા સાથે ક્લિનિકલી તપાસ કરેલા ઘટકો મેળવીને અમારો ઉદ્દેશ એક એવું સમાધાન આપવાનો છે, જે સ્વસ્થ જીવનશૈલીની સાથે મહિલાઓના આરોગ્ય માટે પ્રિવેન્ટિવ અભિગમને પણ પ્રોત્સાહન આપે છે.”

આ ફૉર્મ્યુલેશનમાં આયરન મેટાબૉલિઝમ, લોહી બનવાની પ્રક્રિયા અને માસિક ધર્મ સાથે સંબંધિત સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે સાવધાનીથી પસંદ કરેલા માઇક્રોન્યૂટ્રિઅન્ટ્સ શામેલ છે. આ લૉંચ CLAPS ઇન્ડસ્ટ્રીઝના પોર્ટફોલિયોને વધારે છે, જે પ્રિવેન્ટિવ હેલ્થકેર અને ન્યૂટ્રિશનલ વેલનેસ પર કેન્દ્રીત વિજ્ઞાન પર આધારિત ન્યૂટ્રાસ્યુટિકલ્સના પોર્ટફોલિયોને વધારે છે.

== સમાપ્ત ==

Related posts

સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

amdavadpost_editor

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

amdavadpost_editor

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

amdavadpost_editor

Leave a Comment