Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના મોટા અકસ્માતો સર્જાયા હતા જેમાં અનેક લોકોના મોત નિપજયા છે. જામનગરના ગુલાબનગરનું દંપતિ ધ્રોલ નજીક અકસ્માતનો ભોગ બનતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ ઉપરાંત મોરબીમાં મનોજ માંજી નામના યુવકના બાઈકને અકસ્માત નડયો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પોરબંદર જિલ્લામાં એક વ્રુધ્ધ પોતાનું વાહન લઇને વનાણા ગામ જતા હતા ત્યારે અકસ્માતમાં તેમણે પોતાનાં પ્રાણ ગુમાવ્યા હતા.

અન્ય એક બનાવમાં તળાજા તાલુકાના રામપરા ગામના આર્મી મેન નાજાભાઈનું પણ બાઈક અકસ્માતમાં મોત થયું હતું. તેમના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ અન્ય જેમનાં જેમનાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના વિવિધ શ્રોતાઓ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ડાયાબિટીઝ હોય ત્યારે થાઇરોઇડની સંભાળ કેટલી અગત્યની બની જાય છે

amdavadpost_editor

ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

amdavadpost_editor

સ્ટાર એરે રૂપિયા 1499 થી શરૂ થતા ખાસ પ્રમોશનલ ભાડાની સાથે દીવને પોતાનું 25મું ડેસ્ટિનેશન બનાવ્યું

amdavadpost_editor

Leave a Comment