Amdavad Post
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધ બેર હાઉસનો ગુજરાતમાં પ્રવેશ, અમદાવાદમાં શરૂ કર્યો પ્રથમ સ્ટોર

અમદાવાદ, ગુજરાત | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૬ | પુરુષો માટેની ફેશન બ્રાન્ડ ધ બેર હાઉસે અમદાવાદમાં પોતાનો પ્રથમ સ્ટોર શરૂ કરીને ગુજરાતમાં પોતાની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે. આંબલીમાં આવેલું આ નવું આઉટલેટ શહેરમાં બ્રાન્ડનો પ્રવેશ દર્શાવે છે, જેનાથી રાજ્યમાં તેની હાજરી વિસ્તરી છે અને તેનાં સિગ્નેચર મેન્સવેર કલેક્શન સ્થાનિક ગ્રાહકોની વધુ નજીક પહોંચ્યાં છે.

2,100 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ સ્ટોર અમદાવાદના આંબલીમાં ટી જંક્શન ખાતે અનમ 2, યુનિટ 10ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો છે. આ આઉટલેટ ગ્રાહકોને ધ બેર હાઉસનાં કલેક્શન જોવા, મેન્સવેર પ્રત્યેના તેના આધુનિક અભિગમને જાણવા અને સ્ટોરના માહોલમાં બ્રાન્ડ સાથે જોડાવા માટે એક એક વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે

અમદાવાદ સ્ટોર ધ બેર હાઉસનાં અન્ય રિટેલ આઉટલેટ્સ જેવી જ ડિઝાઇન લેંગ્વેજને અનુસરે છે, જેથી બ્રાન્ડના સમગ્ર ફિઝિકલ રિટેલ નેટવર્કમાં એકસમાન દેખાવ જળવાઈ રહે છે. આ એકરૂપતા નવાં બજારોમાં હાજરી ઊભી કરતી વખતે સુસંગત ઓળખ બનાવવા પરના બ્રાન્ડના ધ્યાનને દર્શાવે છે, અને ગ્રાહકોને દરેક સ્થળે જાણીતો બ્રાન્ડ માહોલ આપે છે.

અમદાવાદમાં આ શરૂઆત ધ બેર હાઉસની સતત ચાલી રહેલી રિટેલ વિસ્તરણ વ્યૂહરચનાનો ભાગ છે, જે ગુજરાતના વધુ એક મહત્ત્વના બજારમાં તેની હાજરી વિસ્તારે છે. શહેરમાં પ્રથમ સ્ટોર સાથે બ્રાન્ડ ગ્રાહકો માટે પોતાનાં કલેક્શન સુધી પહોંચવાનો અને આધુનિક પહેરવેશ પ્રત્યેના તેના અભિગમનો જાતે અનુભવ કરવાનો નવો માર્ગ ખોલી રહી છે.

ધ બેર હાઉસ પોતાનું રિટેલ નેટવર્ક સતત મજબૂત બનાવી રહી છે ત્યારે નવાં શહેરોમાં તેનું વિસ્તરણ, વ્યાપક વ્યાવસાયિક હાજરીની સાથે ફિઝિકલ સ્ટોર્સ દ્વારા વધુ વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચવાના પ્રયાસનું પ્રતિબિંબ છે. અમદાવાદ લોન્ચ આ સફરમાં વધુ એક કડી ઉમેરે છે અને શહેરના ખરીદદારો સુધી બ્રાન્ડનાં આધુનિક મેન્સવેર લાવે છે.

== સમાપ્ત ==

Related posts

વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સે હવે અમદાવાદમાં શરૂ કરી ઇમિગ્રેશન એડવાઇઝરી સર્વિસ

amdavadpost_editor

HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.

amdavadpost_editor

કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ-લુના પર ઉદ્યોગની પ્રથમ અનલિમિટેડ KM ‘‘એશ્યોર્ડ બાયબેક ઓફર’’ સાથે નવું ધોરણ સ્થાપિત કરાયું: ગ્રાહકો માટે એશ્યોરન્સ વધારાયું

amdavadpost_editor

Leave a Comment