Amdavad Post
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં વિશ્વસૂરની એન્ટ્રીથી ગોકુલધામ સોસાયટીના નવરાત્રિ ઉત્સવમાં પડશે વિઘ્ન?

મુંબઈ | ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ | ગોકુલધામ સોસાયટીમાં ફરી એકવાર તહેવારોનો માહોલ જોવા મળી રહ્યો છે. અસિત કુમાર મોદીનો લોકપ્રિય પારિવારિક કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોસાયટીના તમામ રહેવાસીઓ નવરાત્રિના ઉત્સવની તૈયારીઓમાં વ્યસ્ત છે. ટપુ સેના આ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જ્યારે ભીડે સોસાયટીના મર્યાદિત બજેટમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કેવી રીતે કરવું તેની ચિંતામાં છે. જોકે, આ દરમિયાન બનેલી એક અણધારી ઘટના સમગ્ર પરિસ્થિતિને નવો વળાંક આપતી જોવા મળી રહી છે.

શો નિર્માતાઓએ ‘વિશ્વસૂર આવી રહ્યો છે’ એવું કહીને એક રહસ્યમય સંકેત આપ્યો છે, જેના કારણે આગામી એપિસોડમાં કંઈક અનોખું જોવા મળશે તેવી દર્શકોની ઉત્સુકતા વધી છે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ વિશ્વસૂરને અત્યંત ખતરનાક ગણાવ્યો છે. ત્યારે વિશ્વસૂરની એન્ટ્રી ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ માટે આશ્ચર્યજનક બની શકે છે. ભક્તિ, ગરબા અને આનંદથી ભરપૂર નવરાત્રિના નવ દિવસના ઉત્સવમાં હવે કયો નવો વળાંક આવશે તે જોવું રસપ્રદ રહેશે.

બીજી તરફ, જેઠાલાલ, બાઘા અને નટુકાકા પણ આગામી નવરાત્રિ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ જ્યારે બધું આયોજન મુજબ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે, ત્યારે જ તેમના જીવનમાં એક રહસ્યમય અજાણી વ્યક્તિની એન્ટ્રી થાય છે. આ અજાણ્યા વ્યક્તિનો અસલી ઇરાદો શું છે અને તે અચાનક તેમના જીવનમાં શા માટે આવ્યો છે, તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

શું આ વર્ષે ગોકુલધામ સોસાયટીમાં નવરાત્રિનો ઉત્સવ આયોજન મુજબ સંપન્ન થશે? શું વિશ્વસૂરની એન્ટ્રીથી સોસાયટીના રહેવાસીઓનો ઉત્સાહ ઓસરી જશે કે પછી ઉત્સવમાં કોઈ નવો વળાંક આવશે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે દર્શકોએ આગામી એપિસોડ જોવો પડશે.

તહેવારોનો ઉત્સાહ, ગોકુલધામ સોસાયટીની જાણીતી હાસ્યસભર મસ્તી અને રહસ્યમય ઘટનાઓનો રોમાંચ – આ તમામ બાબતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડને વધુ મનોરંજક બનાવશે. અસિત કુમાર મોદીના નિર્માણ હેઠળના આ શોમાં નવરાત્રિ દરમિયાન આગળ શું બનશે તેને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

== સમાપ્ત ==

Related posts

શિષ્ય ગુરુના વચન પર પૂર્ણત: ભરોસો કરે છે ત્યારે ગુરુને સૌથી વધુ સંતોષ મળે છે.

amdavadpost_editor

રથયાત્રાના પવિત્ર અવસરે સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં 100થી વધુ કારોની ડિલિવરી આપી

amdavadpost_editor

હાથથી છૂટે એ ત્યાગ અને હાર્ટથી છૂટે એ વૈરાગ છે.

amdavadpost_editor

Leave a Comment