Amdavad Post
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રથયાત્રાના પવિત્ર અવસરે સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં 100થી વધુ કારોની ડિલિવરી આપી

અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | જગન્નાથ રથયાત્રાના પવિત્ર પર્વ પર સ્કોડા ઓટો ઇન્ડિયાના સૌથી મોટા ડીલર પાર્ટનર્સ પૈકીના એક સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં પોતાના ડીલરશિપ નેટવર્ક મારફતે 100થી વધુ સ્કોડા કારની ડિલિવરી આપીને સૈંકડો ગ્રાહકોની નવી સફર શરૂ કરાવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, ભરૂચ, આણંદ અને મહેસાણા સ્થિત સ્ટેલર સ્કોડાની તમામ ડીલરશિપ પર ખાસ ગ્રુપ ડિલિવરી કાર્યક્રમો યોજાયા હતા. ગ્રાહકો અને તેમના પરિવારજનોએ વર્ષના સૌથી શુભ દિવસોમાંના એક એવા રથયાત્રાના પવિત્ર પર્વ પર પોતાની નવી કારની ડિલિવરી મેળવી હતી.

આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સ્ટેલર સ્કોડાએ પોતાની મુખ્ય ફ્લેગશિપ કસ્ટમર ઇવેન્ટ -‘ધ સ્ટેલર સ્કોડા ગ્રાન્ડ ડિલિવરી એક્સપિરિયન્સ’નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તા ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી ગ્રાહકો તથા સ્ટેલર સ્કોડાની ટીમ સાથે આ ઉત્સવમાં જોડાયા હતા.

સ્કોડા ઓટો ઇન્ડિયા હાલ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને અનુલક્ષીને કારોની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવે છે. તેમાં ₹7.59 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થતી સ્કોડા કાયલેક, સ્કોડા કુશાક, સ્કોડા સ્લાવિયા તેમજ પ્રીમિયમ એસયુવી સ્કોડા કોડિયાકનો સમાવેશ થાય છે. ચાર મોડલની આ રેન્જ દ્વારા કંપની જુદા જુદા ગ્રાહક વર્ગને સેવા આપે છે. તેની સાથે જ યુરોપિયન એન્જિનિયરિંગ, ઉચ્ચ સલામતી ધોરણો તથા શ્રેષ્ઠ ડ્રાઇવિંગ અનુભવની પોતાની પરંપરાને આગળ વધારે છે.

આ પ્રસંગે સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, “ સ્કોડા 130 વર્ષથી વધુ સમયથી ઉત્તમ એન્જિનિયરિંગ, સેફ્ટી, ગુણવત્તા અને ઇનોવેશનનું પ્રતીક છે. ભારતીય ગ્રાહકોનો સ્કોડા બ્રાન્ડ પ્રત્યેનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે, તે અમારા માટે ઉત્સાહની વાત છે. કાયલેક, કુશાક, સ્લાવિયા અને પ્રીમિયમ કોડિયાક જેવા જુદા જુદા મોડલ્સ દ્વારા અમે વિવિધ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષી શકીએ છીએ, સાથે જ સ્કોડાના મૂળભૂત મૂલ્યોને જાળવી રાખીએ છીએ. સ્ટેલર જેવા ડીલર પાર્ટનર્સ પર પણ અમને ગર્વ છે, જે દરેક ગ્રાહકના વાહન ખરીદીના અનુભવને યાદગાર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.”

જ્યારે સ્ટેલર સ્કોડાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અભિમન્યુ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “ગ્રાહક જ કેન્દ્રમાં રહે તે સ્ટેલરનો હંમેશાથી મુખ્ય અભિગમ છે.  દરેક ગ્રાહક પાસે અનેક વિકલ્પો હોય છે, છતાં તેઓ સ્કોડા બ્રાન્ડ અને સ્ટેલર બન્ને પર વિશ્વાસ મૂકે છે, તે બદલ અમે ખૂબ જ આભારી છીએ. ગુજરાતભરમાં કરાયેલી આજની ઉજવણી એ જ વિશ્વાસ પ્રત્યે અમારો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પ્રયત્ન છે. અમારા માટે વાહનની ડિલિવરી માત્ર એક વેપાર નથી, પરંતુ લાંબા ગાળાના સંબંધની શરૂઆત છે. દરેક ગ્રાહકને કારના માલિક બનવાનો ઉત્તમ અનુભવ મળે તે માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ.”

રથયાત્રાના આ શુભ પર્વનું સમાપન ગ્રાહકો દ્વારા પોતાની નવી સ્કોડા કાર તેમના ઘરે લઇ જવા સાથે થયું અને ગુજરાતભરમાં અનેક નવી સફરોની યાદગાર શરૂઆત થઈ.

== સમાપ્ત ==

Related posts

“નઝર હટી, દુર્ઘટના ઘટી”: યુવાનોને ઑનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે માતાપિતા માટે માર્ગદર્શિકા

amdavadpost_editor

ચિરહરિત લિમિટેડે ₹31.07 કરોડનું IPO BSE SME પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું

amdavadpost_editor

દુબઈ પ્રવાસને 2025માં 19.59 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સાથે સતત ત્રીજા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, વર્ષ-દર-વર્ષ 5% વૃદ્ધિ.

amdavadpost_editor

Leave a Comment