Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી વીરભદ્ર નંદગિરિ મહારાજ મામાં સરકારના દિવ્ય આશીર્વાદથી આયોજિત “અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત ભાવિકો બિંદુ સરોવર તીર્થની પવિત્ર યાત્રા પર ગયા.

આ પાવન યાત્રા દરમિયાન પૂજ્ય મામાં સરકારે બિંદુ સરોવરનું પવિત્ર જળ વૈદિક વિધિથી પાત્રમાં ગ્રહણ કર્યું, જે સનાતન ધર્મની અખંડ ગુરુ-શિષ્ય પરંપરા અને આધ્યાત્મિક સંકલ્પનું દિવ્ય પ્રતિક માનવામાં આવે છે. આ પવિત્ર જળ ગુજરાતના દિવ્ય શિવલિંગોમાં અર્પિત કરવામાં આવશે. ત્યારબાદ ભાવિકોને માં અંબાજીના દિવ્ય દર્શન માટે અંબાજી લઈ જવામાં આવશે.

Related posts

ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડથી નવાજશે

amdavadpost_editor

જીવન વીમો લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરે છે, જેમાં તેના ફાયદા ક્યારેક પ્રસંગોપાત ચિંતાઓ કરતાં વધારે મહત્વપૂર્ણ અને લાભદાયક સાબિત થાય છે.

amdavadpost_editor

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

amdavadpost_editor

Leave a Comment