Amdavad Post
ગુજરાતમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

બોપલ સમર યોગ કેમ્પમાં જોવા મળ્યો કળાનો ત્રિવેણી સંગમ: 20 વર્ષની અવિરત સેવા બદલ ચીફ ટ્રેનર ડૉ.ઈલાબેન દોશી ‘નારી શક્તિ સન્માન’થી સન્માનિત

અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત બોપલ સમર યોગ કેમ્પના ત્રીજા દિવસે યોગ અને કળાનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં કેમ્પના મુખ્ય સૂત્રધાર અને છેલ્લા 20 વર્ષથી અવિરત સેવા આપતા જાણીતા ચીફ યોગ ટ્રેનર, ડેન્ટિસ્ટ તેમજ નેચરોથેરાપિસ્ટ ડૉ.ઈલાબેન દોશીને યંગ ઈન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન (YIRF) અને ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૬નું પ્રથમ ‘નારી શક્તિ સન્માન’ એનાયત કરવામાં આવ્યું હતું. સમાજની શ્રેષ્ઠ મહિલાઓને પ્રોત્સાહિત કરવાના આશયથી બંને સંસ્થાઓ દ્વારા વર્ષ 2026માં 100 અગ્રણી નારીરત્નોને સન્માનિત કરી તેમના જીવન પર વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું જે ભગીરથ લક્ષ્ય રખાયું છે, તેની ભવ્ય શરૂઆત ડૉ.ઈલાબેનના સન્માનથી થઈ છે; જેમણે પોતાના માર્ગદર્શન હેઠળ બોપલ, ઘુમા અને શિલાજ વિસ્તારમાં 150થી વધુ સફળ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે.

આ પ્રેરક પ્રસંગે સમર કેમ્પમાં ભાગ લઈ રહેલા 100થી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે YIRF અને ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તમામ બાળકોને નિઃશુલ્ક ડ્રોઈંગ કીટ આપવામાં આવી હતી અને સંસ્થાના મેમ્બર શ્રી રોહિતભાઈ ટુકડીયા દ્વારા તેમને ચિત્રકળાની ખાસ ટ્રેનિંગ અપાઈ હતી, જેનો બાળકોએ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ડૉ.આવા શુક્લા, ડૉ.આશિષ પાટીવાલા, શ્રીમતી શીતલ કોઈસા અને ‘વિજ્ઞાન દાદા’ શ્રી નગીનભાઈ પ્રજાપતિ જેવા અગ્રણી મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી ડૉ.ઈલાબેનની દીર્ઘકાલીન યોગ યાત્રાને બિરદાવી હતી અને બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા.

Related posts

કાઇલૈક (Kylaq): સ્કોડા ઓટો ઇન્ડિયાની આગામી તમામ ન્યૂ કોમ્પેક્ટ એસયુવી

amdavadpost_editor

સોની લાઈવ બે વાર એમી એવોર્ડ- નોમિની સિરીઝ પરથી બનાવવામાં આવેલી ભારતીય આવૃત્તિ મિલિયન ડોલર લિસ્ટિંગ પ્રસ્તુત કરવા માટે સુસજ્જ છે

amdavadpost_editor

લિનોવો CIO પ્લેબુક 2026 : ભારતમાં 99% એન્ટરપ્રાઇઝ AIમાં રોકાણ વધારશે, બજેટમાં 19% વૃદ્ધિની શક્યતા

amdavadpost_editor

Leave a Comment