Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ચુપા ચુપ્સે લૉન્ચ કરી ‘ક્રેઝી રાફ’ – એક લાંબી, વળાંકવાળી અને મજેદાર જેલી, જે સ્નેકિંગનો આનંદ ફરીથી જગાવશે

ઇન્ટરેક્ટિવ અને ફ્લેવરથી ભરપૂર કેન્ડીના અનુભવોની શોધમાં રહેતા કિશોરો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે

રાષ્ટ્રીય | ૧૩મી માર્ચ ૨૦૨૬ — પર્ફેટી વાન મેલે ગ્રૂપની કન્ફેક્શનરી બ્રાન્ડ ચુપા ચુપ્સે ‘ક્રેઝી રાફ’ના લૉન્ચ સાથે પ્લે ક્વૉશન્ટમાં વધારો કર્યો છે, જે એક લાંબી, વળાંકવાળી અને સેન્ટર-ફિલ્ડ જેલી છે, જે રોજિંદા સ્નેકિંગને એક મજેદાર ટ્વિસ્ટ આપે છે.₹20ની કિંમત ધરાવતીઆ 30 ગ્રામની જેલી ખાસ કરીને કિશોરો અને ટ્વીન્સ (9થી 12 વર્ષના બાળકો) માટે તૈયાર કરવામાં આવેલી એક આકર્ષક અને ઇન્ટરેક્ટિવ કેન્ડીનો અનુભવ પૂરો પાડે છે.

‘ક્રેઝી રાફ’ એક સરળ છતાં પ્રભાવશાળી સમજથી પ્રેરિત છે. આજના યુવા ગ્રાહકો ફ્લેવરથી પણ કંઇક વિશેષ શોધી રહ્યાં છે.તેઓ એવી કેન્ડી ઈચ્છે છે, જે દેખાવમાં આકર્ષક હોય, જેની સાથે ઇન્ટરેક્ટ કરવાની મજા આવે અને મિત્રો સાથે શૅર કરવાનો આનંદ મળે.તેઓ એવા સ્નેક્સ ઈચ્છે છે, જે જિજ્ઞાસા જગાડે અને રોજિંદી પળોમાં રમતિયાળ હોવાનો અહેસાસ કરાવે. તેની વધારે લાંબા વળાંકવાળી બનાવટ અને જિરાફથી પ્રેરિત ડિઝાઇનની સાથે, ‘ક્રેઝી રાફ’ એક સાદી ટ્રીટને લાક્ષણિક અને આકર્ષક અનુભવમાં પરિવર્તિત કરે છે.

આ પ્રોડક્ટ બે લાલ શેડમાં વાઇબ્રન્ટ સ્ટ્રોબેરી ફ્લેવરનું બાહ્ય આવરણ ધરાવે છે, જે વચ્ચે ભરવામાં આવેલા ક્રીમી વેનીલા ફિલિંગની આસપાસ વીંટળાયેલું છે.ખાટા અને મીઠા સ્વાદનો સમન્વય સ્વાદનો એક અલગ જ અનુભવ કરાવે છે, જ્યારે તેની વધારે લાંબી વળાંકવાળી બનાવટ તેને ખેંચવા, શૅર કરવા અને રમતિયાળ પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભલે બ્રેક દરમિયાન કે પછી મિત્રો સાથે સામાન્ય મુલાકાત વખતે તેનો આનંદ માણવામાં આવે, ‘ક્રેઝી રાફ’ ખાવાની ઈચ્છામાં સ્ફૂર્તિ અને ઉત્સાહનો ઉમેરો કરે છે.

નવા લૉન્ચ વિશે વાત કરતાં પર્ફેટી વાન મેલે ઈન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર શ્રી ગુંજન ખેતાને જણાવ્યું હતું કે, ‘‘ચુપા ચુપ્સ સર્જનાત્મકતા, આત્મ-અભિવ્યક્તિ અને આનંદનું પ્રતિક છે.‘ક્રેઝી રાફ’ સાથેઅમે એક એવું ફોર્મેટ રજૂ કરવા માંગતા હતા, જે આજના કિશોરો માટે નવું, ઇન્ટરેક્ટિવ અને રોમાંચક હોય.તે ફક્ત ફ્લેવર વિશે જ નથીપણ રોજિંદી પળોને રમતિયાળ અને લાક્ષણિક અનુભવોમાં પરિવર્તિત કરવા વિશે છે. તેની લાંબી વળાંકવાળી બનાવટ અને સેન્ટર ફિલિંગ આશ્ચર્ય અને શોધનું એક તત્વ ઉમેરે છે, જે જેલી સેગમેન્ટમાં વધારે ચર્ચા અને નવો ઉત્સાહ પેદા કરે છે.’’

જિરાફથી પ્રેરિત પૅકેજિંગ પ્રોડક્ટની લાક્ષણિકતામાં વધારો કરે છે, જે શેલ્ફ પર તરત જ અલગ તરી આવે છે. તેની આકર્ષક અને લાંબી ડિઝાઇન પ્રેરણાદાયી અનુભવોની બ્રાન્ડ ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે અને યુવા ગ્રાહકોને રોજિંદી ઘટમાળમાંથી મુક્તિ અને આનંદની નાની પળોને માણવા માટે પ્રોત્સાહિત કરે છે.

ભારતના કન્ફેક્શનરી લેન્ડસ્કેપમાં સતત પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે સ્વાદની સાથે મજાનો સમન્વય કરતાં ઇમર્સિવ સ્નેકિંગ ફોર્મેટની માંગ વધી રહી છે. ‘ક્રેઝી રાફ’ની સાથે, ચુપા ચુપ્સે યુવાનોનાકલ્ચર અને રમતિયાળ પ્રયોગો સાથે સુસંગત હોય તેવા કેન્ડીના નવીન અનુભવો પૂરાં પાડવાની તેની કટિબદ્ધતાને ફરીથી મજબૂત કરી છે. ‘ક્રેઝી રાફ’ ફેબ્રુઆરી 2026માં લૉન્ચ કરવામાં આવી હતી અને હવે તે સમગ્ર ભારતના રીટેઇલ સ્ટોર્સમાં પૅક દીઠ ₹20ની કિંમતે ઉપલબ્ધ છે.

Related posts

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

amdavadpost_editor

પરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

amdavadpost_editor

સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સે આંતરરાષ્ટ્રીય પદચિહ્ન વિસ્તાર કરતા પોતાની નવી શાખા ગિફ્ટ સિટી ખાતે ખોલી અને આંતરરાષ્ટ્રીય લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશનનું પ્રક્ષેપણ કર્યું છે.

amdavadpost_editor

Leave a Comment