Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે.

સુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મેઘાણીનું મંથન કરવું જોઈએ.

મેઘાણી સર્વધર્મા છે.

પચાસ વર્ષની ઉંમરમાં આવડું સર્જન અને પાંચસો વર્ષનું કામ કરી જવું એ મેઘાણીજીનો મોક્ષ છે.

જગતનું શોષણ ન થાય પણ પોષણ થાય એવી વાર્તા,વાત,નવલકથા, ઘટના બધું જ હરિકથા છે.હરિનો બહુ વ્યાપક અર્થ છે એવું આજે બગસરા ખાતે છઠ્ઠા દિવસની રામકથામાં બાપુએ જણાવ્યું.તુલસીદાસજી કહે છે કે પ્રાકૃત હોવા છતાં સમજદાર છે એને આજે પણ યાદ કરવા પડે છે,કારણ કે એ માત્ર સયાના નહીં પરમ સયાના છે એટલે તુલસી એને પ્રણામ કરે છે.

આજે લોકસાહિત્યનાં કાર્યક્રમની કોઈ રાત એવી નહીં હોય જેમાં કવિ દાદ,મેઘાણી અને કાગબાપુને યાદ ન કરાતાહોય.અહીંસયાના એટલે હોશિયાર નહીં,પણ સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે.

રવિશંકરમહારાજેકવિતાઓ લખી હોય એવું મારી જાણમાં નથી એમ કહેતા બાપુએ કહ્યું કે મંથન અઘરું છે,મંચન સહેલું છે.પુરાણમાંસમુદ્રમંથનદાનવો અને દેવોએકર્યું.મેઘાણીનું મંથન કોઈ સાધુએ કરવું જોઈએ.જેસુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મંથન કરવું જોઈએ.

સર્જનની વ્યાપકતા સીમિત ન કરીએ.કવિતા લખીને કે ગાઇને જ ગુણગાન ગવાય એવું નથી.મેઘાણીજીલખે છે:

સુર-અસુરનાં આ નવયુગી ઉદધિ વલોણે,

શી છે ગતાગમ રત્નોનાં કામી જનોને;

ઝટ જાઓ રે બાપુ! સાગર પીનારા,

અંજલિ નવ ઢોળજો બાપુ!

આજે બધાને મેઘાણી માટે કંઈકને કંઈક કહેવું છે. એક દાદુભાઇ ગઢવી નામના કોઈ કવિએ લખીને મોકલ્યું કે:

પાળિયા આંસુ પાડતા,ધરતી ભીંજાણી;

દુખાણી કલમ દાદ ‘કે તે’દી મરતાં મેઘાણી.

બધાએ પોત-પોતાના ચશ્માંથીમેઘાણીનેનિરખ્યા છે મેઘાણીભાઈનો ધર્મ,અર્થ,કામ અને મોક્ષ કયો?આમ તો મહાભારતમાં એનો જવાબ છે.પણડેટ્રોઇટ અમેરિકામાં ગવાયેલીરામકથા-જેનું સંપાદન નીતિનવડગામાએ કર્યું-એમાં અચાનક જ એનો જવાબ મળ્યો છે.જેમાં ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે કે તમામ વર્ણનો ધર્મ કયો?એ જ ધર્મ મેઘાણીનો છે. મેઘાણીસર્વધર્મા છે.

ભીષ્મ દાદા નવ લક્ષણો બતાવતા એક શ્લોક કહે છે એ ટાંકીને બાપુએ કહ્યું કે આના પરથી મેઘાણીનું મૂલ્યાંકન કરો.

ભીષ્મ દાદા કહે છે:

અક્રોધ,સત્ય વચન, સમવિભાગ (વિનોબાજીએ સૌથી વધુ એનું પાલન કર્યું),ક્ષમા,આંતર-બાહ્ય પવિત્રતા, પોતાની પત્ની દ્વારા જ પ્રજોત્પતી, અદ્રોહ,સરળતા, આશ્રિતનુંજિંદગીભરનું પોષણ-આ સર્વને ધર્મ કહેવાયો છે,જે મેઘાણીમાં પણ દેખાય છે.

મેઘાણીનો અર્થ કયો?સમાજને પોતાનાં સાહિત્યનાં સાચા અર્થો બતાવવા એ એનો અર્થ છે.મેઘાણીનું કામ(અહીં કર્મ-કાર્યક્ષેત્ર)-પચાસ વર્ષની ઉંમરમાં આવડું સર્જન અને ૫૦૦ વર્ષનું કામ કરી જવું એ એનો મોક્ષ છે.

શિવ ચરિત્રનું ગાન કરતા કહેવાયું કે ૮૭૦૦૦ વરસ પછી શિવની સમાધિ છૂટે છે.શિવસતીને સન્મુખ આસન આપીને અલગ-અલગ પ્રકારની આનંદદાયક કથાઓ કહે છે.એ જ વખતે દક્ષ પ્રજાપતિનાં યજ્ઞમાં જવા માટે અનેક દેવતાઓના વિમાનો કૈલાશ પરથી પસાર થાય છે.સતિને પણ પોતાના પિતાએ આમંત્રણ ન આપ્યું હોવા છતાં યજ્ઞમાં જવાનું ઈચ્છા થાય છે.યજ્ઞમાં જવાની હઠ પકડે છે.શિવ એને સમજાવે છે.સતી ન માનતા અંતે ગણોની સાથે શિવ સતીને વિદાય આપે છે.દક્ષનાં યજ્ઞમાં શિવ,બ્રહ્મા અને વિષ્ણુનું સ્થાન અને એનો ભાગ ન જોતાં સતી કોપાઈમાન થાય છે.અપમાન સહન ન થતાં યજ્ઞનો વિધ્વંશ કરીને પોતે પણ એમાં કૂદીને જાનની આહુતિ આપે છે.શિવના ગણો યજ્ઞનો વિધ્વંશ કરીને હાહાકાર મચાવેછે.શિવસતીનામૃતદેહને લઈને બ્રહ્માંડમાં ફરે છે.એ પછી ઈશ્વર એને બીજા લગ્ન માટે સમજાવે છે.

સતીનો જન્મ હિમાચલને ત્યાં થાય છે.એ અતિશય કઠોર તપ કરે છે અને જેને કારણે એને શિવ જેવો વર ફરી પ્રાપ્ત થાય એવી ઈચ્છાઓ છે.

Box

આનંદ પ્રાપ્તિનાં ત્રણ પ્રયોગો:

આજે દાંડી દિવસ તેમજ ગુણવંતશાહનો જન્મદિવસ પણ છે.આનંદનીપ્રાપ્તિના ત્રણ પ્રયોગો કરવા જોઈએ.બાપુ કહે જો આ કરશો તો સદાયઆનંદમાં જ રહેશો.

૧-જરૂરિયાતથી વધારે ઈશ્વરે આપ્યું હોય એને વહેંચો.

૨-કોઈની નિંદા,ઈર્ષા અને દ્વેષ ના કરો.

૩-ઇષ્ટદેવનું સ્મરણ કરો.

Related posts

ઓરેન્ડા મહાકુંભ 2.0 એ અમદાવાદમાં સહયોગ આધારિત નેટવર્કિંગના નવા યુગની શરૂઆત કરી

amdavadpost_editor

દુબઇ સમર સરપ્રાઈઝ લાવે છે સેંકડો ‘કિડ્સ ગો ફ્રી’ ઑફર્સ પરિવારો માટે પોકેટ-ફ્રેન્ડલી ફન

amdavadpost_editor

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: પાવર કપલ હરમીત દેસાઈ, ક્રિત્વિકા સિંહા રૉય એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી

amdavadpost_editor

Leave a Comment