Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર ‘Obeda®’ (ટેબ્લેટ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

હૈદરાબાદ, ભારત | ૨૦ મે ૨૦૨૬ | વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની ડૉ રેડ્ડીઝ લેબોરેટરી લિમીટેડ (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY; તેની પેટાકંપનીઓ સાથે “ડૉ રેડ્ડીઝ” તરીકે સંદર્ભિત)એ આજે પોતાની ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ટાઇપ 2 ડાયાબિટીઝ મેલીટસ માટે હોવાનો નિર્દેશ કરે છે. ડૉ. રેડ્ડીઝનીઓરલસેમાગ્લુટાઇડ ભારતમાં Obeda®બ્રાન્ડ નામ હેટળ ટેબ્લેટ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ લોન્ચ ડૉ. રેડ્ડીઝના તાજેતરના જિનેરિક સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનને ભારત અને કેનેડામાં કરાયેલા લોન્ચીંગના  અનુસરે છે, જે કંપનીની GLP-1 થેરાપીમાં સંપૂર્ણ હિસ્સાના ખેલાડી તરીકે કંપનીની સ્થિતિને પ્રસ્થાપિત કરે છે.

ICMR‑INDIABના અભ્યાસ અનુસાર ભારતીયો વિશ્વમાં સૌથી મોટો ડાયાબિટીઝ બોજ ધરાવે છે જેમાં 101 મિલીયન પુખ્તો આ સ્થિતિમાં જીવે છે અને 11.4% હાજરી ધરાવે છે. 136 મિલીયન વ્યક્તિઓ પહેલેથી જ ડાયાબિટીઝ ધરાવે છે અને 40% પુખ્તો યકૃત સ્થૂળતા ધરાવે છે તે ચેતવણીજનક છે, જે તેમને પ્રગતિ[1]ના ઊંચા સ્તરે મુકે છે.અસંખ્ય સારવાર વિકલ્પો હોવા છતાં પણ બિનઅંકુશિત ટાઇપ 2 ડાયાબિટીઝ એક નોંધપાત્ર પડકાર રહ્યો છે. ઓરલ સેમાગ્લુટાઇડ, ગ્લુકોગન જેવા પેપ્ટાઇડ-1 રીસેપ્ટર એગોનિસ્ટ (GLP-1 RA), ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ગ્લાયકેમિક નિયંત્રણ સુધારવા માટે આહાર અને કસરતના પૂરક તરીકે સૂચવવામાં આવે છે. તે અનુકૂળ અને સાનુકૂળ વિકલ્પ પ્રદાન કરી શકે છે જે વહેલા સારવાર શરૂ કરવામાં મદદ કરી શકે છે, પાલનમાં સુધારો કરી શકે છે અને લાંબા ગાળાની ગૂંચવણો[2]નું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ડૉ. રેડ્ડીઝનીObeda® (સેમાગ્લુટાઇડ ટેબ્લેટ્સ)નું ફોર્મ્યુલેશન સેમાગ્લુટાઇડ એક્ટીવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડીયન્ટ (API)ના મૂળ તત્વ એવા રિકોમ્બીનન્ટ DNA(rDNA)નો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. ડૉ. રેડ્ડીઝએ પોતાની ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલરની મંજૂરી ભારતમાં હાથ ધરવામાં આવેલા ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ ધરાવતા 288 સહભાગીઓની નોંધણી કરતા તબક્કા III ક્લિનિકલ અભ્યાસની સમીક્ષા બાદCDSCOપાસેથી મેળવી હતી, જેણે નવીન ઓરલદવાની તુલનામાં બિન-હલકી ગુણવત્તા અને સલામતી પ્રોફાઇલ દર્શાવી હતી. ભોજન પહેલા અને ભોજન પછીના પ્લાઝ્મા ગ્લુકોઝ, વજન ઘટાડા અને એકંદર ગ્લાયકેમિક નિયંત્રણ માટે સમાન પરિણામો જોવા મળ્યા હતા, જે 12 અને 24 અઠવાડિયામાં 7%થી નીચે HbA1c સ્તર પ્રાપ્ત કરનારા સહભાગીઓના પ્રમાણ દ્વારા માપવામાં આવ્યા હતા. વધુમાં કોઇ પણ એન્ટી-ડ્રગ એન્ટીબોડીઝ હોવાનું માલૂમ પડ્યું ન હતું અને ઇમ્યુનોજેનીસિટી પ્રોફાઇલ નવીન દવા[3] સાથે તુલનાત્મક હતો.

ડૉ. રેડ્ડીઝObeda® (સેમાગ્લુટાઇડ ટેબ્લેટ્સ) 3 mg, 7 mg અને 14 mg સ્ટ્રેન્થમાં ઉપલબ્ધ છે અને દિવસમાં એક વખત ઓરલ વપરાશ માટેની ભલામણ કરવામાં આવે છે. તેની કિંમત પ્રતિ ટેબ્લેટ રૂ. 99, રૂ. 135, અને રૂ.225 ભાવ અનુક્રમે 3 mg, 7 mg, અને 14 mg ડોઝીઝના છે.

ડૉ. રેડ્ડીઝના ગ્લોબલ જિનેરિક્સના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર એમ.વી. રમાનાએ જણાવ્યું હતું કે: “ડાયાબિટીઝના દર્દીઓ માટે અમારા ઓરલ સેમાગ્લુટાઇડનું લોન્ચ એડવાન્સ્ડ ડાયાબિટીઝ સંભાળમાં વસ્તૃત ઍક્સેસ માટેની અમારી મુસાફરીમાં એક અગત્યનું પગલું દર્શાવે છે. અમે તે ઓળખીએ છીએ કે પ્રત્યેક દર્દીની ડાયાબિટીઝ સાથેની મુસાફરી અલગ છે અને સારવારની પસંદગીએ તે વૈવિધ્યતાનું પ્રતિબિંબ પાડવું આવશ્યક છે. આ લોન્ચ સાથે અને અમારા GLP-1 પોર્ટફોલિયોને વધુ પસંદગીઓ અને સાનુકૂળતા સાથે વિસ્તૃત કરીએ છીએ. આ પ્રોડક્ટને ઇન-હાઉસ વિકસાવવામાં અને ફોર્મ્યુલેટ કરવામાં આવી છે ત્યારે અમે ભારતમાં દર્દીઓ સાથે વિશ્વસનીય સપ્લાય અને સતત ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છીએ. જેમ જેમ અમે એક વ્યાપક GLP-1 પોર્ટફોલિયો બનાવવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ અમે ભારત અને તેનાથી આગળના ક્રોનિક મેટાબોલિક રોગોથી પીડાતા લોકો માટે નવીનતા, ઉચ્ચ-ગુણવત્તા અને પોષણક્ષમતા, અર્થપૂર્ણ સારવાર વિકલ્પો અને વધુ સારા લાંબા ગાળાના પરિણામો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

ડૉ. રેડ્ડીઝ ઓબેડા® (સેમાગ્લુટાઇડ ગોળીઓ) એક પ્રિસ્ક્રિપ્શન-આધારિત દવા છે. દર્દીઓને વધુ વિગતો માટે તેમના ડોકટરોની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.

Related posts

ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન

amdavadpost_editor

GEએરોસ્પેસના Genxengineએ સાઉથ એશિયન એરલાઇન્સ સાથે 2 મિલીયન ફ્લાઇટ કલાકોની ઉડાન સિદ્ધિ પૂર્ણ કરી

amdavadpost_editor

ટાટા મોટર્સે CSR પહેલોને વધુ મજબૂત બનાવતાં ફાઈનાન્સિયલ વર્ષ 2025 સુધીમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં બદલાવ આવ્યો

amdavadpost_editor

Leave a Comment