Amdavad Post
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રીમી ટેક્નોલોજીએ લોન્ચ કર્યું ‘ડ્રીમી D30 અલ્ટ્રા રોબોટ વેક્યૂમ’, હવે ઘરની સફાઈ થશે સાચા અર્થમાં હેન્ડ્સ-ફ્રી!

નવી દિલ્હી, ભારત | ૨૭મી જુલાઈ ૨૦૨૬ | સ્માર્ટ હોમ ઇનોવેશન ક્ષેત્રે વૈશ્વિક લીડર ડ્રીમી ટેક્નોલોજીએ (Dreame Technology) આજે ભારતીય બજારમાં તેનું ક્રાંતિકારી ‘ડ્રીમી D30 અલ્ટ્રા રોબોટ વેક્યૂમ’ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. પાવરફુલ 25,000Pa સક્શન, ઇન્ટેલિજન્ટ MopExtend™ ટેક્નોલોજી અને AceClean DryBoard™ ઓટો-ક્લીનિંગ વૉશબોર્ડ ધરાવતા આ ફુલ્લી ઓટોમેટેડ મેન્ટેનન્સ સ્ટેશન સાથે, ડ્રીમી D30 અલ્ટ્રાએ હોમ ક્લીનિંગની દુનિયામાં એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ પ્રીમિયમ રોબોટ વેક્યૂમ એમેઝોન પર રૂ. 52,999 ની ખાસ કિંમતે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 1 ઓગસ્ટથી તે ડ્રીમી ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ, ક્રોમા અને દેશના પસંદગીના અગ્રણી રિટેલ સ્ટોર્સ પર પણ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

લોન્ચિંગ પ્રસંગે ડ્રીમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ શર્માએ જણાવ્યું હતું કે, “આજે ભારતીય પરિવારો સ્માર્ટ લિવિંગ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે, ત્યારે ઘરના એવા ઉપકરણોની માંગ વધી છે જે ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને સફાઈના કામને સાવ સરળ અને હેન્ડ્સ-ફ્રી બનાવી દે. ડ્રીમી D30 અલ્ટ્રાને આ આધુનિક બદલાવને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે પાવરફુલ પર્ફોર્મન્સ અને સ્માર્ટ ઓટોમેશનનું અદભુત મિશ્રણ છે, જેથી વપરાશકર્તાઓ ઘરના રોજિંદા કામોમાંથી મુક્ત થઈને પોતાનો કિંમતી સમય પરિવાર સાથે વિતાવી શકે. ભારતીય ઘરોને અનુરૂપ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થયેલું આ ડિવાઇસ, એડવાન્સ હોમ કેર ટેક્નોલોજીને વધુ સુલભ અને વ્યવહારુ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

ડ્રીમી D30 અલ્ટ્રા: પ્રોડક્ટની મુખ્ય વિશેષતાઓ

રોજિંદી સફાઈના પડકારોને પહોંચી વળવા માટે ખાસ ડિઝાઇન કરાયેલું ડ્રીમી D30 અલ્ટ્રા ફ્લોરના પ્રકાર ટાઇલ્સ, વુડન કે કાર્પેટ મુજબ આપમેળે એડજસ્ટ થઈ જાય છે. તે ઘરના મુશ્કેલ ખૂણાઓ અને કિનારીઓ સુધી પહોંચે છે, પોતું કરતી વખતે કાર્પેટને બિલકુલ ભીની થવા દેતું નથી અને કચરો એકઠો કરવાથી લઈને મોપ ધોવા, સૂકવવા અને વૉશબોર્ડ સેલ્ફ-ક્લીનિંગ સુધીનું તમામ મેન્ટેનન્સ ઓટોમેટિક કરે છે. કોઈ પણ પ્રકારની મેન્યુઅલ મહેનત વગર નેક્સ્ટ-જેન ક્લીનિંગ આપતું આ ડિવાઇસ સ્માર્ટ અને પ્રીમિયમ લાઈફસ્ટાઈલ ઈચ્છતા ગ્રાહકો માટે બેસ્ટ સોલ્યુશન છે.

મહત્ત્વના ફીચર્સ પર એક નજર:

  • 75 દિવસ સુધી હેન્ડ્સ-ફ્રી ડસ્ટ કલેક્શન: આ વેક્યૂમ 2L ની વિશાળ ડસ્ટ બેગ સાથેના ફુલ્લી ઓટોમેટિક બેઝ સ્ટેશન સાથે આવે છે, જે તમને 75 દિવસ સુધી કચરો સાફ કરવાની ચિંતામાંથી મુક્તિ આપે છે. તે મોપ ધોવા-સૂકવવા, પાણી રીફિલ કરવા અને એક્સેસરીઝના વપરાશ પર નજર રાખવા જેવા કામ જાતે જ કરે છે.
  • સુપર પાવરફુલ 25,000Pa Vormax™ સક્શન: ડ્રીમીની અદ્યતન Vormax™ ટેક્નોલોજીથી સજ્જ આ રોબોટ 25,000Pa ના સક્શન પાવર સાથે હાર્ડ ફ્લોર અને કાર્પેટ પરથી ઝીણી ધૂળ, કચરો અને પાલતુ પ્રાણીઓના વાળને સરળતાથી ખેંચી લે છે. યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ 5 અલગ-અલગ સક્શન લેવલ પસંદ કરી શકે છે.
  • MopExtend™ ટેક્નોલોજી – સફાઈ હવે નવા અંદાજમાં: કિનારી ઓળખવાની ક્ષમતા સાથે, આ મોપ આપમેળે બહાર નીકળીને ઘરના ખૂણા, સ્કર્ટિંગ બોર્ડ અને 4 સેમી (57 ઇંચ) સુધીની મુશ્કેલ જગ્યાઓ પર આબેહૂબ સફાઈ કરે છે, જેથી તમારે પાછળથી હાથથી સફાઈ કરવી પડતી નથી.
  • 5mm સ્માર્ટ મોપ લિફ્ટ ટેક્નોલોજી: હાર્ડ ફ્લોર પરથી કાર્પેટ પર જતાની સાથે જ ડ્રીમી D30 અલ્ટ્રા તેના મોપ પેડ્સને આપમેળે 10.5mm સુધી ઉપર ઉઠાવી લે છે, જેથી કિંમતી કાર્પેટ સૂકી અને સુરક્ષિત રહે છે. તેમાં કાર્પેટ ક્લીનિંગ માટેના મલ્ટિપલ સ્માર્ટ મોડ્સ પણ આપેલા છે.
  • Smart Pathfinder™ નેવિગેશન અને લેઝર સેન્સર્સ: Smart Pathfinder™ નેવિગેશન અને સિંગલ-લાઇન લેઝર ટેક્નોલોજીની મદદથી આ રોબોટ આખા ઘરનો સચોટ નકશો તૈયાર કરે છે અને ફર્નિચર કે અન્ય નડતરોને ઓળખીને સ્માર્ટલી પોતાનો રસ્તો જાતે બનાવી લે છે.
  • એસક્લીન ડ્રાયબોર્ડ™ ઓટો-ક્લીનિંગ: આ વેક્યૂમમાં 20 પ્રિસિઝન સ્પ્રે નોઝલ સાથેનું એસક્લીન ડ્રાયબોર્ડ™ આપેલું છે, જે વૉશબોર્ડ પર સમાન રીતે પાણીનો છંટકાવ કરીને મોપને એકદમ ચોખ્ખું ધોઈ નાખે છે. આ ટેક્નોલોજી કચરો જામવા દેતી નથી અને મેન્ટેનન્સ સાવ સરળ બનાવે છે.
  • ટેંગલ ફ્રી સફાઈ માટે ટ્રાયકટ બ્રશ: આ રોબોટ વૈકલ્પિક TriCut Brush (અલગથી વેચાતું) ને સપોર્ટ કરે છે, જે બ્રશમાં ભરાતા લાંબા વાળ કે પેટ-હેરને ઓટોમેટિકલી કટ કરીને કલેક્ટ કરી લે છે. વારંવાર બ્રશ સાફ કરવાની ઝંઝટમાંથી આ કાયમી મુક્તિ આપે છે.
  • પેટ-ફ્રેન્ડલી ફીચર્સ અને સ્માર્ટ એપ કંટ્રોલ: ડ્રીમીહોમ (Dreamehome) એપ દ્વારા યુઝર્સ ગમે ત્યાંથી આખા ઘરનું રૂમ ઝોનિંગ, ક્લીનિંગ શિડ્યુઅલ અને વર્ચ્યુઅલ બાઉન્ડ્રીઝ સેટ કરી શકે છે. ખાસ કરીને પાલતુ પ્રાણીઓ ધરાવતા ઘરો માટે તેમાં સ્પેશિયલ ‘પેટ ક્લીનિંગ સ્ટ્રેટેજી’ આપવામાં આવી છે.
  • ઝડપી ચાર્જિંગ સાથે 5200mAh બેટરી: મોટી 5200mAh ની બેટરીના કારણે આ રોબોટ મોટા ઘરોમાં પણ લાંબો સમય સુધી નોન-સ્ટોપ ક્લીનિંગ કરે છે અને 30% ફાસ્ટ ચાર્જિંગ ફીચરના લીધે તે ખૂબ જ ઝડપથી ફરી કામ કરવા તૈયાર થઈ જાય છે.

ડ્રીમી D30 અલ્ટ્રા 1 વર્ષની વોરંટી સાથે આવે છે. ગ્રાહકોની સુવિધા માટે ડ્રીમી પાસે ભારતના 160 થી વધુ શહેરોમાં ફેલાયેલું મજબૂત આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્ક છે. આ ઉપરાંત, કંપની પાત્ર લોકેશન્સ પર ફ્રી પિક-અપ એન્ડ ડ્રોપ આસિસ્ટન્સ અને પ્રોફેશનલ ઇન્સ્ટોલેશન સપોર્ટ પણ પૂરો પાડે છે.

નવા D30 અલ્ટ્રાના લોન્ચિંગ સાથે, ડ્રીમી ટેક્નોલોજીએ ભારતમાં તેના પ્રીમિયમ સ્માર્ટ હોમ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો છે. આ પ્રોડક્ટ મોડર્ન ઇનોવેશન અને આકર્ષક ડિઝાઇનનું અદભુત પ્રતીક છે, જે તમારા રોજિંદા જીવનને આરામદાયક અને હાઇટેક બનાવશે.

== સમાપ્ત ==

Related posts

૨૨ વર્ષની સંગઠન સેવા બાદ અમરનાથ સોનીને સર્વોચ્ચ જવાબદારી નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઔપચારિક જાહેરાત

amdavadpost_editor

મેરિકો પેરાશૂટ એડવાન્સ્ડ પ્રોટીન શેમ્પૂ સાથે હેર-ક્લીન્ઝિંગ સેગમેન્ટમાં પ્રવેશ પ્રવેશ કર્યો, તેની નવીનતા-આધારિત વૃદ્ધિ વ્યૂહરચનાને મજબૂત બની

amdavadpost_editor

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

amdavadpost_editor

Leave a Comment