Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મિશેલિન ગાઇડ દુબઈની પાંચમી આવૃત્તિમાં ટ્રેસિન્ડ સ્ટુડિયો અને બ્યોર્ન ફ્રાન્ટઝેને ત્રણ મિશેલિન સ્ટાર જાળવી રાખ્યા

ઓર્ફાલી બ્રોસને વૈશ્વિક સ્તરે બે મિશેલિન સ્ટાર ધરાવતા પ્રથમ મધ્ય-પૂર્વીય રેસ્ટોરન્ટ તરીકે માન્યતા 

  • આ વર્ષની આવૃત્તિમાં 38 ભોજનશૈલીઓના 122 રેસ્ટોરન્ટનો સમાવેશ; 2022માં શરૂઆત બાદ પસંદગી લગભગ બમણી થઈ
  • ટ્રેસિન્ડ સ્ટુડિયો અને FZN બાય બ્યોર્ન ફ્રાન્ટઝેને પોતાના ત્રણ મિશેલિન સ્ટાર જાળવી રાખ્યા
  • ઓર્ફાલી બ્રોસ આગળ વધીને બે મિશેલિન સ્ટાર સુધી પહોંચ્યું અને વૈશ્વિક સ્તરે બે મિશેલિન સ્ટાર ધરાવતું પ્રથમ મધ્ય-પૂર્વીય રેસ્ટોરન્ટ બન્યું
  • બર્ચ અને કિગોએ એક મિશેલિન સ્ટાર સાથે પસંદગીમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું
  • મિડલ ચાઇલ્ડ, એસ.ઈ.એ. બિસ્ટ્રો, થ્રી બ્રોસ અને યુબી દુબઈને બિબ ગૌરમાં પસંદગીમાં ઉમેરવામાં આવ્યા
  • દુબઈનાં મિશેલિન-સ્ટાર અને બિબ ગૌરમાં રેસ્ટોરન્ટ શહેરના રાંધણ સમુદાયની ઊંડાઈ, વૈવિધ્ય અને મહત્વાકાંક્ષાને સતત પ્રતિબિંબિત કરે છે 

ભારત | ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ | મિશેલિને તાજેતરમાં ત્રણ મિશેલિન કી મેળવનાર દુબઈની એટલાન્ટિસ ધ રોયલ હોટેલ ખાતે યોજાયેલા સમારોહમાં પોતાની વાર્ષિક મિશેલિન ગાઇડ દુબઈની પાંચમી આવૃત્તિ જાહેર કરી, જેમાં ટ્રેસિન્ડ સ્ટુડિયો અને FZN બાય બ્યોર્ન ફ્રાન્ટઝેન બંનેએ ત્રણ મિશેલિન સ્ટાર જાળવી રાખ્યા.

શહેરનાં અગ્રણી ભોજન સ્થળો અને પ્રતિભાઓને રજૂ કરવા સમર્પિત આ વર્ષની મિશેલિન ગાઇડ દુબઈમાં કુલ 122 રેસ્ટોરન્ટનો સમાવેશ થયો છે. 2022માં ગાઇડની પ્રથમ આવૃત્તિમાં 69 રેસ્ટોરન્ટને માન્યતા મળી હતી, તેની સરખામણીએ આ 77%નો વધારો દર્શાવે છે. પોતાની ઓળખ ગુપ્ત રાખવાના શપથ લેનારા મિશેલિનના નિરીક્ષકોએ આ પરિણામો નક્કી કર્યાં છે, અને પસંદ થયેલાં રેસ્ટોરન્ટની સંખ્યામાં થયેલો આ વધારો દુબઈના ઝડપથી વિકસતા અને વૈવિધ્યસભર રાંધણ ક્ષેત્રનું પ્રતિબિંબ છે.

મિશેલિન ગાઇડ દુબઈ 2026ની પસંદગી એક નજરે:

  • ત્રણ મિશેલિન સ્ટાર ધરાવતાં 2 રેસ્ટોરન્ટ
  • બે મિશેલિન સ્ટાર ધરાવતાં 4 રેસ્ટોરન્ટ (1ને બઢતી)
  • એક મિશેલિન સ્ટાર ધરાવતાં 14 રેસ્ટોરન્ટ (2 નવાં)
  • 22 બિબ ગૌરમાં રેસ્ટોરન્ટ (4 નવાં)
  • મિશેલિન દ્વારા પસંદ કરાયેલાં 80 રેસ્ટોરન્ટ (13 નવાં)

(રેસ્ટોરન્ટની યાદી નીચે જુઓ.)

38 પ્રકારની ભોજનશૈલીઓમાં ફેલાયેલાં, મિશેલિન ગાઇડ દુબઈ 2026માં સ્થાન પામેલાં 122 રેસ્ટોરન્ટ દુબઈના રાંધણ પરિદૃશ્યનો વ્યાપ અને તેનું આગવું સ્વરૂપ દર્શાવે છે — આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ફાઇન-ડાઇનિંગ રેસ્ટોરન્ટ અને મહત્વાકાંક્ષી સ્થાનિક કોન્સેપ્ટ્સથી લઈને પડોશનાં રેસ્ટોરન્ટ અને સૌને પરવડે તેવાં ભોજનાલયો સુધી. સાથે મળીને તેઓ વિવિધ સ્વાદ, પ્રસંગો અને બજેટ માટે અનુભવો પૂરા પાડે છે, અને સાથે જ દુબઈના પ્રવાસન અને આર્થિક તંત્રમાં ખાનપાન ક્ષેત્રની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. મિશેલિન ગાઇડ રાંધણ શ્રેષ્ઠતા માટે એક મહત્વપૂર્ણ માપદંડ પૂરો પાડે છે, જે સમય સાથે ઘડાયેલી એવી ભોજન સંસ્કૃતિની તાકાત દર્શાવે છે, જેને તેનું સર્જન કરનારા, તેમાં રોકાણ કરનારા અને તેને પ્રોત્સાહન આપનારા લોકોએ ઊભી કરી છે.

દુબઈ ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમી એન્ડ ટૂરિઝમ (વિઝિટ દુબઈ)ના ભાગરૂપ દુબઈ કોર્પોરેશન ફોર ટૂરિઝમ એન્ડ કોમર્સ માર્કેટિંગના સીઈઓ મહામહિમ ઇસામ કાઝિમે જણાવ્યું હતું કે, “મિશેલિન ગાઇડ દુબઈની પાંચમી આવૃત્તિ વૈશ્વિક રાંધણ સ્થળ તરીકે અમારા શહેરની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. 2022માં જ્યારે પ્રથમ આવૃત્તિ આવી, ત્યારે અમારી મહત્વાકાંક્ષા સ્પષ્ટ હતી: અમારા રાંધણ ક્ષેત્રની અસાધારણ ઊંડાઈ, વૈવિધ્ય અને ગુણવત્તાને તે જે વૈશ્વિક માન્યતાને પાત્ર છે તે અપાવવી, અને સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે આદરણીય એવા માપદંડને આવકારવો, જે અમારા ઉદ્યોગને સતત ધોરણો ઊંચાં લઈ જવાનો પડકાર આપે.”

“ત્યારથી દુબઈએ વિશ્વનાં મહાન રાંધણ શહેરોમાં મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે. અહીંનું ભોજન પરિદૃશ્ય અસાધારણ સ્થાનિક કોન્સેપ્ટ્સ અને સ્થાનિક પ્રતિભાઓ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શેફ અને રેસ્ટોરન્ટ, તેમજ લગભગ 200 રાષ્ટ્રીયતાના લોકો વસે છે એવા શહેરે ઘડેલી અધિકૃત ભોજનશૈલીઓ સુધી વિસ્તરેલું છે. ભોજનશૈલીઓ, શ્રેણીઓ અને કિંમતના સ્તરો પર મિશેલિન ગાઇડ દ્વારા માન્યતા પામેલાં રેસ્ટોરન્ટનો આ વ્યાપ એ બાબત દર્શાવે છે, જે દુબઈને હંમેશાં વિશિષ્ટ બનાવતી આવી છે: અહીં શ્રેષ્ઠતા કોઈ એક શૈલી કે અનુભવ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી.”

“આ વર્ષનાં પરિણામો ખાસ કરીને ઉત્સાહજનક છે, કારણ કે તે સ્થિરતા અને ગતિ બંને દર્શાવે છે. દુબઈનાં ત્રણ મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટે પોતાનાં સન્માન જાળવી રાખ્યાં છે, અને બે મિશેલિન સ્ટાર, એક મિશેલિન સ્ટાર તથા બિબ ગૌરમાં પસંદગીઓમાં નવાં નામો જોડાયાં છે, જે દર્શાવે છે કે સમગ્ર ઉદ્યોગમાં શ્રેષ્ઠતા કેવી રીતે સતત ઘડાઈ રહી છે. સ્થાપિત રેસ્ટોરન્ટ અસાધારણ ધોરણો જાળવી રહ્યાં છે, જ્યારે નવા અને સ્થાનિક કોન્સેપ્ટ્સ સતત ઊભરી રહ્યા છે, વિકસી રહ્યા છે અને માન્યતા મેળવી રહ્યા છે.”

મિશેલિન ગાઇડ્સના ઇન્ટરનેશનલ ડિરેક્ટર ગ્વેન્ડલ પુલેનેકે જણાવ્યું હતું કે, “આજે મિશેલિન ગાઇડ દુબઈની પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરતાં અમને આનંદ થાય છે. શરૂઆતથી અત્યાર સુધીમાં આ પસંદગીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને હવે તેમાં પ્રથમ લોન્ચ સમયની સરખામણીએ લગભગ બમણાં સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉલ્લેખનીય વિકાસ દર્શાવે છે કે દુબઈનું રાંધણ ક્ષેત્ર સતત પાંગરી રહ્યું છે, અને અમારા નિરીક્ષકો વર્ષ-દર-વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલાં નવાં ભોજન સ્થળો શોધી રહ્યા છે. આ વર્ષે સ્થાનિક પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય આગમનનો સમન્વય એક એવા શહેરનું પ્રતિબિંબ છે, જે વિશ્વભરની પરંપરાઓને અપનાવતાં પોતાની આગવી રાંધણ ઓળખ વિકસાવી રહ્યું છે. દુબઈના હોસ્પિટાલિટી ક્ષેત્રની મજબૂતી વૈશ્વિક ખાનપાન સ્થળ તરીકેની પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે શહેરની ભૂખ, જુસ્સો અને સંકલ્પને રેખાંકિત કરે છે, અને ભોજનપ્રેમીઓને અહીં આવવા અને ફરી ફરી આવવા માટે પ્રબળ કારણો આપે છે.”

વિશ્વવિખ્યાત અને સ્થાનિક બ્રાન્ડ્સ સહિત હજારો રેસ્ટોરન્ટ અને ફૂડ એન્ડ બેવરેજ (F&B) આઉટલેટ્સનું ઘર એવું દુબઈ વિશ્વની સૌથી પ્રભાવશાળી રાંધણ રાજધાનીઓમાંની એક તરીકે જાણીતું છે. અહીંનું વૈવિધ્યસભર અને જીવંત પરિદૃશ્ય વિવિધ સ્વાદ, પસંદગીઓ અને બજેટની જરૂરિયાતો પૂરી કરે છે, અને સાથે શહેરનાં પ્રવાસન તથા આર્થિક લક્ષ્યોને પણ ટેકો આપે છે.

મિશેલિન ગાઇડ દુબઈ 2026ની પસંદગી

ત્રણ મિશેલિન સ્ટાર

  • FZN by Björn Frantzén
  • Trèsind Studio

બે મિશેલિન સ્ટાર

  • Orfali Bros (બઢતી)
  • Il Ristorante-Niko Romito
  • Row on 45
  • STAY by Yannick Alléno

એક મિશેલિન સ્ટાર

  • Birch (નવી એન્ટ્રી)
  • KIGO (નવી એન્ટ્રી)
  • 11 Woodfire
  • Al Muntaha
  • avatāra
  • Dinner by Heston Blumenthal
  • Hakkasan Dubai
  • Hōseki
  • Jamavar
  • Manāo
  • Moonrise
  • Ossiano
  • Smoked Room
  • Tasca by José Avillez 

બિબ ગૌરમાં

  • Middle Child (નવું)
  • E.A BISTROT (નવું)
  • Three Bros (નવું)
  • YUBI Dubai (નવું)
  • 21 Grams
  • 3Fils
  • Al Khayma Heritage Restaurant
  • Bait Maryam
  • Berenjak
  • DUO Gastrobar – Creek Harbour
  • DUO Gastrobar – Dubai Hills
  • Goldfish
  • Harummanis
  • Hawkerboi
  • Indya by Vineet
  • Khadak
  • Kinoya
  • Konjiki Hototogisu
  • REIF Japanese Kushiyaki – Dar Wasl
  • REIF Japanese Kushiyaki – Dubai Hills
  • Revelry
  • Shabestan 

મિશેલિન સિલેક્ટેડ યાદીમાં નવાં નામો

  • Barrafina
  • Carbone
  • China Tang
  • Kasumigaseki
  • KEN by Kamatsuda
  • Maison Dalí
  • Nazaara
  • Ramen Hisa
  • Revolver
  • Rialto
  • Shinobi
  • TakaHisa
  • WINDOW

મિશેલિન વિશેષ પુરસ્કારો 2026

  • યુવા શેફ પુરસ્કાર: રેમી માર્કિન્યોં – ઓસિયાનો
  • સેવા પુરસ્કાર: અકિનોરી તાનિગાવા – કિગો
  • વર્ષનું શ્રેષ્ઠ નવું રેસ્ટોરન્ટ (ઓપનિંગ ઑફ ધ યર): વિન્ડો 

guide.michelin.comમિશેલિન ગાઇડ દુબઈ 2026માં સૂચિબદ્ધ આ અને અન્ય રેસ્ટોરન્ટ વિશે વધુ માહિતી માટે મુલાકાત લો: guide.michelin.com

== સમાપ્ત ==

Related posts

ઓપીજી મોબિલિટીએ ફેરાટો ઇલેક્ટ્રિક સ્કૂટર ‘DeFi 22’ રજૂ કર્યું

amdavadpost_editor

અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન 6 ના પ્રારંભ માટે તૈયાર : દબંગ દિલ્હી જયપુર પેટ્રિઓટ્સ સામે ટકરાશે

amdavadpost_editor

13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો

amdavadpost_editor

Leave a Comment