Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથામાં ક્રાઉડ નહીં કંપની હોય છે.

કથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ પ્રાપ્તિ નથી.

કથાકારે શાસ્ત્રીય વાત સાધ્વીયઢંગથી કહેવી જોઈએ.

વૃત્તિ શુદ્ધ ન હોય તો માણસ ધર્મને પણ ધંધો બનાવી દે છે.

રામ આરામ આપે છે,કૃષ્ણ આકર્ષિત કરે છે અને હરિ આપણને વ્યાપક બનાવે છે.

વાલ્મીકિએવેદોના છંદને વાણીમાં ઉતાર્યો.

જ્યાં તલગાજરડાનાં રામ મંદિરનીમૂર્તિઓ પધરાવી છે એ-મહારાષ્ટ્રનાં-કિલ્લારી ગામમાં ચાલતી રામકથામંગળવારે જ્યારે ચોથા દિવસમાં પ્રવેશી ત્યારે જણાવ્યું કે વારકરિ સંપ્રદાય સાથે પક્ષપાત નહીં પણ પ્રેમપાતછે.તુકારામમહારાજનેસપનામાં જે મંત્ર- રામકૃષ્ણહરિ-આપ્યો એ ધારા સાથે આત્મીયતા રહી છે.અમારીનિંમ્બાર્કી પરંપરા સાથે-સાથે રામાનુજીય પરંપરા,રામાનંદી,વૈષ્ણવી સાધુ પરંપરા,વલ્લભીય પરંપરા-જે પ્રવાહી,પવિત્ર અને પરોપકારી પરંપરા, બધા તરફ હૃદયનો ભાવ છે.વારકરિ પરંપરા તથા નિમ્બાર્કી પરંપરામાં ખૂબ સમાનતા છે.અમારા આચાર્ય શ્વેતવસ્ત્ર ધારણ કરે છે.

બાપુએ પોતાના ખૂબ નાનપણનો એ પ્રસંગ પણ કહ્યો જ્યારે સાવિત્રિ મા ને ખૂબ પીડા થઇ અને વરસતાવરસાદમાંગાડામાંજગજીવન દાદા ભાગવત કથાકાર અને વૈદ પાસે ગયા બાદ મહુવા હોસ્પિટલમાં જતા હતા ત્યારે સાવિત્રી મા એ અચાનક કહ્યું કે જુઓ! સામે ધ્યાનસ્વામીબાપા છે. અમારી આંખો એટલી પવિત્ર ન હતી કે બધું જોઈ શકે.મા એ કહ્યું કે હવે કોઈ ચિંતા નથી ત્યારે અમે પૂછ્યું કે ધ્યાનસ્વામીબાપાએ કેવા વસ્ત્ર પહેર્યા છે માએ કહ્યું કે સફેદ પહેર્યા છે.તો આ સાધ્વીય પ્રમાણ છે.આ તર્ક નથી,આધ્યાત્મિક મેચિંગ છે નિમ્બાર્કીઓ અને વારકરિઓનું.

દ્વારકાની પાસે ગોપી તળાવમાં ગોપીઓસમાઈ ગઈ ત્યાંની માટીનું ગોપી ચંદન અને પછી કાળી બીંદીનિમ્બાર્કીઓ કરે છે.વારકરિ સંપ્રદાયમાં પણ ઉર્ધ્વ તિલક અને કમર ઉપર મૃદંગબાંધીનેવગાડે,આ આધ્યાત્મિક મેચિંગ છે.

એ પણ કહ્યું કે સાધુએ કથાકારે ક્યારેય અશાસ્ત્રીય વાત ન કરવી.શાસ્ત્રીય વાત પછી પણ વિરોધ થાય તો ચૂપ રહી જવું અને સમય આવે શાસ્ત્ર પ્રમાણ બતાવવું.શાસ્ત્રીય વાત સાધ્વીયઢંગથી કહેવી જોઈએ,શાસ્ત્રીય ઢંગથીનહીં.નહિતર અસત્ય સાબિત કરી દેશે કારણ કે સત્તા,સંપત્તિ પદ અને પ્રતિષ્ઠાનો સાથ મળી જાય તો સત પાછળ રહી જાય છે.

કથામાં ક્રાઉડ નહીં કંપની હોય છે.કથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ પ્રાપ્તિ નથી.

રામકૃષ્ણહરિનોસાધ્વીય અર્થ સત્ય,પ્રેમ અને કરુણા કરું છું.સાધુ હોય ત્યાં વૃત્તિ શુદ્ધ હોય અને પરસ્પર વિનય હોય.વૃત્તિ શુદ્ધ ન હોય તો માણસ ધર્મને પણ ધંધો બનાવી દે છે.

વાલ્મીકિનો આશ્રમ દીક્ષિત છે.બીજપંક્તિઓમાં સુંદર ગિરિ કાનનુજલુપાવા-આ સંન્યાસીઓનાં શબ્દ છે.ગિરિ પણ સંન્યાસીનો,વન પણ સંન્યાસીનો અને જળ એટલે કે સરસ્વતી પણ સંન્યાસ સાથે જોડાયેલો શબ્દ છે.

જે કોઈનો દ્વેષ ન કરે અને કોઈ પાસે આકાંક્ષા ન રાખે એ નિત્ય સંન્યાસી છે એવું ગીતાકાર કહે છે.

ખૂબ સ્વાધ્યાય,અધ્યયન ન કરવું જોઈએ માત્ર હરિ ભજન કરવું જોઈએ.રામ આરામ આપે છે,કૃષ્ણ આકર્ષિત કરે છે અને હરિ આપણને વ્યાપક બનાવે છે.

વાલ્મીકિ સ્નાન માટે જઈ રહ્યા છે.ક્રોંચ પક્ષીઓનું જોડું વિહારમાં છે એ જોઈને વાલ્મીકિ પ્રસન્ન થાય છે.ધ્યાનઆપજો,અહીં વાલ્મીકિએ આંખો બંધ કરી નથી.અચાનક પારધી તીર ચડાવેછે.નરક્રૌંચ નીચે પડે છે અને માદા ક્રોંચચીસો પાડીને રોવેછે.એ વખતે વાલ્મીકિજીનાં મુખમાંથી જાણે એક ચીખ નીકળી ગઈ!માં નિષાદ! હે પારધી તને શાશ્વત સુખ નહીં મળે.એચીખમાંથી અનુષ્ટુપ જાતિનો છંદ નીકળ્યો.જે શોક વિશ્વનો સૌ પ્રથમ શ્લોક બની ગયો. વાલ્મીકિએવેદોના છંદને વાણીમાં ઉતાર્યો.ખૂબ પીડા થઈ પણ એક આશ્ચર્ય પણ થયું કે મારામાંથી આ શ્લોક કેમ નીકળ્યો?પોતાની ઝૂંપડીમાં જઈને ચિંતન કરતા હતા અને પ્રકાશ પુંજ ઊતર્યો.આંખો ખોલી, બ્રહ્મતેજનું દર્શન થયું અને એણે કહ્યું કે તમારી અંદર બેઠેલી સરસ્વતીથી હવે પુણ્યવતીરામકથાનું સર્જન કરો.આવા ૨૪ હજાર શ્લોક નીકળશે.જ્યાં સુધી પર્વત રહેશે,નદીઓ વહેતી રહેશે અને હવા ચાલતી રહેશે તમારી કથા અનંતકાળ સુધી ચાલશે.પછી વાલ્મીકિ નારદની પ્રેરણાથી કથાનો આરંભ કરે છે.

Box

મુનિ-મહામુની કોણ છે?

આટલા લક્ષણો બતાવ્યા છે:

જે પલંગ પર નહીં,જમીન ઉપર સૂવે.જેસિલ્કી કપડા ન પહેરે.આંતર-બાહ્ય ઇન્દ્રિયોને બહુ લાલચ ના આપે.જે દિવસે સૂતો ન રહે.વાહનમાં યાત્રા ન કરે સાવ નાનું ગામ હોય તો એક દિવસ,થોડાક મોટા ગામમાં બે દિવસ,પુર હોય તો ત્રણ અને મોટું નગર હોય તો પાંચ દિવસ રોકાય,બાકી સતત ભ્રમણ કરે આ મુનિનાં લક્ષણો છે.

Related posts

AGFTC અને ITBA દ્વારા 21-22 માર્ચના રોજ બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું આયોજન

amdavadpost_editor

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું અનોખું ડિકોડિંગ કરી વિશ્વને ચોંકાવી દીધા

amdavadpost_editor

કોટક મહિન્દ્રા બેન્કએ જરૂરિયાત અનુસારના ઇક્વિપમેન્ટ ધિરાણ ઉકેલો સાથે MSMEને સક્ષમ બનાવવા જ્યોતિ CNC સાથે ભાગીદારી કરી

amdavadpost_editor

Leave a Comment