દબંગ દિલ્હી યુ મુમ્બા ટીટીના પડકારનો સામનો કરતા પોતાના અભિયાનનો પ્રારંભ કરશે
ચેન્નાઈ, ઓગસ્ટ 23, 2024: શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 સિઝનમાં દંબગ દિલ્હી પોતાના પ્રથમ મુકાબલામાં યુ મુમ્બા સામે રમવા ઉતરશે. શનિવાર વધુ એક ડબલ હેડરવાળો દિવસ હોવાથી તેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સ આ સિઝનથી ડેબ્યૂ કરનાર અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ રમવા ઉતરશે.
નિરજ બજાજ અને વિતા દાણી દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ યુટીટીનું આયોજન કરવામાં આવે છે. 2017માં પ્રારંભ બાદથી જ યુટીટી એ ભારતીય ટેબલ ટેનિસ જગતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારતીય ટેબલ ટેનિસમાં નોંધપાત્ર સુધાર જોવા મળ્યો છે અને તેના કારણે ભારતીય ટીમ ઐતિહાસિક રીતે પેરિસ ઓલિમ્પિક 2024 સુધી પહોંચી શકી હતી. મેચો સ્પોર્ટ્સ 18ખેલ, જીયોસિનેમા અને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ફેસબુક લાઈવ થકી પ્રસારિત કરાશે. સ્ટેડિયમમાં જોવા માટે બુકમાયશૉ અને ઓફલાઈન ટિકિટો મળી રહેશે.
એથ્લિડ ગોવા ચેલેન્જર્સ અમદાવાદ એસજી પાઈપર્સ સામેની બીજી ટાઈ દરમિયાન પોતાની વિજયી લય જાળવી રાખવા ઉતરશે. ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં સિઝનના અન્ય ડેબ્યૂટન્ટ જયપુર પેટ્રિઓટ્સને 9-6થી માત આપી હતી. ગોવાને સતત બીજી મેચમાં બીજી ડેબ્યૂટન્ટ ટીમ સામે રમવાની તક મળી રહી છે. આ 2 ટીમ વચ્ચેની ટાઈમાં હરમીત દેસાઈ વિરુદ્ધ માનુષ શાહ તથા યાન્ગઝી લિયુ વિરુદ્ધ બર્નાડેટ સિઝોક્સ વચ્ચેના મુકાબલા મુખ્ય હાઈલાઈટ્સ રહેશે. સિઝોક્સ ઈન્ડિયનઓઈલ યુટીટી 2024માં હાઈએસ્ટ રેન્ક ધરાવતી ખેલાડી છે અને તેનો સામનો ઓસ્ટ્રેલિયાની લિઉથી થશે, જે ગત સિઝનથી એકેય મેચ હારી નથી.
અમદાવાદ અને ગોવા મેચ અગાઉ દબંગ દિલ્હી અને યુ મુમ્બાનો મુકાબલો થશે. જેમાં સાથિયાન જ્ઞાનશેકરન અને માનવ ઠક્કરની ટીમો મેદાનમાં ઉતરશે. આ બંને ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. આ બંને વર્લ્ડ રેન્કિંગ (પુરુષ સિંગલ્સ)માં ટોપ-100માં સામેલ છે. આ બે ટીમ વચ્ચેની ટાઈ દરમિયાન ખેલાડીઓને હાઈએસ્ટ રેન્ક્ડ પુરુષ પેડલર કાદરી અરુણા (20) એક્શનમાં જોવા મળશે. દબંગ દિલ્હી પોતાની પાંચમી સિઝનમાં નવા વિચાર અને લક્ષ્યાંક સાથે ઉતરી રહી છે. પૂર્વ વિજેતાની ટીમમાં નવા ખેલાડીઓ સામેલ થયા છે, જેમાં ડેબ્યૂટન્ટ્સ તથા યુવાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ યુ મુમ્બા ટીમે માનવ, અરુણા અને ભારતીય કોચ અંશુલ ગર્ગને ફરી પોતાની સાથે જોડ્યા છે.
પ્રથમ મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 5 કલાકે અને બીજી મેચ રાતે 7.30 કલાકે શરૂ થશે.
સ્કવૉડઃ
દબંગ દિલ્હી ટીટીસીઃ સાથિયાન જી, ઓરાવાન પરનાંગ (થાઈલેન્ડ), દિયા ચિતાલે, એન્ડ્રિયાસ લેવેન્કો (ઓસ્ટ્રિયા), યશાંશ મલિક, લક્ષિતા નારંગ.
યુ મુમ્બા ટીટીઃ માનવ ઠક્કર, સુતીર્થા મુખર્જી, કાદરી અરુણા (નાઈજીરિયા), આકાશ પાલ, કાવ્યાશ્રી બાસ્કર, મારિયા ઝિયાઓ (સ્પેન).
એથ્લિડ ગોવા ચેલેન્જર્સ વિરુદ્ધ અમદાવાદ એસજી પાઈપર્સઃ
એથલિડ ગોવા ચેલેન્જર્સઃ હરમીત દેસાઈ, યાંગઝી લિયુ (ઓસ્ટ્રેલિયા), યશસ્વીની ઘોરપડે, સુધાંશુ ગ્રોવર, સયાલી વાણી, મિહાઈ બોબાસિકા (ઈટાલી).
અમદાવાદ એસજી પાઈપર્સઃ માનુષ શાહ, બર્નાડેટ સિઝોક્સ (રોમાનિયા), લિલિયાન બર્ડેટ (ફ્રાન્સ), રીથ ટેન્નિસન, પ્રિશા વાર્ટિકર, જશ મોદી.
2024 સિઝનમાં નવું શું છે?
– આ સિઝનમાં અમદાવાદ અને જયપુરની ટીમો ડેબ્યૂ કરી રહી છે. ટીમોની સંખ્યા વધીને 8 થઈ છે.
– ખેલાડીઓની સંખ્યા વધીને 48 થઈ છે. જેમાં 16 આંતરરાષ્ટ્રીય સ્ટાર છે, જેમાં અમુક ઓલિમ્પિયન, મલ્ટીપલ એશિયન ગેમ્સ તથા કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ, વર્લ્ડ ચેમ્પિયન તથા સિનિયર-જુનિયર કેટેગરીના નેશનલ ચેમ્પિયન્સ સામેલ છે.