Amdavad Post
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BSE SME પ્લેટફોર્મ પર વેક્ટ્રાસ એનપ્રોકોન લિમિટેડ ના આઇપીઓ (આઈપીઓ) ના પ્રારંભ અંગેની જાહેરાત

અમદાવાદ, ગુજરાત | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૬ | ઓઈલ અને ગેસ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંકલિત ઉકેલો પૂરા પાડતી ગુજરાત સ્થિત કંપની વેક્ટ્રાસ એનપ્રોકોન લિમિટેડ એ તેના પ્રસ્તાવિત ‘ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ‘ –આઇપીઓ માટે ‘રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ‘ દાખલ કર્યું છે. આ આઇપીઓ હેઠળ રૂ.૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ૫૦,૫૨,૦૦૦ સુધીના ઈક્વિટી શેર જાહેર કરવામાં આવશે.

આ પ્રસ્તાવિત આઇપીઓમાં ૪૦,૫૬,૦૦૦ સુધીના નવા ઈક્વિટી શેર અને ૯,૯૬,૦૦૦ સુધીના ઈક્વિટી શેરનું ‘ઓફર ફોર સેલ‘ સામેલ છે. કંપનીએ પ્રતિ ઈક્વિટી શેર રૂ.૯૯ થી રૂ.૧૦૫ ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. ઈશ્યુનું કદ રૂ.૫૩.૦૫ કરોડ (અપર પ્રાઈસ બેન્ડ મુજબ) છે અને લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેર (અથવા તેના ગુણાંકમાં) રાખવામાં આવી છે. આ ઈક્વિટી શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.

વેક્ટ્રાસ એનપ્રોકોન લિમિટેડ વિશે

૨૦૨૧ માં સ્થપાયેલી વેક્ટ્રાસ એનપ્રોકોન લિમિટેડ એ અમદાવાદ સ્થિત કંપની છે, જે ઓઈલ અને ગેસ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંકલિત ઉકેલો (Integrated Solutions) પૂરા પાડે છે. કંપની પાઈપલાઈન નેટવર્ક, ઓઈલ અને ગેસ સ્ટેશનના સંયુક્ત કામો અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે ડિઝાઈન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ (ખરીદી), બાંધકામ, પરીક્ષણ અને કમિશનિંગ જેવી સંકલિત સેવાઓ પ્રદાન કરે છે. કંપનીના મુખ્ય વ્યવસાયમાં સંયુક્ત સ્ટેશનના કામો, મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પાઈપલાઈન પ્રોજેક્ટ્સ તથા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે.

કંપનીએ ક્રોસ-કન્ટ્રી પાઈપલાઈન, સ્પુર (શાખા) પાઈપલાઈન, સિટી ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેનાથી સંબંધિત સિવિલ તથા મિકેનિકલ કામો હાથ ધરવાની ક્ષમતા વિકસાવી છે. કંપની ભારતના વિવિધ રાજ્યોમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં કંપની પાસે ૩૪ પ્રોજેક્ટ્સમાં રૂ.૧૮,૩૨૭.૮૮ લાખના એવા ઓર્ડર હતા જેનું કામ હજુ પૂર્ણ થવાનું બાકી હતું. આમાં ઓઇલ અને ગેસ સ્ટેશનના સંયુક્ત કામોમાંથી રૂ.૧૧,૬૨૯.૦૩ લાખ, પાઇપલાઇન કામોમાંથી રૂ.૫,૯૪૫.૭૨ લાખ અને અન્ય આનુષંગિક માળખાકીય સેવાઓમાંથી રૂ.૭૫૩.૧૩ લાખના ઓર્ડર્સનો સમાવેશ થાય છે.

કંપનીનો પ્રોજેક્ટ પોર્ટફોલિયો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર અને ઓડિશા સહિતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલો છે, જે ગુજરાતની બહાર કંપનીના ભૌગોલિક વિસ્તરણને દર્શાવે છે.

ઇશ્યુનો ઉદ્દેશ્ય:

૧.      કંપની દ્વારા લેવામાં આવેલી અમુક બાકી લોન કે દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી (અથવા અગાઉથી ચુકવણી).

૨.      કંપનીની લાંબા ગાળાની કાર્યકારી મૂડી (વર્કિંગ કેપિટલ) ની જરૂરિયાતોને પૂરી કરવા માટે ભંડોળ પૂરું પાડવું.

૩.      સામાન્ય કોર્પોરેટ હેતુઓ.

ઇશ્યુની વિગતો

Category

Share Reservation

ફ્રેશ ઇસ્યુ

40,56,000 ઇક્વિટી શેર
ઓફર ફોર સેલ

9,96,000 ઇક્વિટી શેર

ટોટલ ઓફર સાઇઝ

50,52,000 ઇક્વિટી શેર
માર્કેટ મેકર રિઝર્વેશન

2,53,200 ઇક્વિટી શેર

નેટ ઓફર ફોર પબ્લિક

47,98,800 ઇક્વિટી શેર
ટોટલ ક્યુઆઇબી હિસ્સો

23,98,800 ઇક્વિટી શેર

એન્કર ઇન્વેસ્ટર હિસ્સો

14,38,800 ઇક્વિટી શેર
ક્યુઆઇબી હિસ્સો

960,000 ઇક્વિટી શેર

બિન સંસ્થાકિય રોકાણકારો (NII)

7,20,000 ઇક્વિટી શેર
વ્યક્તિગત રોકાણકારો (Retail)

16,80,000 ઇક્વિટી શેર

ઇસ્યુનો ગાળો અને મૂડી માળકું

 
એન્કર પોર્શન ખુલશે-બંધ થશે

ગુરુવાર, 29 ઓક્ટોબર 2026

ઇસ્યૂ ખૂલશે

શુક્રવાર, 30 ઓક્ટોબર 2026
ઇસ્યૂ બંધ થશે

મંગળવાર, 3 નવેમ્બર 2026

ઇસ્યૂ પહેલા ઇક્વિટી શેર

1,50,00,000 ઇક્વિટી શેર
ઇસ્યૂ પછી ઇક્વિટી શેર

1,90,56,000 ઇક્વિટી શેર

બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે MUFG ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.

નાણાકીય કામગીરી

વિગતો 30 સપ્ટે 2026ના અંતે FY26 FY25 FY24
કામગીરીમાંથી આવક 7,193.86 11,980.20

 

8,048.03

 

5,431.89

એબિટા

1,454.04 2,401.29 1,504.88 867.17
એબિટા માર્જિન 20.21 % 20.04 % 18.70 %

15.96 %

કર પછી નફો

910.25 1,543.27 1,016.77 581.19
કર પછી નફા માર્જિન 12.65 % 12.88 % 12.63%

10.70%

 

== સમાપ્ત ==

Related posts

સાયબર સિક્યુરિટી દ્રોણાક્ષ મેગેઝિન લૉન્ચ કરાયું

amdavadpost_editor

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: બીજા દિવસે પણ સ્વિમિંગની રમત છવાઈ, અન્ય રમતોનો પણ પ્રારંભ થયો

amdavadpost_editor

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા

amdavadpost_editor

Leave a Comment