Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાગવતી ભૂમિ-શુક્રતાલની કથાનું સજળ સમાપન; ૯૭૮મી કથાનો ૨૩ મે થી કિલ્લારી(મહારાષ્ટ્ર)થી આરંભ થશે.

*પરમાત્મા કૃપા કરે એનું એકમાત્ર ફળ એ છે કે આપણી બધી જ ઈચ્છાઓને ખતમ કરી નાખે છે.*

*ફૂલોએ ફોલો કરવું હોય તો મૂળને ફોલો કરવું જોઈએ.*

*મધર્સ ડે પર શ્રુતિ શ્લોક દ્વારા શુભેચ્છાઓ અપાઇ*

*સંસારમાં યથા વિનિમય-વિનિયોગ કરવો હોય તો સ્વિકાર કરતા શીખો,સંતુષ્ટ રહો,સંસારમાં રહીને પણ એકાંતમાં રહો.*

*બીજ પંક્તિઓ:*

*સુક સનકાદિ ભગત મુનિ નારદ;*

*જે મુનિબર બિગ્યાન બિસારદ.*

*-બાલકાંડ દોહો-૧૭,ચૌપાઇ-૫*

*સુક સનકાદિ સિધ્ધ મુનિ જોગી;*

*નામ પ્રસાદ બ્રહમસુખ ભોગી.*

*-બાલકાંડ દોહો-૨૫,ચૌપાઇ-૨*

*પૂંછિહું રામકથા અતિ પાવનિ;*

*સુક સનકાદિ સંભુ મન ભાવનિ.*

*-ઉત્તરકાંડ દોહો-૧૨૨,ચૌપાઇ-૫*

આ બીજ પંક્તિઓ સાથે પૂર્ણાહૂતિ દિવસે ઉપસંહારક વાતો કરતા જણાવ્યું કે આજે માતૃદિન મધર્સ ડે છે.આપણે કેટલા ભાગ્યશાળી કે નવ દિવસ સુધી પાંચ માતાઓની ગોદમાં હતા!ગંગા માતા,કથા માતા:

*જિનકે શ્રવણ સમુદ્ર સમાના;*

*કથા તુમ્હારી સુભગ સરિ નાના.*

ભાગવતી કથા માતા,પરીક્ષિતની વાણી માતા અને પાંચમી આપણી ભારત માતા.

શુકદેવજી જન્મથી મૌન છે.

ફૂલોએ ફોલો કરવું હોય તો મૂળને ફોલો કરવું જોઈએ.સત્ય પ્રેમ અને કરુણાને ફોલો કરવું જોઈએ પ્રત્યેક ફુલને ત્રણ પીડા હોવી જોઈએ:એક-હું સમાજમાં કોઈના કામમાં આવ્યો કે નહીં.બીજું-મારા પ્રેમપાત્રને ખરેખર હું પ્રેમ દઈ શક્યો કે નહીં,કે માત્ર મારો હેતુ સાધ્યો,મારો મનોરથ જ પૂરો કર્યો? અને ત્રીજી પીડા-પરમાત્માએ મને મનુષ્ય બનાવ્યો છે તો હું મને પોતાને જાણી શક્યો કે નહીં?હું કોણ છું?આ પીડા હોવી જોઈએ.

પરમાત્મા કૃપા કરે એનું એકમાત્ર ફળ એ છે કે આપણી બધી જ ઈચ્છાઓને ખતમ કરી નાખે. શાસ્ત્રોના આધાર ઉપર સાધ્વીય પ્રમાણ આપુ તો કેવટ ઉપર કૃપા નહીં કૃપાનો સિંધુ ઉડેરી દીધો.કૃપાનાં પરમ સિક્કાને આપણે ખોટા અર્થમાં ખતમ કરી નાંખીએ છીએ.

પ્રેમપાત્ર પરમાત્મા કે આપણા બુદ્ધપુરુષને બનાવીએ સંસારમાં યથા વિનિમય-વિનિયોગ કરવો હોય તો સ્વિકાર કરતા શીખો,જેટલો સ્વીકાર કરો એમાં સંતુષ્ટ રહો,બની શકે તો સંસારમાં રહીને પણ એકાંતમાં રહો.વધારે લોકોથી મળશું તો રાગ-દ્વેષ વધશે.

દરેક દોષ આપણે પોતે જ નિર્મિત કર્યા છે.દોષનાં જેટલા પણ રમકડાં છે એના ક્રિએટર આપણે છીએ અને એનું રો-મટીરીયલ મોહ છે.સાચો વિષારદ એ છે વી પછી જેની પાસે શારદ છે.શારદ એટલે વિવેક, વિનય અને શીલ.

સાધુના ઘરનો પોપટ રામ-રામ બોલે છે,અસાધુનાં ઘરનો સૂડો ગણી-ગણીને ગાળો આપે છે! જેનાં ગળામાં ગુરુનાં નામનો કાંઠલો(માળા)છે એ રામ-રામ બોલશે.

રામ-રાવણના યુદ્ધ પછી અયોધ્યામાં રામનાં રાજ્યાભિષેકનું સંક્ષિપ્ત વર્ણન કરી ચારે ઘાટ ઉપર કથાને વિરામ આપ્યો અને માનસનો સાર-સત્ય,પ્રેમ અને કરુણાની પંક્તિઓનું ગાયન કરી તુલસીજીનું આત્મનિવેદન૦પાયો પરમ વિશ્રામ-જણાવી સમગ્ર આયોજન પર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ કહ્યું કે તીર્થની પરિભાષા સંકલિત કરીને કહું તો નવ (નવું)અથવા તો નવ તીર્થ એટલે:

એક-જ્યાં સરિતા હોય.જ્યાં સરોવર કે જળાશય હોય.બે-જ્યાં સનાતન ધર્મના કોઈ દેવ દેવીનું મંદિર હોય.ત્રણ-વન,વૃક્ષ હોય.ચાર-જ્યાં પર્વત હોય.પાંચ-જ્યાં સ્વચ્છતા અને આંતરિક પવિત્રતા હોય.છ-જ્યાં શાસ્ત્રનું અધ્યાપન થતું હોય.સાત- ભજનાનંદી સાધુ રહેતો હોય અને જ્યાં સાધના વધારે થતી હોય.આઠ-સીધ્ધિ અને શુદ્ધિ હોય. નવ-રોજ નિત નૂતન હોય.

આવા એક પરમતીર્થ શુકતીર્થને આ કથાનું સુ-ફળ અર્પણ કરી કથાને વિરામ અપાયો.

આગામી-૯૭૮મી રામકથા અધિક માસમાં કિલ્લારી(લાતુરથી ૪૪ કિમી) મહારાષ્ટ્રથી ૨૩મે થી ૩૧ મે દરમિયાન ગવાશે.

જેનું જીવંત પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિયમિત નિયત સમયે નિહાળી શકાશે.

*Box*

*મધર્સ ડે ઉપર:ગંગાથી અમૃતમા સુધી માતૃદેવો ભવ*

*યથા નદ્ય: સ્યન્દમાના: સમુદ્રેઅસ્તં*

*ગચ્છન્તિ નામરુપે વિહાય।*

*તથા વિદ્વાન્ નામરુપાદ્વિમુક્ત:*

*પરાત્પરં પુરુષમુપૈતિ દિવ્યમ્।।*

*-મુણ્ડકોપનિષદ્ ૩.૨.૮*

*સ યો હ વૈ તત્ પરમં બ્રહ્મ વેદ,*

*બ્રહ્મૈવ ભવતિ।નાસ્યાબ્રહ્મવિત્કુલે ભવતિ।*

*તરતિ શોકં,તરતિ પાપમાનં,ગુહાગ્રન્થિભ્યો* *વિમુક્તોડમૃતો ભવતિ।।*

*-મુણ્ડકોપનિષદ્ ૩.૨.૯*

(જેમ એક નદી સમુદ્રમાં ચાલી જાય છે ત્યારે પોતાનું નામ રૂપ ખોઈ નાખે છે.એ જ રીતે બ્રહ્મને જેણે જાણી લીધો છે એ ખુદ બ્રહ્મ બની જાય છે.પાપ ગ્રંથિથી,પાપથી અને ગ્રંથિઓથી,શોકથી પાર થઈ જાય છે.અમૃત ધારામાં સ્નાન કરવા લાગે છે).

Related posts

ત્રાસવાદ અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારને સહાય

amdavadpost_editor

કોક સ્ટુડીયો ભારત સિઝન 3 દ્વારા આઇકોનિક લાઇન-અપ Get Ready for the Dropનો પ્રારંભ કરાયો!

amdavadpost_editor

HCG અમદાવાદ ખાતે જટિલ બાળ કરોડરજ્જુ વિકૃતિનો સફળ ઉપચાર

amdavadpost_editor

Leave a Comment