Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી કૃષ્ણ શરણં મમ- એ સ્વસ્તિક છે : પૂજ્ય મોરારી બાપુ

: સાચો બુદ્ધ પુરુષ ‘લેના બેંક’ નથી ‘દેના બેંક’ જ હોય છે !

: તુમ્હે જિંદગી કે ઉજાલે મુબારક, અંધેરે હમે આજ રાસ આગયે હૈ

: ચંપારણની કથામાં પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના શ્રી દ્વારકેશલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ | ૨૦મી નવેમ્બર ૨૦૨૬ | ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે છઠ્ઠા દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજીની પ્રાગટ્ય ભૂમિ ચંપારણ પહોંચી હતી. રામકથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પરમપ્રિય પરમસાધુ બાપુએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને પૃષ્ટિનું પ્રદાન કરનારી આ જગદગુરુ મહાપ્રભુ વલ્લભાચાર્યજીની પ્રાગટ્ય મૂવી છે. અહીં પ્રાચીન સમયમાં ચંપાનું સઘન રણ હતું. એટલે ચંપાઅરણ્ય કહેવાયું, કાળક્રમે ચંપારણ થયું. વલ્લભાચાર્યજી એ જગતને ‘સુદ્ધા દ્વૈત’ નો સિદ્ધાંત આપ્યો છે. અહીં ચંપકેશ્વર મહાદેવ અને રામજી મંદિર પણ છે. મહાપ્રભુજીનો આ સમન્વય છે. વર્ષો પહેલાં અહીં કથા કરી હતી ત્યારે એક કથા પ્રેમી વૈષ્ણવનું (બ્રાહ્મણ શરિર) અવસાન થયું હતું અને અહીં જ એમનો અંતિમ સંસ્કાર થયો હતો એનુંય મને સ્મરણ થાય છે.

શ્રી કૃષ્ણમ્ શરણં મમ આ મંત્ર એક સ્વસ્તિક છે. શ્રી એટલે કલ્યાણ, કૃષ્ણ તો સોળ કળાના કલ્યાણ કારક છે. શરણં – કોઈ પણ પરમનું શરણ હંમેશા કલ્યાણકારી છે. અને મમ એટલે મારા પ્રભુ ગિરિરાજધારી પ્રભુ પરમાત્મ કૃષ્ણ તો આ શ્રી કૃષ્ણ શરણં મમ એ રીતે સ્વસ્તિક છે.

બે પાક્કા દોસ્તાર હતા એમાં એક બહુ કાટ (હોશિયાર ચતુર) હતો એક સાવ ભોળો હતો તો એમણે એક ગરમ ધાબળો લીધો. વર્ષો જૂની મિત્રતા બંને સાથે જ રહેતા હતા અને શિયાળો આવ્યો, ખૂબ ઠંડી પડી એટલે બંને એ નક્કી કર્યું કે ગરમ ધાબળો લઈએ લીધો હતો તો બંને ઓઢી શકતા ન્હોતા શકતા એટલે જે કાટમિત્ર હતો એણે ભોળામિત્રને કીધું કે આપણે ધાબળાના બે કટકા કરીએ, ત્યારે ભોળો મિત્ર કહે અરે, બે કટકા કરીશું તો શરખી રીતે ઓઢી ન શકે ! કાટમિત્ર કહે તો આપણે એક કામ કરીએ – ધાબળો આખા દિવસનો તું ઉપયોગમાં લેજે અને સાંજ પડે ત્યારે હું ઉપયોગમાં કરીશ ! ભોળો મિત્ર તો આની વાતમાં આવી ગયો અને તરત સંમત થયો. હવે રાત્રે રાત્રે ધાબળો પેલા કાટ મિત્રના ભાગે આવતો, ઠંડી ખૂબ હતી તો બિચારો સહન કરતો એટલે એ ભોળો મિત્ર મારી પાસે (મોરારી બાપુ) આવ્યો, બધી વાત કરી મેં કહ્યું કાલે આવજે બીજે દિવસે એ ભોળો મિત્ર આવ્યો મેં કીધું કે ધાબળો આખો દિવસ તારી પાસે હોય છેને અને રાત્રે શરત મુજબ મિત્રને આપવાનો હોય છે ને તો સાંજ પડે ત્યારે એ ધાબળો અડધી કલાક પાણીમાં બોળી રાખજે અને પછી પેલા મિત્રને આપી દેજે ( ભલે આખી રાત એ ઓઢે ! )

આજની કથાના પૃષ્ટિમાર્ગના શ્રી દ્વાદકેશ લાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી હતી અને કથા શ્રાવણનો લ્હાવો લીધો હતો. બાપુએ એમની ભાવ વંદના કરી હતી.

કથારત્નો રજૂ કરતા પૂજ્ય શ્રી મોરારી બાપુ કહ્યું હતું કે, અધરમ મધુરમ વદનં મધુરમ, નયનમ મધુરમ, હસિતં મધુરમ… મધુરાધિપતે, બાપુએ કહ્યું કે ચિત્રકૂટમાં શ્રી વલ્લભાચાર્યજી એ વાલ્મિકી રામાયણનું કથા ગાન કર્યું છે. તુમ ગગન કે ચંદ્રમાં મેં ધરા કી ધૂલ હું, તુમ પુણ્ય કે દેવતા હો મેં સમર્પિત ફૂલ હું તુમ હો પૂજા મેં પૂજારી.. પૂજ્ય બાપુએ કહ્યું કે, કોઈ પણ પરમની શરણાગતિ કલ્યાણકારી હોય છે. “અક્રોધ વૈરાગ્ય જીતેન્દ્રિયમ, ક્ષમાધ્યા સર્વજન પ્રિયત્વમ નિર્લોભ દાનમ ભયશોક વિહિનમ બોધ વિગ્રહમ તન્હમ દસ લક્ષણમ”

== સમાપ્ત ==

Related posts

સ્ટાઇલ આઇકન Hrithik Roshan બન્યા ONN બ્રાન્ડના એમ્બેસેડર, પ્રીમિયમ સેગમેન્ટ પર વધ્યો ફોકસ

amdavadpost_editor

પુરાવા આધારિત આયુર્વેદ જીવનશૈલીના રોગોને અટકાવી શકે છે: આચાર્ય મનીષ

amdavadpost_editor

ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

amdavadpost_editor

Leave a Comment