Amdavad Post
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકીએ રેલવે મારફતે 30 લાખવાહનોનું એકત્રિત ડિસ્પેચ પાર કર્યું, ગ્રીન લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

નવી દિલ્હી | ૧૩મી મે ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ આજે જાહેર કર્યુંકે તેણે રેલવે મારફતે એકત્રિત 30 લાખથી વધુ વાહનોનાં ડિસ્પેચ મારફતે નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે, જે ગ્રીન લોજિસ્ટિક્સમાં તેની પ્રતિબદ્ધત્તા પ્રદર્શિત કરે છે.

પાછલા દાયકામાં, મારુતિ સુઝુકીએ સુવ્યવસ્થિતપણે આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સમાં રેલવેનો હિસ્સો નાણાકીય વર્ષ 2014-15માં 5%થી વધારીને નાણાકીય વર્ષ 2025-26માં 26.5%નો કર્યો છે. રસપ્રદ રીતે, 20લાખથી 30લાખ સુધીનું રેલ-આધારિત વાહનોનું એકત્રિત ડિસ્પેચ માત્ર 21 મહિનામાં પ્રાપ્ત થયું છે, જે મારુતિ સુઝુકીની કામગીરી માટે સૌથી ઝડપી એક મિલિયન બનાવે છે.

આ સીમાચિહ્ન અંગે મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રીમાન હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે “રેલવે મારફતે એકત્રિત 30લાખવાહનોનાં ડિસ્પેચને હાંસલ કરવું એ મારુતિ સુઝુકીની ગ્રીન લોજિસ્ટિક્સ સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. વર્ષ 2014થી અમારા રેલવે આધારિત વાહનોનાં ડિસ્પેચ વોલ્યુમમાં નવ ગણો વધારો થયો છે, જે કંપનીનાં હાલ વાહનોનાં કુલ ડિસ્પેચમાં 26.5%ના હિસ્સાનું યોગદાન આપે છે. મારુતિ સુઝુકીએ ગ્રીન લોજિસ્ટિક્સ માળખાકીય સુવિધા માટે રૂ. 1,372 કરોડથી વધુની પ્રતિબદ્ધત્તા આપી છે. આમાં અમારા હાંસલપુર અને માનેસરની ઉત્પાદન સુવિધાઓ ખાતે ઇન-પ્લાન્ટ રેલવે સ્લાઇડિંગના વિકાસ, મુખ્ય લોજિસ્ટિક્સ હબ્સ ખાતે રેલ યાર્ડ સેટ-અપ, વિશિષ્ટ ઓટોમોટિવ રેક્સની પ્રાપ્તિ અનેઘણા માળખાકીય અપગ્રેડ્સને ટેકો આપવાનો સમાવેશ થાય છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,“અમે ભારત સરકારના દૂરંદેશી PM Gatishakti National Master Plan માટે આભાર માનીએ છીએ, જેણે એકત્રિત, મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ માટે મજબૂત સક્ષમ માળખું બનાવ્યું છે અને ઉદ્યોગના કાર્યક્ષમ, રેલ-આધારિત અને ટકાઉ માલવાહક અવરજવર તરફ ઉદ્યોગ પરિવર્તનને ટેકો આપ્યો છે. આગળ જતા, અમે નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં રેલવે આધારિત વાહનોનાં ડિસ્પેચનો હિસ્સો વધારીને 35% કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ અને અમારી નવી સુવિધા ખારખોડા ખાતે ઇન-પ્લાન્ટ સ્લાઇડિંગ સ્થાપિત કરવાની યોજના ધરાવીએ છીએ. આ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં, ઈંધણના વપરાશને ઓછો કરવામાં અને માર્ગ પર એકંદર જામને હળવો કરવામાં સહાય કરશે.”

Click link for images &videos of Maruti Suzuki’s Green Logistics efforts

Related posts

એડિડાસ અને બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે તમામ નવી ટીમ ઈન્ડિયા ઓડીઆઈ જર્સીનું અનાવરણ કર્યું

amdavadpost_editor

રેમેડિયમ લાઇફકેરના રાઇટ્સ ઇશ્યૂને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : પહેલા બે દિવસમાં જ 26% સબસ્ક્રાઇબ થયો

amdavadpost_editor

ટાટા મોટર્સએ નાના કોમર્શિયલ વાહનો અને પિકઅપ્સ પર સૌથી મોટા બોનાન્ઝાની ઘોષણા કરી

amdavadpost_editor

Leave a Comment