Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત માતાના ભાલે સાત્વિક અને સ્વસ્તિકરુપ રામકથા યાત્રામો શુભ-મંગલ શુભારંભ

કથા સુવિધા માટે નથી પણ સાધના માટે છે : આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિ બાપુ

– દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગુરુ તુમ્હરે તેતે
– વ્યાસપીઠ પાસે નિરંતર બેસવુ એ કોઈની અપાર કરુણા છે
– જેનો બોધ વધશે એનો વિરોધ પણ વધશે !

અમદાવાદ, ગુજરાત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | મોરારિબાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો કન્યાકુમારીની ભૂમિ પરથી ગત શનિવારે શુભ-મંગલ શુભારંભ થયો હતો. નવસો જેટલા રામકથા પ્રેમીઓને લઈને આ વિશિષ્ટ-અપૂર્વ રામકથા નવ હજાર કિલોમીટર અને ભારતની ચારપીઠને આવરી લેતી આ રામકથા ખાસ ટ્રેનો ‘કૈલાસ’ અને ‘ચિત્રકૂટ’ દ્વારા ભારતમાતાના ભાલે સાત્વિક-આસ્તિક અને સ્વસ્તિકરુપ રામકથાનો લ્હાવો મળી રહ્યો છે.

પ્રથમ દિવસની કથાના પ્રેમસંવાદમાં ભૂમિકારુપ ચર્ચા કરતા બાપુએ કહ્યું હતું કે, દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ બધુ બદલતું અને બદલાતુ રહે છે, એમજ આપણું મન પણ બદલતું રહે છે. આ સ્વભાવિક ભારત સ્વસ્તિક યાત્રામાં ત્યાગ, તપ, અર્પણ તર્પણ સમાયેલા છે. યાત્રા દુર્ગમ છે પણ હનુમાન ચાલીસામાં કહેવાયું છે કે, દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે. આ ભારત યાત્રા જોડવાની યાત્રા તો છે જ પણ દિલને જોડવાની યાત્રા પણ છે.  કોઈ કોઈની નિંદા ન કરો, ઈર્ષા ન કરો દ્વેશ ન કરો, રજોગુણ અહંકારને પોષે નહિં. સ્વસ્તિક એટલે મંગલકારી, કલ્યાણકારી, શાંતકારી, શુભકર, શાંતિ અને પ્રસન્ન આપનાર આપણા જે નક્ષત્રો છે એમા અઠીયાવીસમું નક્ષત્ર એ સ્વસ્તિક નક્ષત્ર છે.

ગઈકાલ રવિવારની રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, વ્યાસપીઠ પાસે નિરંતર બેસવું એ કોઈની અપાર કરુણાનું પરિણામ છે. નગીનદાસ સંઘવી કહેતા કે, બાપુ આપની સત્ય,પ્રેમ કરુણા કથા એ તલગાજરડીય પ્રસ્થાંત રહી છે. આ પરમગુરુ-આદિ જગદગુરુ શંકરાચાર્યની પ્રાગટ્યભૂમિ છે શંકરાચાર્યજીની પણ પ્રસ્થાનત્રચી છે એ છે ભગવદગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર આપણે ક્યારેય કોઈ બુદ્ધપુરુષને શોધી નથી શકતા આપણી તાકાત નથી કે આપણે બુદ્ધપુરુષને શોધી નથી શકતા- આપણી તાકાત નથી કે, આપણે બુદ્ધપુરુષને શોધી શકીએ પણ કોઈ બુદ્ધપુરુષ પરમ સાધુ, સદગુરુ જ આપણને શોધી લે છે.

પૂજ્ય મોરારિ બાપુએ કથામાં કહ્યું કે, ભગવાનના નામ સહજ છે તમને જે સહજ હોય એ જ નામ લેવું, તેમણે કહ્યું ભગવાન રામનું નામ રામ તો છે જ, પણ એ માત્ર રામ નથી, રામ મહામંત્ર છે. ‘નામ’નું ઉલ્ટુ બોલો તો ‘મના’ થાય ! એટલે કે કોઈપણ નામની મના નથી મનાઈ નથી. વધુમાં પૂજ્ય બાપુએ ઉમેર્યું કે, કથાને તમારા મનનું દાન આપો અને કથા સુવિધા માટે નથી સાધના માટે છે.

== સમાપ્ત ==

Related posts

લાઇટ+એલઇડી એક્સ્પો ભારતના આર્કિટેક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિ માટે બનાવવામાં આવેલા સ્માર્ટ, ઊર્જા-કાર્યક્ષમ અને માનવ-કેન્દ્રિત લાઇટિંગ સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે.

amdavadpost_editor

તે ક્યાંથી શરૂ થાય છે, તે ક્યાં સમાપ્ત થાય છે, પાર્ટી ગીત “ઇશ્ક દે શોટ” પ્રેમની ઝલક સાથે તહેવારોની મોસમની શરૂઆત કરે છે.

amdavadpost_editor

સુરક્ષિત સવારીનો સંદેશ ફેલાવવો: હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા જામનગર, ગુજરાત પહોંચી

amdavadpost_editor

Leave a Comment