Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહારમાં નદીમાં ડૂબી ગયેલા ૧૩ બાળકોને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ | બિહારનાં વૈશાલી જીલ્લામાં રાધોપુર ગામ પાસે એક દુઃખદ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૧૩ બાળકોનાં મોત નિપજયા છે. આ કરુણ ઘટનામાં વિગતો મળી છે તે પ્રમાણે એક જ પરિવારના સભ્યો બોટમાં બેસીને ભોજન સમારંભ માં ભાગ લેવા ગયા હતા તે દરમિયાન ગંગા નદીમાં બોટ પલટી જતાં રામ પ્રવેશ રાય પરિવારનાં ૧૩ સભ્યો મોતને ભેટ્યાં હતાં. એક જ પરિવારના ૧૩ સભ્યોનાં મોતને કારણે પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

પૂજ્ય મોરારીબાપુ હાલમાં ભારત સ્વસ્તિક યાત્રા પર છે જે દરમિયાન તેમને આ દુઃખદ ઘટના બની તેની વિગતો પ્રાપ્ત થઈ હતી. પૂજ્ય બાપુએ આ કરુણાંતિકા સર્જાઇ છે તેના હતભાગી લોકોનાં પરિવારને રુપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ ની)  સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

amdavadpost_editor

આનંદમ પરિવાર દ્વારા જાસપુર ખાતેના આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું

amdavadpost_editor

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે કોર્સની જાહેરાત કરી

amdavadpost_editor

Leave a Comment