Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

વડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત દુર્લભ અને પડકારજનક પરિસ્થિતિ છે. પરંતુ HCG કેન્સર સેન્ટર વડોદરાના નિષ્ણાતોની બહુપક્ષીય (Multidisciplinary) સારવાર દ્વારા હાલોલની 39 વર્ષીય, છ મહિનાની ગર્ભવતી મહિલાની સફળતાપૂર્વક મોઢાના કેન્સરની સર્જરી કરવામાં આવી, જેમાં માતા અને ગર્ભસ્થ શિશુ – બંને સુરક્ષિત રહ્યા.

દર્દીને શરૂઆતમાં જમણા ગાલ પર સોજો જોવા મળ્યો હતો. શરૂઆતમાં તેને સામાન્ય સોજો માની દવાઓ લેવામાં આવી હતી, પરંતુ સોજો સતત રહેતા તેમણે દંતચિકિત્સકનો સંપર્ક કર્યો. દંતચિકિત્સકે વધુ તપાસની સલાહ આપતા તેઓ HCG કેન્સર સેન્ટર વડોદરા પહોંચ્યા.

તપાસ બાદ ડૉ. નિશિથ મોદી, ડિરેક્ટર – હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, દ્વારા તાત્કાલિક બાયોપ્સીની સલાહ આપવામાં આવી. બાયોપ્સીમાં જમણી બાજુના લોવર જિંજીવોબક્કલ સલ્કસ (GBS) માં સ્ટેજ-II કેન્સર (ક્લિનિકલ સ્ટેજિંગ: T3N1M0) હોવાનું નિદાન થયું. દર્દી ગર્ભવતી હોવાથી સારવારમાં વિલંબ કરવો માતા અને ગર્ભસ્થ બાળક – બંને માટે જોખમી બની શકે તેમ હતો. તેથી તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને, HCG Cancer Centre Vadodara ખાતે વિવિધ નિષ્ણાતોની મલ્ટિડિસિપ્લિનરી ટીમ બનાવવામાં આવી. આ ટીમમાં ડૉ. નિશિથ મોદી, ડૉ. જગદીશચંદ્ર બાંકોલા (કન્સલ્ટન્ટ – હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી), ડૉ. વિશાખા અગ્રવાલ (ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ ઓન્કોસર્જન), ડૉ. ફરાઝ વાલી (ગાયનેક ઓન્કોસર્જન), જેમણે ગર્ભમાં રહેલા બાળકની સતત દેખરેખ રાખી, તેમજ ડૉ. જય ગોયલ (સિનિયર એને સ્થેશિયોલોજિસ્ટ) અને ડૉ. રૂચિ પાઠક (એનેસ્થેશિયોલોજિસ્ટ)નો સમાવેશ થયો. તેમણે માતા અને ગર્ભસ્થ શિશુ બંનેની સમગ્ર સર્જરી દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે એનેસ્થેશિયાનું અત્યંત સાવચેતીપૂર્વક આયોજન કર્યુંસર્જરી દરમિયાન સતત ફિટલ મોનિટરિંગ અને અત્યાધુનિક એનેસ્થેશિયા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું. નિષ્ણાતોની સુમેળભરી કામગીરીના કારણે કેન્સર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું અને ગર્ભસ્થ બાળક સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું.

આ અંગે ડૉ. નિશિથ મોદી, ડિરેક્ટર – હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, HCG કેન્સર સેન્ટર વડોદરા,એ જણાવ્યું: “ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરની સારવાર ખૂબ જ પડકારજનક હોય છે. અમારી પ્રથમ પ્રાથમિકતા માતાને સમયસર કેન્સરની સારવાર આપવાની સાથે ગર્ભસ્થ બાળકની સંપૂર્ણ સુરક્ષા જાળવવાની હતી. સર્જિકલ ઓન્કોલોજી, ગાયનેકોલોજી અને એનેસ્થેશિયા વિભાગના સંકલિત પ્રયાસોથી અમે માતા અને બાળક – બંને માટે સફળ પરિણામ મેળવી શક્યા. મોઢાના કેન્સરમાં સમયસર નિદાન અને યોગ્ય સારવાર દર્દીના જીવન બચાવવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે.”

આ ઘટના એ પણ દર્શાવે છે કે મોઢામાં લાંબા સમય સુધી રહેતો સોજો, ચાંદું અથવા અન્ય કોઈ અસામાન્ય લક્ષણોને સામાન્ય સમજીને અવગણવા જોઈએ નહીં. જો આવા લક્ષણો દવા લીધા પછી પણ દૂર ન થાય, તો તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે. વહેલું નિદાન કેન્સરની સફળ સારવારની શક્યતાઓમાં નોંધપાત્ર વધારો કરે છે.

HCG કેન્સર સેન્ટર વડોદરા અત્યાધુનિક ટેક્નોલોજી, અનુભવી નિષ્ણાતોની ટીમ અને બહુપક્ષીય સારવાર પદ્ધતિ દ્વારા જટિલથી જટિલ કેન્સરના કેસોમાં પણ દર્દીઓને શ્રેષ્ઠ અને સુરક્ષિત સારવાર પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 ની હરાજીમાં ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકી માટે મોટી બોલી લગાવી, દબંગ દિલ્હી એ દિયા ચિતાલેને ટોચની ભારતીય ખેલાડી બનાવી

amdavadpost_editor

મેટર અને બોલ્ટ.અર્થ મળીને ભારતભરમાં EV ચાર્જિંગને સરળ બનાવશે

amdavadpost_editor

ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં તેની ઑફલાઇન હાજરી વિસ્તારી

amdavadpost_editor

Leave a Comment