Amdavad Post
ગરબાગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં નવરાત્રીનો પ્રારંભ BNI ગરબાના ડંકાથી

માસ્કરેડ થીમ સાથે BNI અમદાવાદના 13મા ગરબા મહોત્સવના પહેલા દિવસે ખેલૈયાઓએ મન મુકીને ગરબા રમ્યા

અમદાવાદમાં પ્રથમ વખત માસ્કરેડ ગરબાનું આયોજન; માસ્ટર ફાર્મ ખાતે નવરાત્રિનો રંગારંગ પ્રારંભ થયો

અમદાવાદ, ગુજરાત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | BNI અમદાવાદ દ્વારા નવરાત્રિ પર્વના પ્રારંભ નિમિત્તે 11 ઑક્ટોબરના રોજ BNI ગરબાની 13મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગરબા મહોત્સવમાં નવીનતા ઉમેરતાં અમદાવાદમાં પ્રથમ વખત ‘માસ્કરેડ ગરબા’નું આયોજન કરવામાં આવ્યું હતું જેના પહેલા દિવસે ગરબા લવર્સે મનમુકીને માતાજીની ભક્તિ સાથે ગરબે ઝુમ્યા હતા. પરંપરાગત ગરબાની સાથે અનોખી થીમનો સમન્વય આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

છેલ્લાં 13 વર્ષમાં BNI ગરબાએ સભ્યોના મેળાવડામાંથી આગળ વધીને ઉદ્યોગસાહસિકો, તેમના પરિવારો અને મિત્રોને એકસાથે લાવતો વાર્ષિક ઉત્સવ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. દરવર્ષે નવરાત્રિની પ્રથમ રાત્રિએ યોજાતો આ કાર્યક્રમ ગરબા પ્રેમીઓને એક મંચ પર એકત્રિત કરીને ઉત્સવની શરૂઆતને યાદગાર બનાવે છે. ગરબા ગ્રાઉન્ડ ઉપર 8000 ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

આ વર્ષે રજૂ થનારી માસ્કરેડ થીમ ગરબાની પરંપરાગત ઉજવણીમાં નવીનતા, રહસ્યમયતા અને મોજમસ્તીનો ઉમેરો કર્યો હતો. જોકે, થીમમાં પરિવર્તન સાથે નવરાત્રિની આગવી ઓળખ સમાન સંગીત, નૃત્ય અને ગરબાના ઉત્સાહને યથાવત્ રાખવામાં આવ્યો હતો.

BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “છેલ્લાં 13 વર્ષમાં BNI ગરબા આપણી સંસ્કૃતિ, પરસ્પરના સંબંધો અને BNI પરિવારની એકતાની ભાવનાની ઉજવણીનું માધ્યમ બન્યો છે. આ વર્ષે માસ્કરેડ થીમ સાથે અમે કંઈક નવું રજૂ કર્યું હતું. ગરબાને કેન્દ્રમાં રાખીને અમદાવાદના લોકોને નવરાત્રિની ઉજવણીનો એક નવો અને અનોખો અનુભવ આપવાનો અમારો પ્રયાસ છે.”

માસ્ટર ફાર્મ ખાતે વિશાળ આયોજન

BNI ગરબા 2026નું આયોજન વૈષ્ણોદેવી સર્કલ નજીક સરદારધામની બાજુમાં આવેલા માસ્ટર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આશરે 2.70 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ સ્થળે ગરબા રમવા માટે 40,000 ચોરસ ફૂટનો વિશેષ વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો હતો. વિશાળ જગ્યાને કારણે ગરબા રસિકોને ઉત્સવમાં સહભાગી થવા માટે વધુ અનુકૂળતા મળી હતી.

‘#PehliNavratriBNIRatri’ અને ‘#AapdaGarbaBNIGarba’ના સંદેશ સાથે યોજાનારો આ મહોત્સવ નવરાત્રિની પરંપરા, સાંસ્કૃતિક વારસો અને સામૂહિક ઉત્સાહને ઉજાગર કર્યો હતો.

== સમાપ્ત ==

Related posts

કોકા-કોલા અને ગૂગલ જેમિની દ્વારા ‘‘ફેસ્ટિકોન્સ’’ સાથે દિવાળીનો ઝળહળાટ, જ્યાં પંરપરાનું મિલન AIના જાદુ સાથે થાય છે

amdavadpost_editor

શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં ધો.12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું આયોજન થશે

amdavadpost_editor

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય ચા ઇનોવેશન એક્સ્પો 2026’નું આયોજન કરાયું

amdavadpost_editor

Leave a Comment