મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે.
હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે.
તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો.
મૌનનો નિરંતર અભ્યાસ કરે એ સાધુ છે.
બીજ પંક્તિઓ:
દેખત બન સર સૈલ સુહાએ;
બાલમીકિ આશ્રમ પ્રભુ આયે.
રામ દિખ મુનિબાસુ સુહાવન;
સુંદર ગિરિ કાનનુ જલુ પાવન.
-અયોધ્યા કાંડ દોહો-૧૨૩,ચૌપાઇ-૫ અને ૬
બાલમીકિ મન આનંદુ ભારી;
મંગલ મૂરતિ નયન નિહારી
-અયોધ્યા કાંડ,દોહો-૧૨૪,ચૌપાઇ-૫
આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે નવમા-પૂર્ણાહૂતિ દિવસે કિલ્લારીથી ઉપસંહારક વાતો કહેતા કહ્યું કે જ્યાં તલગાજરડાનાં ત્રિભુવનીય ઠાકૂર બિરાજમાન છે તેમજ મહારાષ્ટ્રમાં વિરાજિત દરેક સ્વરૂપો,નિમિત માત્ર મનોરથી-જેણે આભારનો ભાવ વ્યક્ત કર્યો એના તરફ પ્રસન્નતાનો ભાવ રાખીને,પરમ વૈષ્ણવી પરંપરા વારકરીૉિ ધારાનાં બધા જ સાધકોને પ્રણામ કરીને કહ્યું કે હનુમાન ચાલીસામાં સંકલ્પ તો એવો છે કે:બરનવું રઘુબર બિમલ જશ-પણ વર્ણન તો હનુમાનજીના સંદર્ભમાં છે!તો શું સમજવું?
વેદોનું ભાષ્ય ઉપનિષદ,ઉપનિષદનું ભાષ્ય ભગવદ ગીતા,ભગવદગીતાનું ભાષ્ય રામચરિતમાનસ છે. રામ કિંકકરજી મહારાજ કહેતા ગીતાના બધા જ યોગ રામચરિત માનસમાં પ્રયોગ છે.રામચરિત માનસનું ભાષ્ય સુંદરકાંડ માનવામાં આવે છે. સુંદરકાંડનું ભાષ્ય હનુમાન ચાલીસા અને હનુમાન ચાલીસામાં રઘુવર માત્ર રામ નથી.ભરત,શત્રુઘ્ન, લક્ષ્મણ-બધા જ ભાઈઓ વર-શ્રેષ્ઠ છે.
હનુમાનજી પણ રઘુવર છે.રામ હનુમાનને કહે છે તું મને લક્ષ્મણ કરતા બમણો વહાલો છો.હનુમાન ચાલીસા ગુરુમહિમા છે.ચાલીસેય પંક્તિઓ ગુરુ ચાલીસા છે.૧૦-કથા હનુમાન ચાલીસા પર થઈ છે ૧૧મી કથાનો એક પાઠ બાકી છે.હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે.તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો.
રામચરિત માનસમાં ઋષિ શબ્દથી વધારે મુનિ શબ્દનો પ્રયોગ થયો છે.મુનિનો મતલબ છે સાધુ.કોઈ સાધુ નાચવા,ગાવા ને બોલવા લાગે ત્યારે ઋષિ,અને મૌન થઈ જાય તો એ મુનિ છે.મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે.પણ ઋષિ-મુનિમાં ભેદ ન સમજતા.
મૌનનો નિરંતર અભ્યાસ કરે એ સાધુ છે.
એ પણ જણાવ્યું કે આવતા વર્ષે પરબનીમાં કથા બાદ અહલ્યા નગરી તેમજ મહારાષ્ટ્રના પાટનગર ઘાટકોપર-બોરીવલીમાં પણ એક કથાગાન કરવાનું છે મુનિની અનેક નિષ્ઠાઓમાં પહેલી નિષ્ઠા-મૌન છે.એ જ રીતે બીજી નિષ્ઠા-મંત્ર,માળા,મનન નિષ્ઠા.મારુતિ નિષ્ઠા,માનસ નિષ્ઠા,મહત્પાદ નિષ્ઠા અને વિશ્વ માંગલ્યની નિષ્ઠાઓ છે.
જ્ઞાનેશ્વરીજી કહે છે કે મારા મનની ગતિ આશ્રમ તરફ થાય,આમ-તેમ ભટકે નહીં.
સંક્ષિપ્ત કથાગાનમાં અંગદનો સંધિ પ્રસ્તાવ નિષ્ફળ જતા યુદ્ધ અનિવાર્ય બન્યું.રામ-રાવણનું વચ્ચે ભિષણ યુદ્ધ પછી રાવણને ગતિ આપીને,સીતાજીને પુષ્પક વિમાનમાં અયોધ્યા લવાયા.વશિષ્ઠના હાથે રામના ભાલ પર રાજ્યાભિષેકનું તિલક થયું.સત્ય, પ્રેમ,કરુણાની એ પંક્તિઓનું ગાયન કરીને તલગાજરડાનાં ઠાકૂર જ્યાં બિરાજમાન છે એ ત્રિભુવનીય ઠાકૂરનાં ચરણોમાં રામકથાનું સુ-ફળ અર્પણ કરીને કહ્યું કે ૧૦૦-૨૦૦ વર્ષ જૂની મૂર્તિ વાંગર(મહુવા પાસે) છે ત્યાં પણ એક કથા કરશું.આ કથાને વિરામ અપાયો.
આગામી-૯૭૯મી રામકથા ૧૩ જૂનથી ૨૧ જૂન દરમિયાન અરબ સાગરની રાણી એવી કોચ્ચિ(જિ-એર્નાકૂલમ્)-કેરલની ભૂમિથી ગવાશે.
જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી તથા ચિત્રકૂટધામ -તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ મારફત નિયમિત સમયે નિહાળી શકાશે.
Box
રામચરિત માનસમાં રહેલા આશ્રમોની સૂચિ.
ભરદ્વાજ મુનિનો આશ્રમ,નારદ આશ્રમ,મનુ-શતરૂપા આશ્રમ,કપટ મુનિનો આશ્રમ,વિશ્વામિત્ર,ગૌતમ મુનિ, વાલ્મીકિ,રામનો ચિત્રકૂટ આશ્રમ.અત્રિ,અગસ્ય,સુતિક્ષ્ણ મુનિનો આશ્રમ, શબરી આશ્રમ,કાલનેમીનો આશ્રમ,કાગભુષંડીનો આશ્રમ.એમાં કિલ્લારીનાં આ વાલ્મીકિ આશ્રમને જોડતાં ૧૮-આશ્રમો દેખાય છે.
== સમાપ્ત ==

