Amdavad Post
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વન મેન કોન્સર્ટમાં સ્ટેજ પરથી ઓડિયન્સને મલ્ટિ લેયર્ડ મ્યુઝિકનો અનુભવ અપાયો

એચ.કે. હોલમાં વન મેન કોન્સર્ટ પરફોર્મન્સ યોજાયો

અમદાવાદ, ગુજરાત | ૦૨ જૂન ૨૦૨૬ | શહેરના અંકિત પટેલનું વન મેન કોન્સર્ટ પરફોર્મન્સ યોજાયું. મૂળ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરનાર અંકિત પટેલ બાળપણથી જ મ્યુઝિક પ્રત્યે વધુ રસ ધરાવતા અંકિત પટેલે પોતાના મ્યુઝિકના શોખને કરિયર જ બનાવી દીધું. અમદાવાદમાં પહેલીવાર વન મેન કોન્સર્ટ પરફોર્મ કરનાર અંકિત પટેલે સિંગલ હેન્ડેડ ટેકનોલોજી અને ત્રણ સિંક કરેલા કી-બોર્ડની મદદથી લાઈવ બેન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. સામાન્ય રીતે સ્ટેજ પર અલગ-અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે જુદા જુદા કલાકારોની જરૂર પડતી હોય છે પરંતુ વન મેન કોન્સર્ટમાં એક જ વ્યક્તિએ વોકલ્સ અને સંપૂર્ણ મ્યુઝિક બંનેની કમાન સંભાળી હતી. કીબોર્ડમાં ડ્રમ્સ, ગિટાર, વાયોલિન અને બેઝ ગિટાર જેવા વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સના સાઉન્ડ પેચીસ ડિઝાઇન કરીને અંકિત પટેલે મલ્ટી-લેયર્ડ મ્યુઝિકલ અનુભવ તૈયાર કર્યો હતો જેનો અનુભવ દર્શકોને ખૂબ ગમ્યો હતો. આ કોન્સર્ટની ખાસ બાબત એ રહી કે, સ્ટેજ પરની તમામ ટેકનિકલ અને મ્યુઝિકલ બાબતો તેઓ કોઈ બેકસ્ટેજ સપોર્ટ વગર અંકિત પટેલે જ મેનેજ કરી હતી. પોતાના પરફોર્મન્સ અને મ્યુઝિક જર્ની અંગે વાત કરતા અંકિત પટેલે જણાવ્યું કે, છેલ્લા 8થી 9 વર્ષથી હું વેડિંગ અને કોર્પોરેટ ઇવેન્ટ્સમાં મ્યુઝિક પરફોર્મ કરી રહ્યો છું. શરૂઆતમાં હું ગિટાર સાથે સિંગિંગ કરતો હતો, પરંતુ મ્યુઝિક પ્રોડક્શન અને ટેક્નોલોજીના નોલેજને કારણે હું પોતાના પરફોર્મન્સને એક નવી દિશા આપી શક્યો. અત્યારસુધી વન મેન કોન્સર્ટ કોન્સેપ્ટ સાથે આયર્લેન્ડ, હોંગકોંગ, મોલદીવ, વિયતનામ, શ્રીલંકા, દુબઈ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પ્રાઈવેટ શોઝ કરી ચૂક્યો છું. મોટા સ્કેલ પર અમદાવાદમાં પહેલી વાર વન મેન કોન્સર્ટ સાથે પબ્લિક શો કર્યો. જેનો પ્રતિસાદ દર્શકો થકી ખૂબ જ અનબિલિવેબલ રહ્યો. આ પરફોર્મન્સમાં બોલિવૂડના નવા-જૂના ગીતોને અનપ્લગ્ડ ફ્લેવર અને મેશઅપ સ્ટાઇલમાં રજૂ કર્યા હતા. ભવિષ્યમાં આ કોન્સેપ્ટ સાથે ભારત ઉપરાંત યુએસ અને કેનેડા જેવા દેશોમાં પણ પબ્લિક શોઝ યોજવાનું આયોજન છે.

== સમાપ્ત ==

Related posts

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

‘હક’ ફિલ્મના યામી અને ઇમરાનના અદભુત પાત્ર પોસ્ટર હવે રિલીઝ થઈ ગયા છે.

amdavadpost_editor

જયપુર હોસ્પિટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment