Amdavad Post
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું સ્ક્રીનિંગ અમદાવાદમાં યોજાયું અને સ્ક્રીનિંગમાં રાજપૂત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરાયું

ગુજરાત, અમદાવાદ ૨૪ મે ૨૦૨૫: બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું અમદાવાદમાં સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જે સ્ક્રીનિંગ માટે ફિલ્મના મુખ્ય કલાકારો સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ભવ્ય ગાંધી અને આકાંક્ષા શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા. કેસરી વીર ગુજરાતનાં એવા સાહસી હમીરજી ગોહિલની વાત છે જેમને સમય જતા લોકો ભૂલી ગયા છે. ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર સૂરજ પંચોલીએ ભજવ્યું છે જ્યારે સુનીલ શેટ્ટી વેગડાજીનું ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વિલન જાફર ખાનના પાત્રમાં જોવા મળશે.

આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે આ ફિલ્મના મેકર્સ દ્વારા NY સિનેમા ખાતે યોજેલ સ્ક્રીનિંગમાં રાજપૂત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જે સન્માન કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનોને પાઘડી પહેરાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેસરી વીર ફિલ્મ સ્ક્રિનિંગમાં ઉપસ્થિત તમામ કલાકારોએ રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને ફિલ્મમાં હમીરજીના પાત્ર વિશે વિગતે ચર્ચા કરી હતી.

Related posts

ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં બસ બુકિંગમાં 23%નો વધારો થવાની ધારણા, રેડબસનો રિપોર્ટ

amdavadpost_editor

ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે લીડરશીપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે

amdavadpost_editor

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

amdavadpost_editor

Leave a Comment