Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બાપુની કથા નિષ્ઠા,જુસ્સો અને શ્રોતાઓની કથાપ્રીતિથી નવદ્વીપમાં રાત્રે બે વાગ્યે શરુ થયું કથાગાન

*કથામાતાનું જાગરણ કરી વહેલી સવારનાં પ્રભાતિયાઓથી કથા વિરામ લઇ ફરી બપોરથી કથા શરૂ થઇ.*

*અશ્રુ,આશ્રમ,આશ્રય અને નિરંતર કૃષ્ણ સંકીર્તનમાં કરેલો શ્રમ ચૈતન્ય મહાપ્રભુનો સ્વસ્તિક છે.*

*ભગવાન ગૌરાંગ,શચિમાતા,શ્રી પ્રિયા અને વિષ્ણુ પ્રિયા,કેન્દ્રમાં નિત્યાનંદનો એક સ્વસ્તિક છે*

*આપણી પાસે કોઈ બુદ્ધપુરુષ અશરીરી બેઠા હોય છે-એ આધ્યાત્મિક સત્ય છે.*

*પાંચ પ્રકારના આવેગો જેણે રોકેલો છે એના ઉપર વિશ્વાસ બેસે છે.*

*રૂપ તત્વ,સનાતન તત્વ,જીવ તત્વ,ચૈતન્ય તત્વનો સ્વસ્તિક છે.*

*યોગી આદિત્યનાથનાં દિવંગત માતુશ્રીને બાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી*

*રામકૃષ્ણ પરમહંસ,મા શારદા દેવી,વિવેકાનંદ અને મા કાલી બંગભૂમિનો સ્વસ્તિક છે,કેન્દ્રમાં મા ગંગા છે.*

*રામકૃષ્ણ જ્ઞાનનાં,વિવેકાનંદ કર્મનાં,શારદા દેવી ભક્તિનાં,મા કાલી શક્તિનાં પ્રતીક છે.*

—————————————-

બાપુની કથા નિષ્ઠા,જુસ્સો અને શ્રોતાઓનાં કથા પ્રેમના કારણે ૪૮ કલાકથી વધુ અવિરત ટ્રેન યાત્રામાં ખૂબ મોડું થવા છતાં રાત્રે ૨:૦૦ વાગે કથાગાન શરૂ કરતાં બાપુએ વ્યંગમાં બધાને કહ્યું કે નવા દિવસની શુભ પ્રભાત!જ્યારે કથાયાત્રા સાતમા દિવસ-શુક્રવાર રાત્રે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની જન્મ અને લીલા સ્થળી માયાપુર-નવદ્વીપનાં રેલવે રીક્રીએશન મેદાન પર પહોંચી.આશ્રય અને આંસુઓનો ભૂખંડ,બાઉલો અને દીવાનોની ભૂમિમાં બધાની ધીરજ,શ્રદ્ધા અને તપને નમન કરતા બાપુએ કહ્યું કે કથા-માતા છે એટલે માતાજીનું જાગરણ સમજી લઈએ.

ભગવાન ગૌરાંગ,શચિમાતા,પૂર્વપત્ની શ્રી પ્રિયા અને વિષ્ણુ પ્રિયા અને કેન્દ્રમાં નિત્યાનંદનો એક સ્વસ્તિક છે.

ચૈતન્યના આંસુ,તેનાં ચારેય આશ્રમો-ઉત્તર દિશામાં જોતા સમાધિ લાગી જતી,વૃંદાવન તરફ જોતા રહેતા,એ તેમનો વાનપ્રસ્થ હતો-એ અશ્રુ,આશ્રમ, આશ્રય અને નિરંતર કૃષ્ણ સંકીર્તનમાં કરેલો શ્રમ-એક સ્વસ્તિક છે.

ચૈતન્ય પરંપરામાં જીવ પણ ગોસ્વામી બની શકે છે ચૈતન્યનાં આંસુમાં બલરામ અને શ્રીકૃષ્ણ નીકળે છે એટલે વિશ્વાસ-ભરોસો થાય છે.

પાંચ પ્રકારના આવેગો-વાણીનો વેગ,મનનો,ઉદરનો, ઉપસ્થનો અને અહંકારનો વેગ જેણે રોકેલો છે એના ઉપર વિશ્વાસ બેસે છે.

આપણી પાસે કોઈ બુદ્ધપુરુષ અશરીરી બેઠા હોય છે એ આધ્યાત્મિક સત્ય પણ બાપુએ કહ્યું અને જણાવ્યું કે વિચાર સમાન કોઈ જ્ઞાન નથી,જપ સમાન યજ્ઞ,સત્ય સમાન ધર્મ,મૌન સમાન તપ અને સાધુના સંગ સમાન કોઈ સંગ નથી.

અધ્યાત્મનાં શ્રદ્ધા જગતમાં તુકારામ વિઠ્ઠલ-વિઠ્ઠલ કરીને વિઠોબામાં સમાઈ ગયા,મીરાંબાઈ દ્વારકાધીશ માં લીન થઈ એમ ચૈતન્ય અહીં હરિ બોલ-હરિ બોલ કરીને જગન્નાથ સમાયા છે.સાધુનું મૃત્યુ થતું નથી.

ભગવાન ચૈતન્ય,સનાતન ગોસ્વામી,જીવ ગોસ્વામી અને રૂપ ગોસ્વામીનો પણ એક સ્વસ્તિક છે.

એમ રૂપ તત્વ,સનાતન તત્વ,જીવ તત્વ,ચૈતન્ય તત્વનો પણ સ્વસ્તિક બતાવ્યો.

જનકપુરનાં પુષ્પવાટિકા,વિવાહ પ્રસંગનાં ચરિત્ર કહી કથાને વિરામ આપતી વખતે સવારનાં પાંચ વાગી ગયા ત્યારે નરસિંહ મહેતાનાં પ્રભાતિયાઓ ગાઇ આ પુષ્પ ભગવાન ચૈતન્યને સમર્પિત કરીને ૧૪૦ કિમી દૂર કોલકાતાનાં મહાકાલી અને રામકૃષ્ણ પરમહંસની ભૂમિ દક્ષિણેશ્વર ખાતે શનિવાર બપોરે કથા શરૂ થઇ.

આરંભે અરુણભાઇ શ્રોફ દ્વારા પોતાની આત્મકથાનું બાપુનાં હસ્તે બ્રહ્માર્પણ થયું.બંગાળની સર્વાંગ સમૃધ્ધ ભૂમિ,અનેક ચેતનાઓની કેન્દ્ર બિંદુ મા ગંગાને પ્રણામ કરતા કોલકાતા,બંગાળની પૂર્વ કથાઓને સ્મરી.આવતા વરસે અહીં કથાગાન માટે આવવાનો મનોરથ જણાવ્યો

શરીર તો ચાલતું રહે મન કમજોર ન બને,મજબૂત બની રહે એ માટે આઠ પ્રકારની નિષ્ઠાની વાત કરી.

જ્યાં સત્ય નિષ્ઠા-કઠિન છે,સત્યનું સેવન કર્યું એની પ્રતિષ્ઠા શરુમાં ખરડાઇ છે,પણ પછી ધજા ફરકી છે.ગુરુનિષ્ઠા જ્યાં

*સદગુરુ બૈદ બચન બિસ્વાસા;*

*સંજમ યહ ન બિષય કૈ આસા.*

મંત્ર નિષ્ઠા,ઇષ્ટ નિષ્ઠા,ગ્રંથ નિષ્ઠા,ભક્તિ નિષ્ઠા,ધ્યાન નિષ્ઠા,‌‌‌‌જ્ઞાન નિષ્ઠા.

મહાપ્રભુજી કહે છે એમ આશ્રય,ધૈર્ય અને વિવેક ઔષધિ છે.

રામકૃષ્ણ પરમહંસ,મા શારદા દેવી,વિવેકાનંદ અને મા કાલી બંગભૂમિનો સ્વસ્તિક છે.કેન્દ્રમાં મા ગંગા છે.

રામકૃષ્ણ જ્ઞાનનાં,વિવેકાનંદ કર્મનાં,શારદા દેવી ભક્તિનાં,મા કાલી શક્તિનાં પ્રતીક છે.

જ્ઞાન,કર્મ,ભક્તિ અને શક્તિ શુભકર્તા,મંગલદાયી, કલ્યાણકારી છે.

ગંગાનો પ્રવાહ વિશ્વનું કલ્યાણ કરે છે.

શેષ કથાનું વિહંગાવલોકન કરતા અયોધ્યાકાંડ, વનગમન પ્રસંગો બાદ સંક્ષિપ્તમાં લંકાકાંડ સુધી પહોંચી સેતુબંધ રામેશ્વરની સ્થાપના થઇ.

*કથાયાત્રાની સાથે-સાથે:*

આ કથાયાત્રાનું જ્યાં સમાપન થશે-ઓડિશાનાં પુરીમાં આવેલા જગન્નાથ મંદિરનાં આધ્યાત્મિક અને શ્રધ્ધા જગતનાં ૧૦-મુખ્ય રહસ્યો અને માન્યતાઓ:

૧-પવન સામે ધ્વજ લહેરાવવો:મંદિરનાં શિખર પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો રહે છે.એવું માનવામાં આવે છે કે તેને દરરોજ બદલવો જોઈએ.

૨-શિખરનો પડછાયો નહીં:દિવસ દરમિયાન મુખ્ય ગુંબજનો પડછાયો જમીન પર દેખાતો નથી.

૩-સમુદ્રના મોજાઓનો અવાજ:સિંહ દરવાજાની બહાર દરિયાનાં મોજાઓનો અવાજ સંભળાય છે, પરંતુ અંદર પગ મૂકતાની સાથે જ તે બંધ થઈ જાય છે.

૪-રસોડામાં પ્રસાદ બનાવવાની પદ્ધતિ:પ્રસાદ સાત માટીનાં વાસણો એક બીજા ઉપર મૂકીને રાંધવામાં આવે છે,જેમાં સૌથી ઉપરના વાસણમાં ખોરાક પહેલા પાકે છે.

૫-મહાપ્રસાદ કોઈ દિ’ ઘટતો નથી:ભક્તોની સંખ્યા ગમે તેટલી હોય,મહાપ્રસાદ ક્યારેય ઓછો થતો નથી અને મંદિર બંધ થતાં જ તેને પૂર્ણ માનવામાં આવે છે.

૬-નીલ ચક્ર (સુદર્શન ચક્ર):શિખર પર સ્થાપિત નીલ ચક્ર દરેક દિશામાંથી જોવામાં આવે ત્યારે આગળ તરફ દેખાય છે.

૭-પવન દિશા નિયમ:સામાન્ય દરિયાકાંઠાનાં નિયમોથી વિપરીત,અહીં પવન પ્રવાહ અંગે એક અનોખી માન્યતા પ્રચલિત છે.

૮-મંદિરની ઉપરથી પક્ષીઓ ઉડતા નથી: મુખ્ય શિખર પર પક્ષીઓ ઉડતા કે ફરતા હોવાનો કોઈ દાખલો નથી.

૯-નવું સ્વરૂપ અને બ્રહ્મ પદાર્થ: ચોક્કસ અંતરાલે નવી મૂર્તિઓની સ્થાપના દરમિયાન ‘બ્રહ્મ પદાર્થ’ સ્થાનાંતરિત કરવાની ગુપ્ત પરંપરા જોવા મળે છે.

૧૦-રથયાત્રા પરંપરા: ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય રથયાત્રાનું આયોજન અષાઢ મહિનામાં કરવામાં આવે છે.

શ્રી જગન્નાથ મંદિરનું બાંધકામ ૧૨મી સદીમાં પૂર્વીય ગંગવંશના શાસક અનંતવર્મન ચોડગંગ દેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું,રાજા અનંગભિમ દેવ દ્વારા પૂર્ણ થયું

આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રી કૃષ્ણ),બલભદ્ર અને સુભદ્રાને સમર્પિત,ચાર ધામોમાંથી એક છે.

પૌરાણિક કથાઓ અનુસાર, માલવા(અવંતી)નાં રાજા ઇન્દ્રદ્યુમ્નએ ભગવાન વિષ્ણુનાં સ્વરૂપ નીલ માધવની પૂજા કરવા માટે અહીં મંદિર બનાવ્યું હતું.

નીલ માધવની શરૂઆતમાં સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા ગુપ્ત રીતે પૂજા કરવામાં આવતી હતી.

સ્કંદ પુરાણ,નારદ પુરાણ અને મત્સ્ય પુરાણો આ સ્થળને ‘પુરુષોત્તમ ક્ષેત્ર’ અથવા ‘નીલાંચલ’ તરીકે ઓળખાવે છે.

આદિ શંકરાચાર્યે(૮મી-૯મી સદી)અહીં ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી,

૧૨મી સદીનું બાંધકામ: પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિરના ઐતિહાસિક રેકોર્ડ અને વર્ણનો અનુસાર, હાલનું ભવ્ય મંદિર ૧૦૭૮ની આસપાસ કલિંગ સ્થાપત્ય શૈલીમાં શરૂ થયું હતું અને ૧૨મી સદીનાં અંત સુધીમાં વિકસાવવામાં આવ્યું હતું.

ગજપતિ શાસન અને સંત ચૈતન્ય મહાપ્રભુના્ આગમનથી જગન્નાથ ભક્તિને વ્યાપક ટેકો મળ્યો. વાર્ષિક રથયાત્રા અને દર થોડા વર્ષે યોજાતી “નવકાલેવર”(નવી લાકડાની મૂર્તિઓનું નિર્માણ)ની પરંપરા મંદિરની ઓળખ છે.

મંદિરે તેના ઇતિહાસમાં અનેક આક્રમણોનો સામનો કરવો પડ્યો -ખાસ કરીને ૧૬મી સદીના કાલા પહાડ હુમલો,જેના કારણે મંદિર અને તાડપત્રોનાં શિલાલેખ (‘માદલ પંજી’) ને વ્યાપક નુકસાન થયું.છતાં ભક્તો અને શાસકોએ મૂર્તિઓનું રક્ષણ કર્યું અને મંદિર અને પરંપરાઓને પુનર્જીવિત કરી.

== સમાપ્ત ==

Related posts

કિસાનરાજ’ દૈનિકનો ૨૦માં વર્ષમાં પ્રવેશ

amdavadpost_editor

ક્યુનેટ ઇન્ડિયાના શાનદાર ગિફ્ટ ગાઈડની સાથે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરો

amdavadpost_editor

“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે

amdavadpost_editor

Leave a Comment