Amdavad Post
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda Auto India એ “સહેલાઇથી પ્રેમમાં પડી જવાય” તેવી નવી Kushaq ને બજારમાં રજૂ કરીને મૂલ્યવર્ધન, પ્રદર્શન અને સલામતીની નવી પરિભાષા આપી

ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને સલામતીમાં અગ્રેસર કાર બ્રાન્ડે પોતાના ગ્રાહકો માટે આ શ્રેણીને ભારતીય બજારમાં સુદૂર સુધી પહોંચાડીને, નવા માપદંડો નિર્ધારિત કર્યાં

  • મૂલ્યવર્ધન અને પોતાની કાર હોવાનો ગર્વ: આગળ અને પાછળની બાજુએ બિલકુલ નવી ડિઝાઇન, આખી શ્રેણીમાં ખરા અર્થમાં ટર્બોચાર્જ્ડ ઑટોમેટિક્સ, LED હેડલેમ્પ્સ તથા ટેઇલલેમ્પ્સ, પાછળ તરફ ટર્ન માટેના સીક્વન્શિયલ ઇન્ડિકેટર્સ, એલોય વ્હીલ્સ, ઇલેક્ટ્રિક સનરુફ, ક્લાઇમેટ્રોનિક ઑટો એસી, ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ તથા Škoda સુપર કેર જેવી વૈવિધ્યપૂર્ણ લાક્ષણિકતાઓને હવે માનક સ્વરૂપે પ્રસ્તુત છે
  • કોઈ બાંધછોડ વિનાની સલામતી: ગ્લોબલ NCAP 5-સ્ટાર રેટિંગવાળી સલામતી, જેમાં 40+ સુરક્ષા લાક્ષણિકતાઓ છે, તેમાં હવે વરસાદમાં જાતે ચાલુ થઈ જતાં વાઇપર્સ, પાછલા કાચ માટે વાઇપર અને ડીફોગર, ઑટો IRVM એક માનક સુવિધા તરીકે ઉપલબ્ધ છે.
  • નવી Kushaq Classic+ એન્ટ્રી-લેવલના વેરિઅન્ટથી જ સલામતી સુવિધાઓને ઉન્નત શ્રેણીમાં લઈ ગઈ છે.
  • શ્રેણીમાં સૌપ્રથમ, બેઝ વેરિયન્ટથી ઉપલબ્ધ આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઑટોમેટિક થકી પોતાની શ્રેણીમાં પહેલેથી જ અગ્રેસર ડ્રાઇવિંગ ડાઇનેમિક્સના અનુભવને નવી ઊંચાઈએ લઈ જાય છે.
  • શ્રેણીમાં સૌપ્રથમ વખત પાછલી સીટ માટે મસાજર વડે સુસજ્જ આરામદાયક અનુભવ.
  • નવી Kushaq 1.0 TSI ની કિંમતની શ્રેણી ₹ 10,69,000 થી શરુ થાય છે
  • પોતાની શ્રેણીમાં ટોચનું સ્થાન ધરાવતી 1.5 TSI Prestige અને Monte Carlo હવે વધુ આકર્ષક બની છે, જેમાં બધા પૈડાંમાં ડિસ્ક બ્રેક્સ,પેનોરેમિક સનરુફ, 26.03 cm વર્ચ્યુઅલ કૉકપિટ અને બીજી ઘણી સુવિધાઓ
  • દમદાર પ્રદર્શનના ચાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી, ખ્યાતનામ સાત-સ્પીડ DSG સાથેની નવી Kushaq 1.5 TSI, ₹ 18,79,000 થી ઉપલબ્ધ છે.
  • 183+ શહેરોમાં આવેલા 325 ટચપૉઇન્ટ્સ થકી ‘તમે ડ્રાઇવિંગ કરતી વખતે ક્યારેય એકલા નથી’નો વાયદો પાળી બતાવે છે

Škoda Auto India એ પોતાની નવી તાજગીભરી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ Kushaq માટે કિંમતોની જાહેરાત કરી છે અને ગ્રાહકોને ડિલિવરી આપવાનું શરુ કરી દીધું છે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રસ્તુત કરવામાં આવેલી, નવી Kushaq મૂલ્યવર્ધન, સલામતી, ડ્રાઇવિંગ સુવિધાઓ માટે પોતાના માનકો વધુ ઊંચે લઈ જાય છે અને યુરોપિયન ટેક્નોલૉજી દેશભરમાં વિસ્તારવાની વ્યૂહરચનાને આ કારની આખી શ્રેણી માટે આગળ વધારે છે. પોતાની શ્રેણીમાં પહેલવહેલી વખત જોવા મળી રહેલી ટેક્નોલૉજી, જેમકે, નવીનતમ આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઑટોમેટિક ટ્રાન્સમિશન, પાછલી સીટ પર મસાજ સુવિધા, અને અનેક નવતર લાક્ષણિકતાઓ અને માનક સાધનોથી સજ્જ, નવી Kushaq 1.0 TSI અને નવી Kushaq 1.5 TSI બંને, યુરોપિયન એન્જિનિયરિંગ અને 5-સ્ટાર સલામતી ભારતીય રસ્તાઓ પર વધુ સુગમ બનાવવાની Škoda Auto India ની વ્યૂહરચનાને અનુસરે છે. નવી Kushaq પાંચ ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે: Classic+, Signature, Sportline, Prestige અને Monte Carlo, આ તમામ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની સાથે મેન્યુઅલ અને ખરેખરા અર્થમાં ઑટોમેટિક ટ્રાન્સમિશનમાંથી પસંદગી ઉપલબ્ધ કરાવે છે. ગ્રાહકો પાસે પસંદગી કરવા માટે આઠ રંગો છે – કેન્ડી વ્હાઇટ, કાર્બન સ્ટીલ, બ્રિલિયન્ટ સિલ્વર, લાવા બ્લ્યુ, અને ડીપ બ્લેક સહિત હવે ત્રણ બિલકુલ નવા રંગોનો ઉમેરો થયો છે: શિમલા ગ્રીન, સ્ટીલ ગ્રે, અને ચેરી રેડ.

Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તાએ જણાવ્યું, “Škoda Auto India ખાતે, અમારું ધ્યેય યુરોપિયન ટેક્નોલૉજીને લોકો સુધી પહોંચાડવાનું અને સુદૂર ફેલાયેલા ગ્રાહકો માટે તે વધુ સુગમ બનાવવાનું છે. નવી Kushaq સાથે, અમે આ સમગ્ર શ્રેણીમાં મૂલ્યવર્ધનને ખરા અર્થમાં નવી પરિભાષા આપી છે. નવી Kushaq એ તમામ વેરિઅન્ટ્સમાં સ્પર્ધાત્મક ભાવ નિર્ધારણ, સલામતી લાક્ષણિકતાઓના માનકો અને એકંદર પ્રદર્શનમાં ઉમેરા થકી અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. આ સેગમેન્ટમાં સૌપ્રથમ વખત જોવા મળતા ઉમેરાઓ, જેમકે, આઠ-સ્પીડ ઑટોમેટિક ગિયરબૉક્સ, પાછલી સીટ પર મસાજ સુવિધા, અને અનિવાર્ય સુવિધાઓને હવે માનક બનાવી દીધી હોવાથી, પ્રારંભિક વેરિઅન્ટથી લઈને જ અદભૂત મૂલ્યવર્ધન મળે છે. પોતાની શ્રેણીમાં અગ્રેસર સલામતી, બેજોડ ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને આ કાર પોતાની હોવાનું ગર્વ એ દરેક Škoda ની જેમ દરેક નવી Kushaq સાથે પણ આવે છે.”

નવી Kushaq 1.0 TSI
નવી Kushaq સાથે તેનું ભરોસાપાત્ર અને બેજોડ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન તો ખરું જ. Kushaq 1.0 TSI કિંમત સામે શ્રેષ્ઠ મૂલ્ય, કાર્યક્ષમતા અને ટેક્નોલૉજી રજૂ કરે છે, જેમાં છ-સ્પીડ મેન્યુઅલ, અને તેના સેગમેન્ટમાં સૌપ્રથમ એવું આઠ-સ્પીડ ટોર્ક કન્વર્ટર છે, જે Škoda ની આ નવી પેશકશને ચલાવવાના અનુભવને બિલકુલ નવી રીતે પરિભાષિત કરે છે. આ SUV પોતાના ટર્બોચાર્જ્ડ એન્જિન વડે 85 kW પાવર અને 178 Nm ટોર્ક આપે છે. 1.0 TSI મેન્યુઅલ 19.66 km/l ઇંધણ કાર્યક્ષમતા આપે છે – ARAI, જ્યારે 8-સ્પીડ ઑટોમેટિક માટે આ આંકડો 19.09 km/l છે – ARAI.

નવી Kushaq 1.5 TSI
વધુ દમદાર પ્રદર્શન ઇચ્છતા ગ્રાહકો માટે, 1.5 TSI આપે છે 110 kW અને 250 Nm જેટલો ટોર્ક, અને તે સાત-સ્પીડ DSG ઑટોમેટિક ટ્રાન્સમિશન સાથે વિશેષ રીતે જોડીમાં કામ કરે છે. નવી Kushaq 1.5 TSI માં ચારેય પૈંડાઓમાં ડિસ્ક બ્રેક બેસાડેલી છે, તેમજ Monte Carlo વેરિઅન્ટમાં રેડિયન્ટ દેખાતાં લાલ રંગના બ્રેક કેલિપર્સ બેસાડેલાં છે. 1.5 TSI DSG તમને 18.72 km/l ની ઈંધણ કાર્યક્ષમતા આપ છે – ARAI. તેની ઍક્ટિવ સિલિન્ડર ટેક્નોલૉજી, જે ક્રુઝિંગ મોડ પર બે સિલિન્ડર બંધ કરી દે છે, તેની સાથે 1.5 TSI ટેક્નોલૉજી બાબતે કૌશલ્યની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે નવી Kushaq 1.5 TSI, હંમેશાની જેમ, કારના રસિયાઓને કાર્યક્ષમતામાં કોઈ બાંધછોડ વિના સંતોષપ્રદ પ્રદર્શન, પાવર, અને ટોર્ક આપતી રહેશે.

ઈઝી ઑનરશિપ એક માનક સુવિધા તરીકે: Škoda સુપર કેર
નવી Kushaq પોતાની સાથે Škoda Auto India ના નૈતિકમૂલ્યો લઈને આવે છે જે કારની માલિકી હોવાનો અહ્લાદક અનુભવ આપે છે. તેની સાથે હવે Škoda સુપર કેર આવે છે: માનક 4-વર્ષ માટેની અથવા 100,000 કિલોમીટરની વૉરંટી, અને સાથે 4 વર્ષ માટે જરૂર પડ્યે રોડ પર સહાયથી, લાંબાગાળા માટે નિશ્ચિંતતા આપે છે. વધુમાં, ગ્રાહકોને અમારી બે વર્ષ અથવા 30,000 કિલોમીટર સુધીની કારીગરી-ખર્ચ વિનાની સર્વિસનો લાભ મળે છે. વૉરંટીને ચુકવણી કર્યાના આધારે આઠ વર્ષના સમયગાળા સુધી વિસ્તારી શકાય છે. છ-વર્ષીય કાટરોધક વૉરંટી અને ત્રણ-વર્ષીય પેઇન્ટ વૉરન્ટી આને પૂરક બને છે.

Price Summary:

New Kushaq Price INR (Ex- Showroom)
1.0 TSI MT 1.0 TSI AT 1.5 TSI DSG
Classic+ ₹ 10,69,000 ₹ 12,69,000
Signature ₹ 14,59,000 ₹ 15,59,000
Sportline ₹ 14,74,000 ₹ 15,74,000
Prestige ₹ 16,79,000 ₹ 17,59,000 ₹ 18,79,000
Monte Carlo ₹ 17,89,000 ₹ 18,99,000

 

Škoda Auto

  • is successfully steering through the new decade with the Next Level Škoda Strategy
  • aims to become one of the top three best-selling brands in Europe by the end of the decade by offering its customers the best of both worlds through a range of attractive BEV, hybrid & ICE products
  • effectively exploits the potential in important growth markets such as India, Vietnam and the ASEAN region
  • currently offers customers 12 passenger car model ranges: Fabia, Scala, Octavia, Superb, Kamiq, Karoq, Kodiaq, Elroq, Enyaq, Slavia, Kylaq and Kushaq
  • delivered more than 10,40,000 vehicles to customers worldwide in 2025
  • has been part of the Volkswagen Group, one of the world’s most successful car manufacturers, for more than 30 years
  • is part of Brand Group CORE, an organisational merger of the Volkswagen Group’s volume brands, with the aim of achieving joint growth and significantly increasing the overall efficiency of all five volume brands
  • independently develops and produces components such as MEB battery systems, engines and transmissions for other Volkswagen Group brands
  • operates three production plants in the Czech Republic; has production capacities in China, Slovakia and India, mostly through group partnerships, as well as in Vietnam and Ukraine in cooperation with a local partner
  • employs around 40,000 people worldwide and is active in almost 100 markets

Škoda Auto India

  • fascinating customers in India since 2001
  • offers 4 models in India – Kylaq, Slavia, Kushaq, and Kodiaq
  • present in 184 cities across the country with over 325 customer touchpoints
  • Recorded a 107% year-on-year growth with 72,665 cars sold in 2025

Škoda Auto India website – www.skoda-auto.co.in

Related posts

કોટક પ્રાયવેટના ટોપ ઓફ ધ પિરામિડ રિપોર્ટમાં ભારતના અલ્ટ્રા-HNIsના પ્રવાહમાં પરિવર્તન થયું હોવાનુ બહાર આવ્યું

amdavadpost_editor

GCCI યુથ કમિટીએ GYPL VII ક્રિકેટ લીગ પહેલા ખેલાડીઓના ઓક્શનનું આયોજન કર્યું

amdavadpost_editor

સેમસંગ દ્વારા M9: AI-પાવર્ડ 4K QD-OLED સ્માર્ટ મોનિટર રજૂ, જે કામ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં પરિવર્તન લાવે છે

amdavadpost_editor

Leave a Comment