Amdavad Post
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ટીસીઆઈએ આરોગ્ય, નેત્ર તપાસ અને માર્ગ સલામતી પહેલ સાથે ઉજવ્યો ડ્રાઇવર ડિગ્નિટી ડે ૨૦૨૬

સાત રાજ્યોમાં યોજાયેલા કાર્યક્રમોમાં 1280 ડ્રાઇવર જોડાયા

ગુરુગ્રામ | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ | ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ)એ ડ્રાઇવરોના યોગદાનને સન્માન આપીને તથા તેમના આરોગ્ય, સલામતી અને કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ પુષ્ટિ કરીને ડ્રાઇવર ડિગ્નિટી ડે 2026 ઉજવ્યો.

આ પ્રસંગે ટીસીઆઈએ સાત રાજ્યોનાં વિવિધ સ્થળોએ 1280 ડ્રાઇવરો માટે નિયમિત આરોગ્ય તપાસ, નેત્ર પરીક્ષણ, તબીબી પરામર્શ અને આરોગ્ય કાઉન્સેલિંગનું આયોજન કર્યું. આ પહેલનો હેતુ નિવારક આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવાનો તથા સુરક્ષિત ડ્રાઇવિગ માટે સારા આરોગ્ય અને સ્પષ્ટ દૃષ્ટિના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો.

ટીસીઆઈ સેફ સફર હેઠળ ડ્રાઇવરોએ માર્ગ સલામતી જાગૃતિ સત્રોમાં ભાગ લીધો, જેમાં દારૂ પીને વાહન ન ચલાવવું, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો અને ઝડ઼પ મર્યાદાનું પાલન કરવું જેવી મહત્ત્વની બાબતો આવરી લેવાઈ. ડ્રાઇવરોને તેમના યોગદાન બદલ પ્રશંસા પત્રો પણ એનાયત કરાયાં, જ્યારે કાર્યક્રમો દરમિયાન અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. આયોજનના ભાગરૂપે લોકેશન ઇન્ચાર્જે ડ્રાઇવરોનું સ્વાગત કરી તેમની સાથે સંવાદ સાધ્યો.

આ પ્રવૃત્તિઓ સાત રાજ્યોનાં અનેક સ્થળોએ યોજાઈ હતી, જેમાં હરિયાણાના તાજ નગર અને પટૌદી; પંજાબનું રાજપુરા; ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ; મહારાષ્ટ્રનું ભિવંડી; ગુજરાતનું સાણંદ; કર્ણાટકનું બિદાદી; તથા ઉત્તરાખંડનાં હરિદ્વાર અને રુદ્રપુર સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે. 

આ પ્રસંગે ટીસીઆઈના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર શ્રી મનોજ ત્રિપાઠીએ જણાવ્યું,ભારતની સપ્લાય ચેઇનને ધમધમતી રાખવામાં ડ્રાઇવરોની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. ડ્રાઇવર ડિગ્નિટી ડે તેમના યોગદાનને સન્માન આપવાનો અને તેમના આરોગ્ય, સલામતી’તથા કલ્યાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો અવસર છે. આરોગ્ય અને નેત્ર તપાસની પહેલ, ડ્રાઇવર સન્માન તથા ટીસીઆઈ સેફ સફર થકી અમારો ધ્યેય અમારા ડ્રાઇવરોને સહયોગ આપવાનો અને વધુ સુરક્ષિત લોજિસ્ટિકસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે.”

ટીસીઆઈ ડ્રાઇવરોના આરોગ્ય, સલામતી અને કલ્યાણ પર કેન્દ્રિત પહેલ નિયમિતપણે હાથ ધરતી રહે છે, જેથી એવી સંસ્કૃતિ કળવાય જે ભારતને ગતિશીલ રાખનારા લોકોને ઓળખ પણ આપે અને ટેકો પણ.

== સમાપ્ત ==

Related posts

રામને ભજતા ભજતા નિંદા અને પ્રશંસામાંથી બહાર નીકળજો- પૂજ્ય બાપુ

amdavadpost_editor

નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશનને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના ૫ વર્ષની સફળતાનું સેલિબ્રેશન કર્યું

amdavadpost_editor

રામમાતુ,ભરતમાતુ,લક્ષ્મણમાતુ ,સીતામાતુ અને મારુતિમાતુ-એ માતૃપંચક છે.

amdavadpost_editor

Leave a Comment