Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક

દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ સનાતન ધર્મ’

દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાનમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા.

સનાતન ધર્મ મૂલ્યોના વૈશ્વિક ચિંતન સાથે રાજધાની દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો લાભ લઈ રહ્યાં છે. શ્રી લોકેશમુનિના નેતૃત્વ સાથે ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ દ્વારા બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ,  ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા. અહીંયા વિવિધ સાંસ્કૃતિક ઉપક્રમો રજૂ થયાં હોય તેમ લોકસાહિત્ય, રાષ્ટ્રસાહિત્ય અને વેદ સંસ્કૃતિની વાત થઈ.

‘માનસ સનાતન ધર્મ’ રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી સનાતન મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું ગાન થઈ રહ્યું છે. રામકથામાંચોથા દિવસે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મુનિનું મૌન અને ઋષિની વાણી એ સનાતન છે. આજની કથામાં ભાર પૂર્વક સંદેશો અપાયો કે, અસ્તિત્વ તૈયાર છે, આપણે તે માટે તૈયાર રહેવું પડશે. તેઓએ વિનમ્રભાવેઉમેર્યું કે, જીવન સમજવાની કોશિશ કરી છું, તમને પણ સમજાવવા કોશિશ કરું છું.

શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારા ફુલ કરમાય નહી, અસ્તિત્વ પોકાર કરે તેવા યુવાન ફૂલોની માંગ ભાર અને ભાવ પૂર્વક કરેલ.

વિશ્વ શાંતિ કેન્દ્રના આચાર્ય શ્રી લોકેશમુનિના માર્ગદર્શન સાથે દિલ્લીમાંયોજાયેલ આ કથામાં પંજાબ રાજ્યપાલ શ્રી ગુલાબચંદકટારિયા,  રશિયા તથા પનામા દેશના રાજદૂતો ઉપસ્થિત રહ્યા અને શ્રી મોરારિબાપુ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવના સાથેના આ ઉપક્રમની પ્રશંસા કરી, તેઓ રામાયણજી આરતીમાં પણ જોડાયા.

∇Δ∇Δ∇Δ∇Δ∇Δ∇Δ∇

Related posts

અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે

amdavadpost_editor

ગુજરાતની પ્રથમ ઉચ્ચ શિક્ષણની સંસ્થા હોવાનું ગૌરવ ધરાવતી ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અને યંગ ઇન્ડિયા રીસર્ચ ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. (MoU) સંપન્ન

amdavadpost_editor

લિંક્ડઇન વર્ક ચેન્જ સ્નેપશોટ પરથી જાણવા મળ્યું કે આ વર્ષે નિમણૂક કરાયેલ 10% કર્મચારીઓની પાસે એવા હોદ્દા છે જે 2000 માં અસ્તિત્વમાં નહોતા

amdavadpost_editor

Leave a Comment