Amdavad Post
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

પોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો

આણંદ 25 સપ્ટેમ્બર 2024: પોષણ માસ ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK  ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારીશ્રી ઘટક ૨ ના  માલતીબેન  પઢિયારનાં માર્ગદર્શન હેઠળ ઝારોલા પી.એચ.સી ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં શાળાએ  જતી ૪૨ જેટલી કિશોરીઓનું એચ.બી ટેસ્ટ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત  સીડીપીઓશ્રી માલતીબેન એમ પઢિયાર, મેડીકલ ઓફિસરશ્રી, સુપરવાઈઝરશ્રી, પી.એસ.સી. આઈ.સી.ડી.એસ ઘટક ૨, કાર્યકર બહેનો તેમજ કિશોરીઓશ્રી હાજરી આપી હતી.

 આ કેમ્પમાં આરોગ્ય વિષયક પોષણ, એનેમિયા અને બાળલગ્ન વિષે સમજ તેમજ વધુ અભ્યાસ અર્થે આઈ.ટી.આઈમાં પુનઃપ્રવેશ કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ પૂર્ણાશક્તિનાં પેકેટ વિશે સમજણ આપી અને તેમાંથી બનતી વિવધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવેલ હતું.

-૦-૦-૦-

Related posts

વૈરાગ્ય કેવળ શબ્દ ન રહેતા જીવનનો અનુભવ બની જવો જોઇએ

amdavadpost_editor

વિશ્વનો પ્રથમ રોબોટ અનબોક્સિંગ – ફોન (3a) સિરીઝ ડિઝાઇન જાહેર

amdavadpost_editor

કોઇનસ્વિચ સર્વેમાં જાણવા મળ્યું કે ક્રિપ્ટો રોકાણકારો માટે સિક્યોરિટી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે

amdavadpost_editor

Leave a Comment