Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કેફે આકાસા દ્વારા વિશેષ મહારાષ્ટ્રીયન પ્રેરિત ભોજન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી

રાષ્ટ્રીય, 3 સપ્ટેમ્બર, 2026: આકાસા એરની ઑનબોર્ડ મીલ સર્વિસ, કેફે આકાસા મહારાષ્ટ્રની ભવ્ય પરંપરાગત વાનગીઓથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવેલી ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભોજનની પાંચમી આવૃત્તિનું ઉજવણી કરી રહ્યું છે. આ ભોજન પુનેરી ઉસળ, પુરણ પોરી અને મનપસંદ પીણાઓ સાથે ફરાળી પેટિસ જેવી વિશેષ વાનગીઓનો સમાવેશ કરે છે.

સમગ્ર સપ્ટેમ્બર, 2026 દરમિયાન ઉપલબ્ધ આ ભોજન આકાસા એરની વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર પણ પ્રી-બૂક કરાવી શકાય છે.

મહારાષ્ટ્રના વિવિધ જુદા-જુદા સ્વાદિષ્ટ વ્યંજનોથી પ્રેરિત આ ભોજન હવાઇ યાત્રા દરમિયાન ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે પ્રેરિત કરે તેવું સુવિધાજનક, સુપરિચિત અને તહેવારની ઉજવણીનો આનંદ લઈને આવે છે. મનપસંદ સ્વાદ અને મીઠાશનું મિશ્રણ ધરાવતી આ વિશેષ તૈયાર કરવામાં આવેલી વાનગીઓ તહેવારોની મોસમ સાથે સંકળાયેલી પારિવારિક હૂંફ અને સંબંધોની એકતાની લાગણી પેદા કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

સમગ્ર વર્ષ દરમિયાન રજૂ કરવામાં આવતાં ખાસ રજૂ કરવામાં આવતાં લિમિટેડ મેનુ સાથે, કેફે આકાસા વિશેષ ક્ષણોની ઉજવણી કરીને અને ગ્રાહકોની ઊભરી રહેલી પસંદગીઓ સંતોષીને ઑનબોર્ડ અનુભવોને વધુ સમૃદ્ધ બનાવવાનું સતત ચાલુ રાખશે, જે તે બાબતની ખાતરી કરશે કે દર વખતે જ્યારે પણ ગ્રાહક હવાઇ મુસાફરી કરે ત્યાં તે હંમેશા કંઈક નવી અપેક્ષા રાખી શકે.

ઑગસ્ટ 2022માં પોતાના કામગીરીઓના લૉન્ચિંગથી, આકાસા એર વિશેષ રીતે તૈયાર કરેલા ભોજનના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે, જે વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓનું પ્રતિબિંબ પૂરું પાડે છે. મકર સંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન ડે, હોળી, ઇદ, ઇસ્ટર, મધર ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નવરોઝ, ઓણમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી, ચિલ્ડ્રન્સ ડે અને ક્રિસમસ સહિત અનેક તહેવારો દરમિયાન કેફે આકાસા તહેવારોની ઉજવણી કરતાં વિશેષ ભોજન થકી હવાઇ યાત્રાનો અનુભવ વધુ સમૃદ્ધ બનાવવાનું ચાલુ રાખે છે. એરલાઇન હવાઇ મુસાફરી દરમિયાન પોતાના સ્નેહીજનો સાથે વિશેષ પ્રસંગોની ઉજવણી કરવા ઇચ્છતાં મુસાફરો માટે તેમના નિયમિત મેનુમાં કેકનું પ્રી-સિલેક્શન પણ ઉપલબ્ધ કરે છે.

કેફે આકાસા સ્વાદિષ્ટ વાનગીઓ, નાસ્તા અને તાજગીપૂર્ણ પીણાઓનો સમાવેશ કરવા માટે વિચારપૂર્વક તૈયાર કરેલા મેનુમાં અવાર-નવાર નવીનતા રજૂ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે આહાર અને વાનગીઓની વિશાળ શ્રેણીની પસંદગીઓને પૂર્ણ કરી શકાય. આ મેનુ 45+ આહાર વિકલ્પો ઉપલબ્ધ કરે છે, જેમાં ફ્યુઝન મિલ, પ્રાદેશિક સ્વાદ ધરાવતાં એપેટાઇઝર્સ અને રસપૂર્ણ મિઠાઇઓનો સમાવેશ થાય છે, જે તમામ સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત શેફ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

સંસ્કૃતિ અને નેટવર્કિંગનો તકોનો એક અનોખો સમન્વય એટલે BNI રાત્રિના ગરબા

amdavadpost_editor

દુબઈ સમર સરપ્રાઈઝ: આકર્ષક અનુભવો અને અવિસ્મરણીય ગ્રાન્ડ સેલ ઓફર્સ સાથે પરફેક્ટ ફેમિલી ગેટવે

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 એ સૌથી વધુ ગ્રાહકોની મુલાકાતો, નવા લોન્ચ અને વિક્રેતાઓની સફળતા સાથે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા !

amdavadpost_editor

Leave a Comment