Amdavad Post
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઈમરાન હાશ્મી અને ‘તસ્કરી’ની કાસ્ટ અમદાવાદમાં ઉત્તરાયણના રંગે રંગાઈ

ઈમરાન હાશ્મી, ઝોયા અફ્રોઝ, અમૃતા ખાનવિલકર અને નંદીશ સિંહ સંધુએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ ‘ટાસ્કરી’ પતંગ ઉડાવી ઉજવણીમાં જોડાયા

ગુજરાત, અમદાવાદ | ૧૩મી જાન્યુઆરી ૨૦૨૬ — નેટફ્લિક્સની આવનારી કસ્ટમ્સ એન્ટરટેનર સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગ્લર્સ વેબ’એ અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 દરમિયાન જીવંત અને રંગીન માહોલ સર્જ્યો, જ્યાં તેની કાસ્ટ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઉજવણીનો ભાગ બની હતી.

આમ, રંગબેરંગી પતંગોથી છલકાતા આકાશ અને ઉત્સવી ઉલ્લાસ વચ્ચે ‘તસ્કરી: ધ સ્મગ્લર્સ વેબ’ની દુનિયા ઉત્તરાયણના ઉત્સાહ સાથે સહજ રીતે ભળી ગઈ હતી.

અમદાવાદના આકાશમાં જ્યાં રંગો અને આનંદ છવાઈ ગયા હતા, ત્યાં ‘તસ્કરી’ ભારતના આકાશમાર્ગની એક જુદી વાસ્તવિકતા દર્શાવે છે. જ્યાં કસ્ટમ્સ અધિકારીઓ આકાશમાંથી થતી હલચાલ પર નજર રાખે છે અને દેશને સ્મગ્લિંગથી સુરક્ષિત રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, બોલીવુડના જાણીતા એક્ટર ઈમરાન હાશ્મી, ઝોયા અફ્રોઝ, અમૃતા ખાનવિલકર અને નંદીશ સિંહ સંધુનું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ઉત્તરાયણની ઉજવણીમાં ભાગ લીધો અને ખાસ ‘તસ્કરી’ પતંગ ઉડાવ્યો હતો.

કાસ્ટે ચાહકો અને મહોત્સવમાં આવેલા લોકો સાથે વાતચીત કરી, શહેરની ઊર્જા માણી અને ‘કાઈ પો ચે’ના નાદ વચ્ચે ઉત્સાહભર્યા પળો માણ્યા હતા.

આ સિરીઝ 14 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

===◊◊◊◊◊===

 

Related posts

સુરત માટે ગૌરવની ક્ષણઃ હજીરામાં ઉત્પાદિત એએમ/એનએસ ઇન્ડિયાનું સ્ટીલ ભારતના નવા નૌસેના યુદ્ધજહાજ આઇએનએસ માલવનનું સંચાલન કરી રહ્યું છે

amdavadpost_editor

કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

amdavadpost_editor

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

amdavadpost_editor

Leave a Comment